________________
.૫૦. • • • •
0
0
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
...... અધ્યાત્મમત પરીક્ષા
... ગાથા - ૧૦૧ આયુષ્યકર્મના ઉદયરૂપ ભવ અને જીવપરિણામરૂપ ભાવની સાક્ષાત્ હેતુતા છે. તેનું તાત્પર્ય એ છે કે આયુષ્યકર્મના ઉદયથી ભવોની પ્રાપ્તિ જીવને થાય છે, અને ત્યાં જ મિથ્યાત્વનો ઉદય જીવને થાય છે. તેથી કર્મથી અભિન્ન એવા જીવમાં ભવ અને મિથ્યાત્વભાવ બંને વર્તે છે. તેમાં ભવ તે મિથ્યાત્વ પ્રતિ કારણ છે અને મિથ્યાત્વ કાર્ય છે; પરંતુ તે બેની એકાધિકરણતા સાક્ષાત્ છે, પરંપરાસંબંધથી નથી. તે જ રીતે કુસમયદેશનાદિક ભાવ યદ્યપિ કર્તુત્વસંબંધથી ઉપદેશકમાં છે, તો પણ પરિણતિસંબંધથી શ્રોતામાં છે; અને તે પરિણતિસંબંધરૂપ ભાવ જે જીવદ્રવ્યમાં છે, ત્યાં જ મિથ્યાત્વનો ઉદય થાય છે. તેથી જીવપરિણામરૂપ કુસમયદેશનાદિરૂપ ભાવ અને મિથ્યાત્વની વચ્ચે કાર્યકારણભાવ સાક્ષાત્ છે.
શાતા-અશાતાના ઉદયમાં માલાચંદનાદિ દ્રવ્યની શરીરનિષ્ઠપણાથી હેતુતા છે. અર્થાત્ માલાચંદનાદિદ્રવ્ય શરીરનિષ્ઠ છે, અને શરીરથી અભિન્ન એવા આત્મામાં શાતા-અશાતાનો ઉદય થાય છે; તેથી કાર્યકારણભાવા એકાધિકરણ છે. ઇત્યાદિ અનુભવ પ્રમાણે સર્વત્ર ઊહ કરવો.
અહીં કુતીર્થિકાદિમાં “આદિપદથી ક્ષેત્ર-કાલનું ગ્રહણ કરવું, મિથ્યાત્વાદિમાં “આદિ'પદથી અજ્ઞાનઅવિરતિ આદિનું ગ્રહણ કરવું, કુતીર્થિકાદિના ઉપલક્ષણથી તીર્થકરઆદિનું ગ્રહણ કરવું અને મિથ્યાત્વના ઉદયાદિના ઉપલક્ષણથી ક્ષય, ક્ષયોપશમ, ઉપશમનું ગ્રહણ કરવું અને તે વખતે કાર્ય-કારણને એકાધિકરણ બનાવવા સ્વપ્રયોજ્ય અજ્ઞાનને બદલે સ્વપ્રયોજય જ્ઞાન દ્વારા આત્મનિષ્ઠતયા હેતુતા જાણવી.
ટીકાર્ય - “áવ' - અહીંયાં જ=દ્રવ્યાદિ પાંચને આશ્રયીને કર્મનાં ઉદયાદિ થાય છે તેમાં દાંત આપતાં શાસ્ત્રકારો કહે છે
પુછપુuT' જેમ પુણ્યપાપજનિત પણ સુખદુઃખાદિ બાહ્ય બળના આધાનથી ઉદયાદિ આપે છે અર્થાત બાહ્ય દ્રવ્યાદિને આશ્રયીને જ ઉદયાદિ પામે છે, તેમ પુણ્ય-પાપ કર્મ પણ બાહ્ય દ્રવ્યાદિને આશ્રયીને જ ઉદયાદિ પામે છે અને તેનાથી સુખદુઃખાદિ થાય છે.
વિશેષાવશ્યક ગાથા-૨૦૫૦નું તાત્પર્ય ટીકામાં બતાવતાં કહે છે
નામ' જો પુણ્ય પાપજન્ય એવા પણ શાતા-અશાતાદિના ઉદયાદિમાં દ્રવ્યાદિની અપેક્ષા અનુભવિકી છે, તો તે બંનેના પણ=પુણ્ય-પાપના પણ, કાર્ય એવા ઉદયાદિના ઉત્પાદન માટે તેની દ્રવ્યાદિની, અપેક્ષા આવશ્યક છે. કેમ કે કાર્યના કારણપણાથી અપેક્ષિતની ઈતર કારણ સાથે સહકારીપણાથી અપેક્ષા છે એ પરમાર્થ છે.
ભાવાર્થ - કંટકાદિ દ્રવ્યની અપેક્ષાથી અશાતાનો ઉદય થાય છે અને ચંદનાદિ દ્રવ્યની અપેક્ષાથી શાતાનો ઉદય થાય છે એ જાતનો સર્વજનને અનુભવ છે. અને તે શાતા-અશાતાનું અંતરંગ કારણ પુણ્ય-પાપ છે. તેથી અંતરંગકારણરૂપ પુણ્ય-પાપથી જન્ય શાતા-અશાતારૂપ ફળમાં કંટક-સર્પ, માલા-ચંદનાદિ દ્રવ્યની અપેક્ષા રહે છે, તો પુણ્યપાપને પણ=પુણ્યપાપકર્મના ઉદયને પણ, પોતાનું કાર્ય જે સુખ-દુઃખ પેદા કરવું, તેમાં કંટક-સર્પ, માલા-ચંદનાદિ દ્રવ્યની અપેક્ષા રહે છે તે અર્થથી સિદ્ધ છે. અને આ જ વાતને ‘ાર્થીમપેક્ષત’ હેતુ. દ્વારા બતાવે છે કે, કાર્યને સહકારી કારણ તરીકે જેની અપેક્ષા હોય, તેની તે જ કાર્યના (ઈતર) કારણને સહકારી તરીકે અપેક્ષા હોય છે. તેનું સ્પષ્ટીકરણ આ રીતે છે – સુખદુ:ખાદિરૂપ કાર્યને ઉત્પન્ન થવામાં ચંદન-કંટકાદિ દ્રવ્યની કારણ તરીકે અપેક્ષા છે, તો સુખદુઃખાદિના કારણભૂત પુણ્ય-પાપને પણ ઉદયમાં આવી તે કાર્ય કરવા