________________
• .....અધ્યાત્મમતપરીક્ષા
ગાથા - ૧૦૧ નાદ'- પહેલો વિકલ્પ =તસ્વભાવકર્મહેતુ જ તદ્અપવર્તનનો હેતુ છે એવું કહી શકાશે નહિ, કારણ કે ઉત્પત્તિ સમનંતર જ તદ્અપવર્તનાનો પ્રસંગ આવશે. અર્થાત્ કર્મના હેતુઓથી કર્મોત્પત્તિ પછી તરત જ તેઓની અપવર્તના થઈ જવાની આપત્તિ આવશે. “ તિયઃ- બીજો વિકલ્પ સ્વહત ઉપસ્થિત થયેલા તે કર્મોની અપવર્તના સ્વભાવથી જ થાય છે એવું પણ કહી શકાશે નહિ, કારણ કે કારણ વિના જ (સ્વભાવથી જ) કાર્યની ઉત્પત્તિનો પ્રસંગ આવશે.
6
વિતતર્મળ મુ.પુ. પાઠ છે ત્યાં હસ્તલિખિત પ્રતમાં “હેવિતતર્યો 'પાઠ છે પરંતુ ત્યાં તૂરતતત્વો ' પાઠ હોવાની સંભાવના છે.
ભાવાર્થ - પૂર્વપક્ષીનું કહેવું એ છે કે જીવના અધ્યવસાયથી કર્મ બંધાય છે, અને તે બંધાયેલાં કર્મો કેટલાંક અપવર્તનીય હોય છે અને કેટલાંક અનાવર્તનીય હોય છે, અને જે અપવર્તનીય છે તેની અપવર્તના પણ સ્વભાવથી જ થાય છે પણ જીવના પ્રયત્નથી નહીં. તેને સિદ્ધાંતકાર કહે છે કે, જે હેતુથી અપવર્તનીયકર્મ બંધાયું તે હેતુજ તે કર્મના અપવર્તનનું કારણ છે એમ કહેવારૂપ પ્રથમ વિકલ્પ બરાબર નથી, કેમ કે અપવર્તનીય કર્મબંધનો અધ્યવસાય જે ક્ષણમાં છે, તે જ ક્ષણમાં અપવર્તનીય કર્મો બંધાય છે અને તે બંધાવાની સાથે જ અપવર્તનનો પ્રસંગ પ્રાપ્ત થાય. (અહીં ઉત્પત્તિ સમનંતરનો અર્થ ઉત્પત્તિની સાથે જ ગ્રહણ કરવાનો છે, પરંતુ ઉત્પત્તિ અનંતર પ્રહણ કરવાનો નથી.)
આ રીતે પ્રથમ વિકલ્પમાં દોષ આવવાથી પૂર્વપક્ષી કહે કે, અપવર્તનીયકર્મ પોતાના હેતુરૂપ અધ્યવસાયથી બંધાય છે, અને બંધાયા પછી જીવના પ્રયત્ન વગર સ્વભાવથી જ અપવર્તન પામે છે. આ બીજા વિકલ્પનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે - આ રીતે માનવામાં કારણ વગર જ કાર્યની ઉત્પત્તિનો પ્રસંગ આવશે. અર્થાતું. માટીમાં ઘટ બનવાનો સ્વભાવ છે એમ સ્વીકારીને કુંભારાદિના પ્રયત્ન વગર જ ઘટોત્પત્તિ સ્વીકારવી જેમ અનુચિત છે, તેમ અપવર્તનાના પ્રયત્ન વગર સ્વભાવથી જ અપવર્તન થયું તેમ સ્વીકારવું અનુચિત છે. અને એ જ વાતને ગાથામાં બૌદ્ધમતના પ્રવેશની આપત્તિરૂપે કહેલ છે. કેમ કે બૌદ્ધમત ઘટાદિ કાર્યને પણ સ્વભાવથી જ સ્વીકારે છે, દંડાદિ સામગ્રીને તે અવજર્યસંનિધિરૂપે સ્વીકારે છે; તેમ પૂર્વપક્ષીને પણ પ્રયત્ન વગર પ્રસ્તુત સ્થાનમાં સ્વભાવથી જ કર્મનું અપવર્તન સ્વીકારવામાં, બૌદ્ધમતમાં પ્રવેશ થવાનો પ્રસંગ આવે, તેમ ગ્રંથકાર કહે છે.
ટીકા - ૩ મિનપવર્તન નામ? – ધ્વંસ વ સક, વત્ન પ્રાયશ્ચિત્તમારે માટેવ તન્ના, अन्यथा तु प्रायश्चित्तादिनैवेत्येव विशेषः। न च दीर्घस्थितिकस्य हुस्वस्थितिकापादनमपवर्त्तनं नाम, कालसंबन्धरूपायाः स्थितेरनपवर्तनीयत्वादिति चेत्? न, प्रायश्चित्तादिना कर्मणः स्थितेरेव नाशात् भस्मकेनेव बहुकालभोग्यधान्यस्थितेः, कर्मणः पुनरन्ततो धान्यराशेरिव प्रदेशानुभवरूपोऽपि भोग आवश्यक एव, अत एव न कृतनाशाऽकृतागमादिप्रसङ्गः। यदाह भाष्यकार:
कम्मोववक्कामिज्जइ अपत्तकालंपि जइ तओ पत्ता ।
अकयागमक्यनासा मोक्खाणासासणा दोसा ।। कर्मोपक्रम्यतेऽप्राप्तकालमपि यदि ततः प्राप्ताः । अकृतागमकृतनाशौ मोक्षानाश्वासता दोषाः ।।