________________
ગાથા -૧૦૧............ અધ્યાત્મ પરીક્ષા....
......... ૪૮૫ .
ભાવાર્થ - ગાથામાં કહેલ કથનનું તાત્પર્ય એ છે કે જેમ અપવર્તના કરણરૂપ હોવાથી વીર્ય વિના થતી નથી, તેમ કર્મોની ઉદીરણા પણ કરણરૂપ હોવાથી વીર્ય વિના થતી નથી. કર્મદલિકોને એક નિષેકમાંથી બીજા નિષેકમાં સ્થાનાંતર કરવારૂપ કાર્યના કારણભૂત હોવાથી વીર્યાત્મક તે કરણને પ્રયત્નરૂપ માનવું પડે છે. અને પ્રયત્ન વિના પણ કાર્ય થાય એવું માનવામાં સ્વભાવથી જ કાર્ય થાય છે એવું ફલિત થતું હોવાથી બૌદ્ધમતને સ્વીકારવાની આપત્તિ આવશે.
ટીકા - દિલીપ વીર્ય વિના પ્રવત્તિ, રત્વ અપવર્તનાવતા
ટીકાર્ય - દિ' સિદ્ધાંતકાર અનુમાન કરે છે કે વીરપ વીથ વિનાનપ્રવતિ, રવાનગપવર્તનાવતા જેમ અપવર્તના કરણરૂપ હોવાથી વીર્ય વિના થતી નથી, તેમ કર્મોની ઉદીરણા પણ કરણરૂપ હોવાથી વીર્ય વિના પ્રવર્તતી નથી.
ભાવાર્થ - આ રીતે અનુમાન કરવાથી વીર્યથી ઉદીરણા થાય છે તેમ નક્કી થાય છે. તેથી તીર્થકરને તીર્થકર નામકર્મની ઉદીચ્છા પૂર્વપક્ષીને માન્ય છે. તેથી તેને અનુકૂળ વીર્યનું પ્રવર્તન પણ પૂર્વપક્ષીએ માન્ય કરવું પડે. તેથી ભગવાનની ઉપદેશાદિમાં પ્રવૃત્તિ થતી નથી તેમ પૂર્વપક્ષી કહી શકે નહિ.
As :- अथापवर्त्तनमप्यपवर्तनीयकर्मणस्तथास्वाभाव्यादेवेति चेत्? किं तर्हि तत्स्वभावकर्महेतुरेव तदपवर्तनहेतुरुत स्वहेतूचिततत्कर्मणोऽपवर्त्तनं स्वभावादेव? नाद्यः, उत्पत्तिसमनन्तरमेव तदपवर्त्तनप्रसङ्गात्। न द्वितीयः, कारणं विना कार्योत्पत्तिप्रसङ्गात्।
ટીકાર્ચ- “મથથી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, અપવર્તના પણ અપવર્તનીય કર્મના તેવા સ્વભાવથી જ થાય છે પણ વીર્યથી નહિ, તેથી તેની જેમ ઉદીરણાને પણ સ્વભાવથી જ થતી હોવી માનવી જોઇએ.
ભાવાર્થ - કર્મબંધ (૧) અપવર્તનીય થાય (૨) અનાવર્તનીય થાય, બંનેના સ્વભાવનો ભેદ હોય છે. અર્થાત્ અપવર્તનીયકર્મ અને અનપવર્તનીયકર્મ જયારે બંધાય છે ત્યારે જ તેના સ્વભાવનો ભેદ હોય છે. અપવર્તનીયકર્મનો તેવો જ સ્વભાવ છે કે અપવર્તન પામીને ઉદયમાં આવે, તેથી ત્યાં વીર્યની જરૂર પડે નહિ. તેથી સિદ્ધાંતકારના અનુમાનમાં દષ્ટાંતની અસંગતિ છે, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે છે, તેને સિદ્ધાંતકાર લિંર્દિથી પૂછે છે –
ટીકાર્થ "તિર્ડિ' અપવર્તનીયકર્મના તેવા સ્વભાવથી જ અપવર્તન થાય છે આવું કહેવામાં તારો આશય શું છે? તસ્વભાવકર્મહેતુ જ તદ્અપવર્તનાનો હેતુ છે તેવા સ્વભાવવાળા કર્મના જે (યોગાદિ) હેતુઓ છે, તે જ અપવર્તનાના હેતુ છે? કે પોતાના હેતુથી ઉપસ્થિત થયેલા તે કર્મની અપવર્તના સ્વભાવથી જ થાય છે?