________________
અધ્યાત્મમત પરીક્ષા ....
ગાથા - ૧૦૧, છે એથી કરીને, આનાથી=તાદશ અધ્યવસાયથી, તેના વિના પણ–તીવ્ર તપ વિના પણ, અપૂર્વકરણમાં (નિકાચિતકર્મના ક્ષયનો) સંભવ હોવાથી વ્યભિચાર નથી. અથવા તેના હેતુત્વના પ્રતિપાદક એવા આગમનો વિરોધ નથી. અર્થાત તીવ્ર તપનું નિકાચિતકર્મના ક્ષયમાં હેતુત્વના પ્રતિપાદક આગમવચનનો વિરોધ નથી, એ પ્રમાણે જાણવું.
ભાવાર્થ-તિ વ્યસ્થાના પંચાશકગ્રંથના ઉક્ત વ્યાખ્યાનથી જણાય છે કે, તીવ્ર તપ પણ તેવા પ્રકારના અધ્યવસાય દ્વારા જ નિકાચિત કર્મક્ષયમાં હેતુ બને છે. તેથી અપૂર્વકરણ ગુણસ્થાનકે તીવ્ર તપ વગર પણ નિકાચિતકર્મનો ક્ષય થવામાં કોઈ વ્યભિચાર નથી. કેમ કે અપૂર્વકરણ એ સંયમનો જ વિશેષ પરિણામ છે અને તે શુભભાવરૂપ છે. તેથી ત્યાં તીવ્ર તપ નહિ હોવા છતાં તેવો અધ્યવસાય ત્યાં હોવાથી ફલથી ત્યાં તીવ્ર તપ છે, તેથી કોઇ વ્યભિચાર નથી. જેમ ક્વચિત્ દંડ વગર પણ હસ્તાદિથી ચક્રભ્રમણ થાય તો પણ દંડ ઘટ પ્રતિ વ્યભિચારી, છે તેમ ન કહેવાય, કેમ કે વ્યવહારમાં સામાન્યથી ઘટ પ્રત્યે દંડની કારણતા પ્રસિદ્ધ છે; તેમ પ્રસ્તુતમાં તીવ્ર તપ વગર પણ નિકાચિત કર્મક્ષયના કારણભૂત શુભ અધ્યવસાયો જાગ્રત થઈ શકે છે. તેમ છતાં પણ તેવા શુભ અધ્યવસાયો મુખ્યત્વે તીવ્ર તપથી જ ઉત્પન્ન થતા હોવાથી તે દ્વારા થતા કર્મક્ષય પ્રત્યે તીવ્ર તપની કારણતાનો વ્યભિચાર નથી, અથવા તવા ૩નિફના પિ' એ આગમવચનનો વિરોધ નથી. વ્યવહારનયને સામે રાખીને આ આગમવચન છે, તપથી તાદેશ અધ્યવસાયો દ્વારા નિકાચિત કર્મનો ક્ષય થાય છે. પરંતુ કોઈકને તપ વિના તાદેશ અધ્યવસાય પ્રગટ થઇ જાય તો પણ ઉક્ત પંચાશકના વ્યાખ્યાનથી આગમવચનનો વિરોધ આવતો. નથી.
ટીકા - સર્વેવમાનીતનપ્રાયશ્ચિત્તાના પૂર્વવરામપુર્વતાં કર્થ નિરિતવર્મક્ષત્ત્વિ ? તિ વે? इदानीन्तनचारित्रस्य मोक्षजनकत्वमिव साक्षान्न कथंचित्, परंपरया तु तद्वदेव संभवीति संभावया प्रवृत्तिस्तु तत्र कर्मबन्धकर्मानुबन्धापनयनार्थितयैवेति नानुपपत्तिः। एतेन "तद्भवयोग्यनिकाचितकर्मणो भोगादेव क्षये किमर्थं तत्र प्रवृत्तिः?" इत्यपास्तं, निकाचितानामपि बहुकालस्थितिनां ज्ञानावरणीयादीनां क्षयाय तत्र प्रवृत्तेः।
ટીકાર્ય નથી પૂર્વપક્ષી કહે કે આ પ્રકારે=પ્રાયશ્ચિત્તાદિ અપૂર્વકરણ દ્વારા જ નિકાચિત કર્મનો ક્ષય કરે છે આ પ્રકારે, અપૂર્વકરણને નહિ કરતા એવા ઈદનીંતન પ્રાયશ્ચિત્તનું વર્તમાનમાં કરાતા પ્રાયશ્ચિત્તનું, કેવી રીતે નિકાચિતકર્મનું પકપણું ઘટી શકશે? તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, જેમ ફવાનીન્તનવર્તમાનકાલીન, ચારિત્રનું સાક્ષાત્ કોઈ રીતે મોક્ષજનકપણું નથી તેમ જાણ.). વળી પરંપરાએ તેની જેમ જ=ચારિત્રની જેમ જ, પ્રાયશ્ચિત્તનું સંભવપણું છે, એ પ્રમાણે સમ્યગુ જાણ.
ઉત્થાન - ગ્રંથકારે કહ્યું કે હમણાંનું ચારિત્ર સાક્ષાત મોક્ષજનક નથી પરંતુ પરંપરાએ મોક્ષજનક છે, તેમ પ્રાયશ્ચિત્ત પણ સાક્ષાત્ મોક્ષજનક નથી. ત્યાં પ્રશ્ન થાય કે જો હમણાંનું ચારિત્ર સાક્ષાત્ મોક્ષજનક નથી તો ચારિત્રમાં પ્રવૃત્તિ કેમ થાય છે? તેથી કહે છે