________________
.૪૮૮... ••••••••
.
.
.
.
.
.
....... અધ્યાત્મમત પરીક્ષા.... . . . . . . . . . ગાથા - ૧૦૧ જે કારણથી ભાષ્યકાર કહે છેથવા જો અપ્રાપ્તકાલવાળું પણ કર્મ અર્થાત્ જેનો કાળ પ્રાપ્ત થયો નથી એવાં કર્મ ઉપક્રમ પામે છે, તો કૃતનાશ, અકૃતાગમ અને મોક્ષઅનાશ્વાસતારૂપ દોષો પ્રાપ્ત થશે.
ઉત્થાન - કૃતનાશાદિ દોષો અહીં નથી એ પ્રમાણે પ્રકરણથી પ્રાપ્ત થાય છે અર્થાત્ અધ્યાહાર છે અને તેમાં હેત, તરીકે વિશેષાવશ્યક ભાષ્યની ૨૦૪૮મી ગાથા કહે છે
ટીકાર્ય - “ દિ દીર્ઘકાલિક એવા તેનો=આયુષ્યાદિકર્મનો, ભોગવ્યા વગર નાશ નથી કેમ કે શીધ્ર જ તેની અનુભૂતિ થાય છે; જેમ અગ્નિક રોગીઓને=ભસ્મક રોગીઓને, બહુકાલભોગ્ય અનાજનો ભોગ શીધ્ર થાય છે. માટે કૃતનાશાદિ દોષો આવતા નથી.
ભાવાર્થ-પૂર્વપક્ષીનું કહેવાનું તાત્પર્ય એ છે કે, પુરોવર્તી ઘટપદાર્થને તેના નાશની સામગ્રીથી જેમ નાશ કરી શકાય છે, તેમ આત્મામાં લાગેલાં કર્મોને તેના નાશના ઉપાયથી નાશ કરી શકાય છે. તેથી જ પ્રાયશ્ચિત્તાદિથી કર્મોનું અપવર્તન તેને માન્ય છે. પરંતુ કર્મમાં રહેલી જે દીર્ઘસ્થિતિ છે, તે તો કાલની સાથે સંબંધિત છે. તેથી કર્મનો નાશ કર્યા વગર આત્મામાં કર્મ હોતે છતે તેની સ્થિતિ ટૂંકી કરવી તે અશક્ય છે. અર્થાત્ કાળની સાથે કર્મદલિકોના સંબંધરૂપ સ્થિતિ ઘટાડી ન શકાય એવી હોવાથી, દીર્ઘસ્થિતિવાળાં કર્મદલિકોને અલ્પસ્થિતિવાળાં કરવાં તે અપવર્તના પદાર્થ માની શકાય નહિ..
અહીં વિશેષ એ છે કે, વ્યવહારને અભિમત એવું જે કાલદ્રવ્ય છે તેના ક્ષણ-આવલિકાદિ પર્યાયો છે, અને કર્મની દીર્ઘસ્થિતિ એ છે કે આટલી ક્ષણ સુધી વર્તમાનમાં બંધાયેલું કર્મ અવસ્થિત રહે. આનાથી એ પ્રાપ્ત થયું કે કર્મની સ્થિતિનો વ્યવહારનયને અભિમત એવી અમુક ક્ષણો સાથે સંબંધ છે. તેથી કાલસંબંધરૂપ એવી તે સ્થિતિનું અપવર્તન થઈ શકે નહિ, પરંતુ પ્રયત્નનો વિષય કર્મ જ બની શકે તેથી પ્રયત્નથી કર્મનો નાશ થઈ શકે, અને તે જ અપવર્તન પદાર્થ છે. એ પ્રમાણે પૂર્વપક્ષીનું કહેવું છે.
આ પ્રમાણે પૂર્વપક્ષીએ અપવર્તના ધ્વંસરૂપ છે પણ સ્થિતિના હૃસ્વીકરણરૂપ નથી એમ જે સ્થાપન કર્યું, તેનું નિરાકણ કરતાં ગ્રંથકાર કહે છે – આ વાત બરાબર નથી, કેમ કે બહુકાલભોગ્ય ધાન્યરાશિને જેમ ભસ્મક રોગી શી ભોગવી લે છે, તેમ પ્રાયશ્ચિત્તાદિથી કર્મની સ્થિતિનો જ નાશ થાય છે. અને જેમ ભસ્મક રોગી ધાન્યને ખાધા વગર ધાન્યની સમાપ્તિ કરી શકતો નથી, તેમ બંધાયેલાં કર્મોનો વિપાકોદયથી ભોગ કરવો પડે; અને તેવા દ્રવ્ય-ક્ષેત્રાદિની પ્રાપ્તિ ન થાય તો અવશ્ય પ્રદેશથી પણ અનુભવ કરવો પડે છે, પરંતુ પ્રદેશથી અનુભવ કર્યા વગર કોઈ કર્મનો નાશ શક્ય નથી. તેથી પ્રાયશ્ચિત્તાદિથી કર્મનો નાશ માની શકાય નહિ. અને પ્રદેશથી અનુભવ સ્વીકારીએ તો લાંબા સમય પછી ભોગવવા યોગ્ય કર્મોની સ્થિતિ ટૂંકી થઇ તેમ જ સ્વીકારવું પડે. અને પ્રદેશાનુભવથી ભોગ આવશ્યક જ છે. આથી કરીને જ કૃતનાશ-અકૃતાગમાદિ દોષ પણ નથી. તે આ રીતે
અહીં પૂર્વપક્ષીને એ કહેવું છે કે, જો કર્મની સ્થિતિનો નાશ સ્વીકારવામાં આવે તો લાંબા કાળ ભોગવવું પડે એવું જે કર્મ પોતે કર્યું હતું, તે ભોગવવું ન પડવાથી કૃતનાશ દોષ પ્રાપ્ત થશે. અને જેનો કાળ પ્રાપ્ત થયો નથી એવા કર્મનો પણ જો ઉપક્રમ થઈ જતો હોય તો, એ વખતે ઉદયમાં આવે એવું કર્મ પોતે ન કર્યું હોવા છતાં ઉદયમાં