________________
ગાથા - ૧૦૧ . . . . . . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા . . . . . . . . . . . . . . . . . .૫૦૧ .
ટીકાર્ય - “પ્રવૃત્તિસ્તુ વળી ત્યાં=ચારિત્રમાં, પ્રવૃત્તિ કર્મબંધના અપનયન અને કર્મઅનુબંધના અપનયનના અર્થીપણાથી જ છે. એથી કરીને ચારિત્રની પ્રવૃત્તિની અનુપપત્તિ નથી.
ભાવાર્થ તાત્પર્ય એ છે કે વર્તમાનનું ચારિત્ર સાક્ષાત્ મોક્ષજનક નહિ હોવા છતાં ચારિત્ર ગ્રહણ કરવાથી નવા કર્મનું અપનયન થાય છે, અને પૂર્વના બંધાયેલા કર્મની અનુબંધશક્તિનું અપનયન થાય છે. તેથી ભવિષ્યમાં મોક્ષ માટેની પ્રવૃત્તિ કરવી સુગમ બને છે, માટે વિવેકીજનો સાક્ષાત્ મોક્ષજનક વર્તમાનનું ચારિત્ર નહિ હોવા છતાં ચારિત્રમાં પ્રવૃત્તિ કરે છે.
ટીકાર્ય - “ આના દ્વારા પૂર્વમાં કહ્યું કે ચારિત્રમાં પ્રવૃત્તિ કરવાથી કર્મબંધ અને કર્મના અનુબંધનું અપનયન થાય છે જેના દ્વારા, વક્ષ્યમાણ કથન અપાસ્ત જાણવું. તે વક્ષ્યમાણ કથન આ પ્રમાણે‘તવ' =તદ્ભવયોગ્ય, નિકાચિતકર્મનો ભોગથી જ ક્ષય થયે છતે ત્યાં=ચારિત્રમાં, કેમ પ્રવૃત્તિ છે? અર્થાત ચારિત્રમાં પ્રવૃત્તિ ઉચિત નથી, તે કથન અપાસ્ત થયું. તેમાં હેતુ કહે છેનિશારિતાનાજૂ નિકાચિત પણ બહુકાળસ્થિતિવાળા જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષય માટે ત્યાં=ચારિત્રમાં, પ્રવૃત્તિ
ભાવાર્થ - પૂર્વપક્ષીનું કહેવાનું તાત્પર્ય એ છે કે, વર્તમાનકાળમાં મોક્ષ સંભવતો નથી, તેથી આ ભવ યોગ્ય જ્ઞાનાવરણીયાદિ કર્મો આપણાં નિકાચિત છે. આથી જ આ ભવમાં ગમે તેટલો ચારિત્રમાં ઉદ્યમ કરીએ તો પણ તેનો નાશ ભોગથી જ થશે. માટે ક્ષપકશ્રેણિમાં પ્રતિબંધક એવાં જ્ઞાનાવરણીયાદિ તોડવા માટે ચારિત્રમાં પ્રવૃત્તિ કરવી એ ઉચિત નથી, એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય “ર્તિનથી અપાત છે. કેમ કે આ ભવ યોગ્ય નિકાચિત કર્મો ભોગથી જ નાશ થવા છતાં ચારિત્ર ગ્રહણ કરવાને કારણે નવાં કર્મો બંધાતાં નથી, અને ભૂતકાળમાં બંધાયેલાં કર્મોનો અનુબંધ તૂટે છે; તેથી ચારિત્રમાં પ્રવૃત્તિ કરવી ઉચિત છે. અને તેને જ દઢ કરવા માટે હેતુ કહ્યો કે, નિકાચિત પણ બહુકાળસ્થિતિવાળાં જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષય માટે ચારિત્રમાં પ્રવૃત્તિ છે. તેનો ભાવ એ છે કે, જેમ આ ભવયોગ્ય નિકાચિતકર્મ ભોગથી ક્ષય કરવાં પડે છે, તેમ આગળ આગળના ભાવમાં પણ નિકાચિત કર્મો વિદ્યમાન રહે તો કેવલજ્ઞાન થઇ શકે નહિ. અને વર્તમાનમાં ચારિત્રપાલન કરવાથી પૂર્વમાં બંધાયેલાં કર્મોની અનુબંધશક્તિ તૂટે છે તેથી નિકાચિતકર્મો અનુબંધરૂપે આવતાં અટકે, અને અન્યભવમાં વચલા કાળમાં નિકાચિત કર્મના ઉદયની અપ્રાપ્તિ હોય અને ચારિત્ર માટેના વીર્યનો પ્રકર્ષ થાય તો, ભાવમાં આવનારાં નિકાચિત કર્મો પણ ક્ષપકશ્રેણિ દ્વારા નાશ કરી શકાય છે. તેથી તેને અનુકૂળ ભૂમિકા ઉત્પન્ન કરવા અર્થે વર્તમાનમાં ચારિત્રની પ્રવૃત્તિ છે.
ઉત્થાન -પૂર્વમાં કહ્યું કે દઢતર પ્રાયશ્ચિત્તના પરિશીલનથી નિકાચિત કર્મનો પણ ક્ષય થાય છે, તેની સામે શંકા કરતાં કોઈ કહે છે