________________
ગાથા -૧૦૧.. - અધ્યાત્મમત પરીક્ષા
૫૦૩ છે પરંતુ વિશેષ કારણ અષ્ટ છે, તેથી અદૃષ્ટમાં જનકતાવિશેષ છે, અને જનકતાવિશેષસંબંધથી ચરમભોગ અદષ્ટમાં રહે છે. વળી અદષ્ટના નાશ પ્રત્યે અદૃષ્ટ કારણ છે, અદષ્ટના નાશનો પ્રતિયોગી અદૃષ્ટ છે, પ્રતિયોગિતા અદષ્ટમાં છે, તેથી પ્રતિયોગિતાસંબંધથી અદષ્ટનો નાશ અષ્ટમાં રહે છે, આ રીતે અદષ્ટનાશરૂપ કાર્ય પ્રતિ ચરમભોગનું હેતુપણું છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારે રેષાંથી જે કહ્યું તેનું તાત્પર્ય આ પ્રમાણે છે –
પરેષાં. નૈયાયિકાદિ જેમ કર્મનાશ પ્રતિ કર્મનાશા નદીને પાર કરવી તેને કારણ કહે છે, તેમ અમે દ્રવ્યાદિ પાંચને કર્મના ક્ષય પ્રત્યે કારણ કહીએ છીએ. કર્મનો ક્ષય કેવલ ભોગથી જ થાય છે તેવો નિયમ નથી, પરંતુ દ્રવ્યાદિ પાંચને આશ્રયીને થાય છે; અને પ્રાયશ્ચિત્ત એ શુભઅધ્યવસાયરૂપ હોવાથી દ્રવ્યાદિ પાંચમાં ભાવસ્થાનીય છે, તેથી તેને આશ્રયીને પણ કર્મનો નાશ થઈ શકે છે. તેથી ચરમભોગ જ અદષ્ટનો નાશક છે એવો એકાંતે નિયમ નથી. એ પ્રમાણે ગ્રંથકારનું કહેવું છે.
ટીકાર્ય “વલાદ- જે કારણથી કહે છેકય જે કારણોથી કર્મના ઉદય, ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમ દ્રવ્યાદિ પાંચને આશ્રયીને કહ્યા છે એ કારણથી (આયુષ્યાદિ કર્મોનો) ઉપક્રમણ યુક્ત છે. ‘ત્તિ' વિશેષાવશ્યકના ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે.
- કુતીર્થિકાદિ દ્રવ્ય, કુરુક્ષેત્રાદિ ક્ષેત્ર, દુષમાદિ કાળ, તેઉકાય-વાયુકાય એકેન્દ્રિયાદિ અનાર્યમનુષ્યકુલજન્મરૂપ ભવ તેમજ કુશાસ્ત્રોની દેશનાદિરૂપ ભાવને પામીને, મિથ્યાત્વમોહનીયનો ઉદય થાય છે. એમ તીર્થંકરાદિ દ્રવ્ય, મહાવિદેહાદિ ક્ષેત્ર, સુષમદુષમાદિ કાળ, સુમનુષ્યકુલજન્માદિ ભવ તેમજ સમ્યજ્ઞાનચરણાદિ ભાવને પામીને, મિથ્યાત્વમોહનીયના ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમ પણ થાય છે. આ રીતે અન્યત્ર=બીજાં કર્મોમાં પણ, જાણવું, અને તે પ્રમાણે શસ્ત્રાદિ દ્રવ્યાદિને પામીને આયુષ્ય વગેરેનો પણ ઉપક્રમ યુક્ત છે, એ પ્રમાણે શાસ્ત્રકારો કહે છે.
ઉત્થાન - દ્રવ્યાદિ પાંચને આશ્રયીને મિથ્યાત્વમોહનીયનો ઉદય થાય છે તે બતાવ્યું. એમાં કાર્ય-કારણભાવની એકાધિકરણતા બતાવતાં કહે છે
ટીકાર્ય - “ત્ર' અહીંયાં=દ્રવ્યાદિપંચકમાં, કુતીર્થિકાદિની મિથ્યાત્વાદિમાં સ્વપ્રયોજય અજ્ઞાન દ્વારા આત્મનિષ્ઠતયા હેતુતા છે, અને આયુષ્યકર્મના ઉદયરૂપ ભવ અને જીવપરિણામરૂપ ભાવની સાક્ષાત્ જ હેતુતા છે. અને શાતાવેદનીયાદિ કર્મના ઉદયાદિમાં માલા, ચંદનાદિ દ્રવ્યની શરીરનિપણાથી હેતુતા છે, ઇત્યાદિ અનુભવ પ્રમાણે વિચારવું.
ભાવાર્થ - જીવને થયેલા મિથ્યાત્વના ઉદયમાં કુતીર્થિકાદિ દ્રવ્ય સ્વપ્રયોજય-અજ્ઞાન સંબંધથી હેતુ બને છે, અને એ હેતુતા આત્મનિષ્ઠપણાથી છે. અર્થાત્ કાર્ય અને કારણ પોતપોતાના સંબંધથી આત્મારૂપ એક અધિકરણમાં રહેલાં છે. તે આ રીતે- કુતીથિકાદિ દ્રવ્ય જીવમાં અજ્ઞાન ફેલાવે છે. તેનાથી મિથ્યાત્વનો ઉદય થાય છે. ત્યાં કુતીર્થિકાદિની હેતુતા સ્વ-કુતીર્થિક, તેનાથી પ્રયોજ્ય શ્રોતામાં પેદા થનાર અજ્ઞાન, તે અજ્ઞાન દ્વારા કુતીર્થિક શ્રોતાના આત્મામાં પ્રાપ્ત થાય છે. માટે તે અજ્ઞાન શ્રોતાના આત્મનિષ્ઠ હોવાને કારણે મિથ્યાત્વરૂપ કાર્ય પ્રત્યે હેતુ બને છે. આ રીતે કાર્ય-કારણ એકાધિકરણ બને છે.