________________
૫૦૬
.
.
. . "
અધ્યાત્મમત પરીક્ષા
ગાથા - ૧૦૧ ભાવાર્થ - અહીં વિશેષ એ છે કે, અસંખ્યભવઅર્જિત કર્મ જુદા જુદા ભવમાં જીવ જુદા જુદા અધ્યવસાયથી બાંધે છે, તેથી તે કર્મો ચારે ગતિના કારણરૂપ બને છે. તેનો એક ભવમાં અનુભવ સંભવે નહિ, માટે મોક્ષાભાવનો પ્રસંગ પ્રાપ્ત થશે.
ઉત્થાન અહીં શંકા થાય છે, અનેકગતિનાં કારણભૂત કર્મો પણ એક ભવમાં વેદન થઈ શકે તો શું વાંધો આવે? તેથી ત્રીજો હેતુ કહે છે
ટીકાર્ય - “
તર' (૩) તેનો કર્મોનો, વિપાકથી જ અનુભવ થયે છતે એક પણ ચરમ ભવમાં વિરુદ્ધ એવા વિવિધ ભવના અનુભવનો પ્રસંગ પ્રાપ્ત થશે.
ભાવાર્થ-તાત્પર્ય એ છે કે, જે ચરમ ભવ મનુષ્યરૂપ છે તેનાથી વિરુદ્ધ એવા નરકાદિ વિવિધ ભવના અનુભવનો પ્રસંગ પ્રાપ્ત થશે. અને વિવિધ ભવના અનુભવ વગર તે કર્મનો અભાવ થઇ શકે નહિ અને તેવો અનુભવ સંગત નથી માટે મોક્ષાભાવનો પ્રસંગ પ્રાપ્ત થશે.
ઉત્થાન - અહીં શંકા થાય કે, વિવિધ એવા ભવોને અનુકૂળ કર્મો ક્રમસર અનુભવીને તે કર્મોથી મુક્ત થઈ શકશે, માટે મોક્ષાભાવનો પ્રસંગ પ્રાપ્ત થશે નહિ. તેથી ચોથો હેતુ કહે છે
ટીકાર્ય - “મ:- (૪) વળી ક્રમશઃ તેના અનુભવમાં સંસારની સંતતિના=પરંપરાના, કારણભૂત બંધનું આવશ્યકપણું છે.
ભાવાર્થ :- તાત્પર્ય એ છે કે, જીવ ક્રમસર વિવિધ ભવોનો અનુભવ કરે તો તે નાના ભવની સાથે અવિનાભાવી એવા અવિરતિ આદિના પરિણામો પણ તે તે ભવમાં થવાના, અને તે અવિરતિ આદિથી નવો નવો કર્મબંધ પણ ચાલુ રહેવાનો, તેથી ફરીથી જન્મમરણની પરંપરારૂપ સંસાર ઊભો જ રહેવાનો, તેથી મોક્ષાભાવનો પ્રસંગ પ્રાપ્ત થશે.
ટીકાર્ય ચલાદથી વિશેષાવશ્યકની સાક્ષી આપતાં કહે છે“ન જો કર્મઅનુભૂતિથી જ ક્ષય પામે છે અન્યથા નહિ, એ પ્રમાણે તારો મત છે તે કારણથી, અસંખ્યભવઅર્જિત વિવિધ ગતિના કારણપણાથી, એક ભવમાં વિવિધ ભવના અનુભવનો અભાવ હોવાથી અને પર્યાયથી અનુભવના કારણે બંધ થતો હોવાથી મોક્ષાભાવ પ્રાપ્ત થશે અને તે મોક્ષાભાવ, અનિષ્ટ છે.
; અહીં શ્લોકાન્વય આ પ્રમાણે છે- 'તાવ' શબ્દ વાક્યાલંકારમાં છે. જો કર્મ અનુભૂતિથી જ ક્ષય પામે છે અન્યથા નહિ (એ પ્રમાણે તારો) મત છે, તે કારણથી મોક્ષાભાવ પ્રાપ્ત થશે, અને તે =મોક્ષાભાવ, અનિષ્ટ છે. મોક્ષાભાવ પ્રાપ્ત થશે તેમાં હેતુ કહે છેદીફ અસંખ્યભવમાં અર્જિત એવાં કર્મોનું વિવિધગતિનું કારણ પણું છે.