________________
ગાથા - ૧૦૧
અધ્યાત્મમત પરીક્ષા
: : : : ......... ૫૦૫. માટે સુખદુઃખાદિ આપવા માટે, ચંદનકંટાદિની સહકારી કારણ તરીકે અપેક્ષા હોય છે. અર્થાતુ સહકારી એવા દ્રવ્યાદિને પામીને જ પુણ્ય-પાપાદિ ઉદયમાં આવે છે અને સુખ-દુઃખાદિ આપે છે.
ઉત્થાન - પૂર્વમાં પૂર્વપક્ષીએ કહ્યું કે, ચરમભોગનું જ અદષ્ટનું નાશકપણું છે અન્યનું નહિ; તેનું નિરાકરણ કરીને ગ્રંથકારે કહ્યું કે, કર્મક્ષયના પ્રતિ દ્રવ્યાદિ પાંચનું હેતુપણું છે, તેથી કેવલ ભોગથી જ કર્મનો નાશ થાય છે એવો નિયમ નથી. માટે દ્રવ્યાદિ પાંચમાં અંતભૂત એવો જે અધ્યવસાય છે તેનાથી પણ કર્મનો નાશ થાય છે. અને દ્રવ્યાદિ પંચકથી કર્મના ઉદય-યાદિ થાય છે તેની પુષ્ટિ દષ્ટાંતથી કરી. હવે કહે છે કે જો એ પ્રમાણે ન માનીએ તો મોક્ષાભાવનો પ્રસંગ પ્રાપ્ત થાય, તે બતાવતાં કહે છે
ટીકા - યથા દ્ધાર્થ પુનઃ ોિ વેને મોક્ષમાવાસ, તદ્ધિવસિદ્ધિવપિ સત્તાવાસંઘેभवार्जितकर्मणः सद्भावात्, तस्य च नानाध्यवसायबद्धत्वेन नरकादिनानागतिकारणत्वात्, तस्य च विपाकत एवानुभवने एकस्मिन्नपि चरमभवे विरुद्धनानाभवानुभवप्रसङ्गात् क्रमशस्तदनुभवे पुनः સંસારસન્તતિવન્યાવકત્વતા ચલાદ- [વિ. મ. મા. ૨૦૧૨/૧૩]
१ जइ ताणुभूइओ च्चिय खविज्जए कम्ममन्नहा न मयं ।
तेणासंखभवज्जियनाणागइकारणत्तणओ ॥ २ नाणाभवाणुभवणाभावादेक्कम्मि पज्जएणं वा । अणुभवओ बंधाओ मोक्खाभावो स चाणिट्ठो । त्ति।
ટીકાર્ય - “યથા' વળી યથાબદ્ધ કર્મના જ વેદનમાં મોક્ષાભાવનો પ્રસંગ પ્રાપ્ત થાય, અર્થાત જે પ્રકારે કર્મ બંધાયેલું તે જ પ્રકારે વેદન થાય છે તેમ માનવામાં આવે તો મોક્ષાભાવનો પ્રસંગ પ્રાપ્ત થાય. (૧) કેમ કે તદ્દભવ સિદ્ધિ પામવાવાળા જીવને પણ સત્તામાં અસંખ્ય ભવથી અર્જિત કર્મોનો સદ્ભાવ છે. તેથી મોક્ષાભાવનો પ્રસંગ પ્રાપ્ત થાય.)
ઉત્થાન - અહીં શંકા થાય કે અસંખ્ય ભવનું અર્જિત કર્મ સત્તામાં ભલે હોય તો પણ, તદ્ભવસિદ્ધિક જીવ તે ભવમાં તે સઘળાં કર્મને ભોગવીને નાશ કરી શકે છે, માટે મોક્ષાભાવનો પ્રસંગ પ્રાપ્ત થાય નહિ. તેથી બીજો હેતુ કહે છે
ટીકાર્થઃ- “સ્થ (૨) અને તેનું અસંખ્યભવઅર્જિત કર્મનું, નાના=વિવિધ, અધ્યવસાય વડે બદ્ધપણું હોવાના કારણે નરકાદિ નાના=વિવિધ, ગતિનું કારણ પણું છે. તેથી અસંખ્યભવઅર્જિત કર્મ એક ભવમાં વેદન થઈ શકે નહિ, માટે મોક્ષાભાવ પ્રાપ્ત થશે.)
१. २.
यदि तावदनुभूतित एव क्षप्यते कर्मान्यथा न मतम् । तेनासंख्यभवार्जितनानागतिकारणत्वतः ।। नानाभवानुभवनाभावादेकस्मिन् पर्ययेण वा । अनुभवतो बन्धाद् मोक्षाभावः स चानिष्टः ।।