________________
૪૦૮. . . . • • • • • •
.
.
.
.
અધ્યાત્મમત પરીક્ષા
ગાથા - ૧૦૧. અહીં સામાન્યથી વિચારીએ તો ઉપશમનાદિ ચાર કરણોને અયોગ્ય જે કર્મ હોય તે નાશ પામે નહિ, કેમ કે બંધાયેલું કર્મ અપવર્તનાકરણ કે ઉદીરણાકરણ દ્વારા જ ફલ આપ્યા વગર નાશ પામે છે. જે કર્મ તે કરણોને અયોગ્ય છે તે ઉદયમાં આવીને નાશ પામે છે. તેથી નિકાચનાનો અર્થ ઉપશમનાદિ ચાર કિરણોને અયોગ્ય નિતરાં બદ્ધ એવો કરો, છતાં પૂર્વપક્ષીની વાત જ સિદ્ધ થાય કે તપ દ્વારા નિકાચિત કર્મનો ક્ષય થઇ શકે નહિ. આમ છતાં, ગ્રંથકારનો કહેવાનો આશય એ છે કે, પૂર્વપક્ષી નિકાચિતનો જે અર્થ કરે છે તે અર્થ બરાબર નથી, કેમ કે નિકાચિતની વ્યુત્પત્તિને આશ્રયીને વિચારીએ તો ઉપશમનાદિ ચાર કરણોનો અવિષય નિતરાં બદ્ધ જ નિકાચિત કર્મ છે. આમ છતાં, ચાર કરણોની અવિષયતા કહી તે બહુલતાએ વ્યાપ્તિ છે, અર્થાત્ સર્વત્ર વ્યાપ્તિ નથી. અને તે જ બતાવવા માટે કહ્યું કે તેવાં નિકાચિતકર્મો પણ અપૂર્વકરણના અધ્યવસાયથી સ્થિતિઘાતાદિ દ્વારા પરિક્ષયને પામે છે.
અહીં તાદશકમનો ક્ષપકશ્રેણિમાં પરિક્ષય થાય છે એમ જે કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, દઢત્તર પ્રાયશ્ચિત્તરૂપ નિરતિચાર ચારિત્રના પાલનનું સમ્યફ પ્રકારે પુનઃ પુનઃ સેવન, તે રૂપ પરિશીલનથી ઉદિત થયેલો એવો જે અધ્યવસાય તે નિરતિચાર ચારિત્રવાળાને વર્તતો હોય છે, અને તેનો જે અતિરેક તે શ્રેણિનાં સન્મુખભાવરૂપ છે, અને તેનાથી એક=કેવલ, શ્રેણિ ઉપર જ આરોહણ થાય છે તે અપ્રમત્તસંયતમુનિ શ્રેણિના પ્રારંભરૂપ યથાપ્રવૃત્તિકરણ કરે છે તદ્રુપ છે. અને તે આરોહણ યથાપ્રવૃત્તકરણ, ઉપાયભૂત છે જેને એવા અપૂર્વકરણ ગુણસ્થાનકનો ત્યારપછી પ્રાદુર્ભાવ થાય છે. અને અપૂર્વકરણ ગુણસ્થાનકની પ્રાપ્તિ થવાથી પેદા થયેલા અધ્યવસાયો દ્વારા અપૂર્વ સ્થિતિઘાત અને અપૂર્વ રસઘાત થાય છે, અને તે સ્થિતિઘાતાદિથી નિકાચિત કર્મનો પણ પરિક્ષય થાય છે.
અહીં દઢતર પ્રાયશ્ચિત્તના પરિશીલનનો અર્થ નિરતિચાર ચારિત્ર એટલા માટે કરેલ છે કે, સર્વ પાપના પ્રાયશ્ચિત્તરૂપ ચારિત્ર છે, કેમ કે પાપના વિરુદ્ધભાવસ્વરૂપ ચારિત્રનો પરિણામ છે, અને તે જ પ્રાયશ્ચિત્ત પદાર્થ છે. તેથી જ જે મુનિ દઢતર ચારિત્રમાં યત્ન કરે છે, તેનાં અચારિત્રથી બંધાયેલાં સર્વપાપોનો ધ્વસ ચારિત્રમાં થાય છે, અને કર્મના દેઢતર પ્રાયશ્ચિત્તના પરિશીલનથી ઉદિત જે અધ્યવસાયનો અતિરેક છે, તે નિર્વિકલ્પદશારૂપ શુક્લધ્યાનનો અંશ છે.
ટીકાર્ય - ‘ત,' તે પ્રાયશ્ચિત્તવિધિપંચાશકમાં કહ્યું છે- ગાથા-૩૩ “ા' - આ પ્રકારથી=પંચાશકમાં પૂર્વ ગાથા-૩૨માં કહેલા પ્રકારથી, અર્થાતુ અપ્રમત્તતા અને સ્મૃતિબલયોગલક્ષણ પ્રકારથી, અને સંવેગઅતિશયના યોગથી જ (જીવવીર્યના અતિશયને કારણે) અધિકૃત વિશિષ્ટભાવ=વિશુદ્ધિના હેતુભૂત પ્રસ્તુતમાં પ્રકૃષ્ટ શુભઅધ્યવસાય નિયમથી થાય છે.
ભાવાર્થ :- તાત્પર્ય એ છે કે સ્કૂલ અને સૂક્ષ્મ અતિચારના સ્મરણરૂપ સ્મૃતિબલના યોગથી અને સંયમમાં સુદઢ યત્નરૂપ અપ્રમાદભાવથી અને ભવભયના અતિશયરૂપ સંગવિશેષના યોગથી જ્યારે મુનિ પ્રવર્તે છે ત્યારે જીવવીર્યનો અતિશય થાય છે. તેનાથી તે તે પ્રકારે અવશ્ય જીવની વિશુદ્ધિના હેતુભૂત પ્રસ્તુતમાં પ્રકૃષ્ટ એવો શુભ અધ્યવસાય, જીવમાં પેદા થાય છે. અને તેનાથી શું થાય છે તે ગાથા-૩૪માં બતાવે છે -