________________
૪૮૪
અધ્યાત્મમત૫રીક્ષા
ગાથા - ૧૦૧
ઉત્થાન :- પૂર્વમાં ઉદીરણાનું લક્ષણ ગ્રંથકારે બતાવ્યું અને તેનાથી એ સિદ્ધ કર્યું કે, પ્રયત્ન વગર આવી ઉદીરણા સંભવે નહિ તેથી કેવલીને પ્રયત્ન અવશ્ય હોય છે. તેથી પૂર્વપક્ષી ઉદીરણાનું લક્ષણ બીજી રીતે કરતાં ‘અથ’થી કહે છે
અવતરણિકા :- મથોયોચિતાનપરિપાાત્ પ્રત્યેવોડ્યાવનિાયાં વર્મનયન તથાવિસ્થિતિવન્યાધીનमुदीरणमिति व्यपदिश्यत इति चेत् ? अत्रोच्यते
અવતરણિકાર્ય :- ઉદયને ઉચિત કાળના પરિપાકથી પૂર્વમાં જ તથાવિધ સ્થિતિબંધને આધીન ઉદયાવલિકામાં કર્મનું નયન જ ઉદીરણા છે; એ પ્રમાણે વ્યપદેશ કરાય છે. આ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો અહીં=આ શંકાના ઉત્તરમાં, ગ્રંથકાર વડે ગાથામાં કહેવાય છે –
ભાવાર્થ :- જીવ જ્યારે કર્મ બાંધે છે તે વખતે તેવા અધ્યવસાયોને આશ્રયીને તે તે દલિકોનો સ્થિતિબંધ જ એવો થયો હોય છે કે, ઉદય-ઉચિતકાળના પરિપાકથી પૂર્વે જ તે તે દલિકો ઉદયાવલિકામાં આવી ઉદીર્ણ થઇ જાય છે. તેથી તે તે દલિકોની ઉદીરણા પોત પોતાના તેવા સ્થિતિબંધને જ આધીન હોય છે. તે ઉદીરણા માટે કોઇ પ્રયત્ન કરવો પડતો નથી. તેથી કેવલીને પ્રયત્નાભાવ હોવા છતાં જિનનામકર્મની ઉદીરણા માનવામાં કોઇ વાંધો નથી. અર્થાત્ તીર્થંકરનામકર્મની ઉદીરણા કેવલીને થાય છે, છતાં ત્યાં પ્રયત્ન માનવાનો પ્રસંગ આવતો નથી. આ પ્રકારની પૂર્વપક્ષીની શંકાની સામે ગ્રંથકાર ગાથામાં કહે છે.
અહીં વિશેષ એ છે કે પૂર્વપક્ષીના મત પ્રમાણે કર્મ જ્યારે બંધાય છે ત્યારે, તેમાં બે પ્રકારની સ્થિતિ પ્રાપ્ત થાય છે. (૧) અમુક પ્રકારનાં કર્મોમાં તેવો સ્થિતિબંધ થાય છે કે કર્મો ક્રમસર ઉદયમાં આવે છે અને (૨) અમુક પ્રકારનાં કર્મોમાં તેવો સ્થિતિબંધ થાય છે કે બંધાયા પછી અમુક કાળ રહીને ઉદયોચિતકાળના પરિપાકથી પૂર્વમાં ઉદયાવલિકામાં પ્રવેશ પામે છે. તે જ કર્મની ઉદીરણા થઇ કહેવાય છે. તેના માટે કોઇ પ્રયત્નવિશેષ કરવો પડતો નથી. આ પ્રમાણે પૂર્વપક્ષીના કથનનું તાત્પર્ય છે. દિગંબરની શંકાનો ઉત્તર આપતાં ગ્રંથકાર ગાથામાં કહે છે
णं य तं विरियविरहियं जायइ अपवत्तणव्व करणंति । केवलसहावपक्खे सुगयस्स मयं अणुण्णायं ॥१०१॥
( न च तद्वीर्यविरहितं जायतेऽपवर्त्तनेव करणमिति । केवलस्वभावपक्षे सुगतस्य मतमनुज्ञातम् ॥१०१॥ )
ગાથા:
ગાથાર્થ ઃ- અપવર્તનાની જેમ કરણ હોવાથી તે–ઉદીરણા, વીર્યરહિત થતી નથી અને કેવલસ્વભાવપક્ષમાં સુગતનો મત અનુજ્ઞાત થશે. અર્થાત્ જો વીર્ય વગર ઉદીરણા માનો તો કેવલ સ્વભાવથી થાય છે તેમ માનવું પડે, અને તે માનવામાં સ્વભાવવાદી બૌદ્ધનો મત સ્વીકારવો પડે.
* ‘મિતિ’ અહીં ‘કૃત્તિ’ શબ્દ હેતુ અર્થક છે.