________________
ગાથા - ૧૦૧
અધ્યાત્મમતપરીક્ષા
१ण हि दीहकालिअस्स वि णासो तस्साणुभूइओखिप्पं । बहुकालाहारस्स व्व दुयमग्गिअरोगिणो भोगो ।। ति ।। [वि. भा. २०४७/४८]
૪૮૭
ટીકાર્થ :- ‘અથ’થી પૂર્વપક્ષી સિદ્ધાંતકારને કહે છે કે, આ અપવર્તન શું પદાર્થ છે? (તમે કહો છો તેવો પદાર્થ નથી,) પરંતુ ધ્વંસ જ તે=અપવર્તન, છે. કેવલ પ્રાયશ્ચિત્તાદિના અભાવમાં ભોગથી જ તેનો=કર્મનો, નાશ છે. વળી અન્યથા =પ્રાયશ્ચિત્તના અભાવના અભાવમાં અર્થાત્ પ્રાયશ્ચિત્તના સદ્ભાવમાં પ્રાયશ્ચિત્તાદિથી જ તેનો=કર્મનો, નાશ છે. એ પ્રમાણે જ વિશેષ છે.
ભાવાર્થ :- તાત્પર્ય એ છે કે સિદ્ધાંતકાર કર્મની સ્થિતિ અને રસના અપવર્તનને=શ્ર્વસ્વીકરણને, અપવર્તન કહે છે. અને પૂર્વપક્ષીને કહેવું છે કે એ બરાબર નથી, પરંતુ કર્મનું આત્માથી અપવર્તન કરવું તે અપવર્તન પદાર્થ છે. તેથી જ પૂર્વપક્ષી કહે છે કે કર્મનો ધ્વંસ છે તે જ અપવર્તન પદાર્થ છે. તે અપવર્તનરૂપ ધ્વંસ બે પ્રકારનો છે. (૧) પ્રાયશ્ચિત્તાદિના અભાવમાં ભોગથી કર્મનો નાશ થવા સ્વરૂપ છે અને (૨) પ્રાયશ્ચિત્તાદિના સદ્ભાવમાં પ્રાયશ્ચિત્તાદિથી કર્મનો નાશ થવા સ્વરૂપ છે.
અહીં ‘અન્યથા’નો અર્થ પ્રાયશ્ચિત્તાદિના અભાવનો અભાવ અર્થાત્ પ્રાયશ્ચિત્તના સદ્ભાવ સમજવો.
આ પ્રમાણે અપવર્તન પદાર્થ છે એમ કહેવાથી પૂર્વપક્ષીને એ કહેવું છે કે, અપવર્તન પદાર્થ કરણરૂપ છે માટે વીર્યથી જ થાય છે એવો નિયમ નથી. કેમ કે પ્રાયશ્ચિત્તાદિના અભાવમાં ભોગથી કર્મોનો જ્યાં નાશ થાય છે તે રૂપ અપવર્તન વીર્ય વગર થાય છે, અને પ્રાયશ્ચિત્તાદિના સદ્ભાવમાં પ્રાયશ્ચિત્તથી કર્મોનો નાશ થાય છે ત્યાં વીર્યથી અપવર્તના થાય છે. માટે વીર્યની સાથે અપવર્તનાની વ્યાપ્તિ નહિ હોવાને કારણે ‘વોઁવીરનું વીર્ય વિના ન પ્રવર્ત્તતે, વાત્વાત્, અપવર્તનાવત્' આ અનુમાનમાં ‘અપવર્તનાવત્’એ પ્રકારના દૃષ્ટાંતની અસંગતિ છે.
ઉત્થાન :- ‘અથ’થી પૂર્વપક્ષીએ કહ્યું કે અપવર્તન શું પદાર્થ છે? અર્થાત્ તમે કર્મની સ્થિતિને હ્રસ્વ કરવારૂપ અપવર્તન પદાર્થ માનો છો તે નથી. તેને બતાવવા અર્થે કહે છે
ટીકાર્ય :- ‘ન =' અને દીર્ઘસ્થિતિવાળાં કર્મને હ્રસ્વસ્થિતિક આપાદન કરવું, અર્થાત્ હ્રસ્વસ્થિતિવાળાં કરવાં એ રૂપ અપવર્તન પદાર્થ નથી, કેમ કે કાલસંબંધરૂપ સ્થિતિનું અનપવર્તનીયપણું છે. આ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકાર કહે છે કે એ પ્રમાણે ન કહેવું. તેમાં હેતુ કહે છે- જે પ્રમાણે બહુકાલભોગ્ય ધાન્યરાશિની સ્થિતિનો ભસ્મકરોગ વડે નાશ થાય છે, તેમ પ્રાયશ્ચિત્તાદિથી કર્મની સ્થિતિનો નાશ થાય છે. વળી કર્મનો અંતે=છેવટે, ધાન્યરાશિની જેમ પ્રદેશાનુભવરૂપ પણ ભોગ આવશ્યક જ છે. આથી કરીને જ=અંતતઃ કર્મનો પ્રદેશાનુભવરૂપ પણ ભોગ આવશ્યક જ છે આથી કરીને જ, કૃતનાશ અને અકૃતઆગમાદિ પ્રસંગ નથી.
છુ.
न हि दीर्घकालिकस्यापि नाशस्तस्यानुभूतितः क्षिप्रम् । बहुकालाहारस्येव द्रुतमग्निकरोगिणो भोगः ॥