________________
ગાથા - ૧૦૦
. અધ્યાત્મમત પરીક્ષા ગ્રંથકાર કહે છે કે, ખેદની વાત છે કે તો પછી તીર્થંકરનામકર્માદિનું ઉદીરણ પણ તેઓને=ભગવાનને, નહિ
••• ..?૮૩
થાય.
ઉત્થાન :- પૂર્વમાં પૂર્વપક્ષીએ ભગવાનને અશાતાની ઉદીરણાના અભાવને કારણે વાક્બયત્નના અભાવને સ્થાપન કરવા યત્ન કર્યો. તેનું નિરાકરણ કરીને હવે ઉદીરણાનું લક્ષણ બતાવીને ભગવાનને તીર્થકરનામકર્માદિની ઉદીરણાના બળથી પ્રયત્નના સંભવની યુક્તિ બતાવે છેટીકાર્ય - “3યાવંતિતઃ ઉદયાવલિકાની બહિર્વર્તિની સ્થિતિનાં દલિકોને કષાયસહિત અથવા કષાયરહિત એવા યોગસંજ્ઞાવાળા વીર્યવિશેષથી આકર્ષણ કરીને=ખેંચીને, ઉદયાવલિકામાં પ્રક્ષેપણ કરવું તે ઉદીરણા છે. એ પ્રમાણે જ તેનું =ઉદીરણાનું, લક્ષણ શાસ્ત્રકારો) માને છે, અને આ=ઉદીરણા, પ્રયત્ન વિના સંભવે નહિ. "કૃતિ' કથનની સમાતિસૂચક છે.ll૧૦૦ll , ભાવાર્થ - તાત્પર્ય એ છે કે ભગવાનને વાડ્મયત્નજન્ય ખેદલેશ છે, પરંતુ વેદનીયકર્મની ઉદીરણા અપ્રમત્ત ગુણસ્થાનકથી બંધ થવાથી ભગવાનને નથી, એ પ્રમાણે સિદ્ધાંત છે.
અહીં પૂર્વપક્ષી એમ કહેવા માંગે છે કે, ભગવાનને અશાતાની ઉદીરણા નથી એમ જો તમે માનો છો તો ભગવાનને વામ્પ્રયત્ન પણ માનવો જોઈએ નહિ. તેને સિદ્ધાંતકાર કહે છે કે વાક્બયત્નને કારણે ખેદની ઉદીરણા થતી હોય તો સુખની પણ ઉદીરણા થવી જોઇએ. પૂર્વપક્ષીને પણ કેવલીને સુખનો અનુભવ છે તે સંમત છે, પરંતુ સુખની ઉદીરણા સંમત નથી. તેથી દિગંબરોને સુખની ઉદીરણા માનવાનો પ્રસંગ પ્રાપ્ત થશે.
સુખની ઉદીરણાના પ્રસંગનું નિવારણ કરતાં ‘ગથ'થી ગળુપમ:' સુધીનું કથન પૂર્વપક્ષીએ કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, યદ્યપિ શાતાવેદનીયના ઉદયથી સુખ પેદા થાય છે, પરંતુ મોહનો અભાવ હોવાથી કેવલીને સર્વથા પ્રવૃત્તિ હોતી નથી. તેથી કર્મના ઉદયથી પેદા થયેલા સુખને પણ દિગંબરોએ ક્ષાયિક તરીકે પરિભાષા કરે છે. કેમ કે તે સુખનો અનુભવ કર્મબંધનું કારણ બનતો નથી પરંતુ મોક્ષનું જ કારણ બને છે. જો કર્મના ઉદયકૃત તે ભાવ હોય તો કર્મબંધનું કારણ થવું જોઇએ, પરંતુ મોહના અભાવને કારણે સુખનો અનુભવ કર્મબંધનું કારણ બનતું નથી. તેથી ઔદયિક એવા સુખની ક્ષાયિક તરીકે પરિભાષા કરેલ છે, એમ તે કહે છે. તેથી જ પૂર્વપક્ષી કહે છે કે કેવલીને કોઈ પ્રયત્ન નથી માટે ક્ષાયિક સુખનો અનુભવ હોવા છતાં શતાવેદનીયની ઉદીરણા માનવાનો પ્રસંગ અમને પ્રોત થશે નહિ.
તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતકાર કહે છે કે, તો પછી મોહનો અભાવ હોવાથી તીર્થકર નામકર્માદિની ઉદીરણા પણ ભગવાનને થવી જોઈએ નહિ. અને તીર્થકર નામકર્માદિની ઉદીરણા પૂર્વપક્ષીને અભિમત છે.
માટે કેવલીનો બોલવામાં યત્ન હોવા છતાં, અપ્રમત્તભાવને કારણે જેમ સુખની ઉદીરણા થતી નથી તેમ, ખેદની પણ ઉદીરણા થતી નથી તેમ માનવામાં કોઈ દોષ નથી. , ઉદયાવલિકાની ઉપરની સ્થિતિઓમાં રહેલાં દલિકોને યોગસંજ્ઞક સકષાય કે અકષાય વીર્યવિશેષથી ખેંચીને
ઉદયાવલિકામાં નાંખવાં તે ઉદીરણા કહેવાય છે. આવી ઉદીરણા પ્રયત્ન વગર અસંભવિત છે. તીર્થકર નામકર્માદિની ઉદીરણા પૂર્વપક્ષીને પણ સંમત છે, અને ઉદીરણા પ્રયત્ન વિના સંભવતી નથી; તેથી પર્વપક્ષીને પ્રયત્ન માનવો પડે. અને કેવલીને જો ઉદીરણાને અનુકુળ પ્રયત્ન માની શકાય, તો ઉપદેશમાં પ્રયત્ન માનવામાં કોઈ દોષ નથી. ll૧૦oll