________________
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા - ૯૯-૧૦૦
૪૮૨ જ થાય છે, તેથી અપ્રમત્તદશામાં જીવ માત્ર આત્મભાવમાં જ રહે છે બાહ્ય પ્રવૃત્તિ કરતો નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે, મન-વચન અને કાયાના યોગોને ઉચિત પ્રવૃત્તિ છોડીને જેમ તેમ પ્રવર્તાવવા, તે રૂપ યોગનું દુષ્પ્રણિધાન એ જ પ્રમાદભાવ છે; અને તે પ્રમાદની અંદર સર્વ પ્રમાદના ભેદોનો અંતર્ભાવ થઇ જાય છે, તેથી અપ્રમત્ત મુનિઓ યોગદુપ્રણિધાનરૂપ પ્રમાદનો ત્યાગ કરે છે. આમ છતાં, તેઓએ ઉચિત પ્રવૃત્તિ કરવાના સુપ્રણિધાનનો ત્યાગ કરેલ નથી, તેથી તેઓ ઉચિત પ્રવૃત્તિઓને કરે છે; અર્થાત્ પ્રશસ્ત રાગદશામાં જીવને ભગવાનના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવાનું સુપ્રણિધાન હોય છે, તેથી જ વચનના સ્મરણપૂર્વક તેઓ ઉચિત પ્રવૃત્તિ કરે છે. અને અપ્રમત્તદશામાં વચનના સ્મરણ વગર પૂર્વે કરાયેલા સુપ્રણિધાનના બળથી ઉચિત પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, અને તે ઉચિત પ્રવૃત્તિ યોગનિરોધના પૂર્વકાળ સુધી કેવલીઓને પણ હોય છે. કેમ કે જ્યાં સુધી યોગનિરોધ કરવામાં ન આવે ત્યાં સુધી તે યોગો કાં ઉચિત પ્રવૃત્તિરૂપે કાં અનુચિત પ્રવૃત્તિરૂપે પ્રવર્તી શકે પરંતુ અપ્રમાદભાવ હોવાને કારણે તે યોગો હંમેશાં ઉચિત પ્રવૃત્તિરૂપે પ્રવર્તતા હોય છે, યોગનિરોધ કર્યા પછી ઉચિત પ્રવૃત્તિનો અભાવ પ્રાપ્ત થાય છે. III
અવતરણિકા :- અથ વાગ્નિમિપ્રવાળાવતાં જીવોવીરપ્રભŞમાશવાદ
--
અવતરણિકાર્ય :- ભગવાનને વચનનિર્ગમપ્રયત્નથી=ભાષા બોલવાના પ્રયત્નથી, ખેદની ઉદીરણાનો પ્રસંગ આવશે, (એવી) પૂર્વપક્ષી તરફથી આશંકા કરીને ગ્રંથકાર ગાથામાં કહે છે
ગાથા:
ण य वयणपयत्तेणं खेअस्सोदीरणं जिणिदस्स । इहरा सुहस्स पावइ तं ण वा अण्णपयडीणं ॥ १०० ॥
( न च वचनप्रयत्नेन खेदस्योदीरणं जिनेन्द्रस्य । इतरथा सुखस्य प्राप्नोति तन्न वेतरप्रकृतीनाम् ॥१००॥ )
ગાથાર્થ :- વચનપ્રયત્નથી ખેદનું ઉદીરણ જિનેન્દ્રને નથી. ‘ફતરથા’=જો ખેદનું ઉદીરણ માનવામાં આવે તો, સુખનું તે=ઉદીરણ, પ્રાપ્ત થશે; અથવા=સુખની ઉદીરણા ન માનીએ તો, ઈતરપ્રકૃતિઓનું=તીર્થંકરનામકર્માદિરૂપ ઈતરપ્રકૃતિઓનું, ઉદીરણ પ્રાપ્ત થશે નહિ.
ટીકા :- ‘વાવપ્રયભનન્ય: લેવોશ' કૃતિ વિ મ વીરિત વ ચાત્તહિ સુધમપિ તેમાં વાયયો માઘુવીરणीयमेव प्रसज्येत। अथ मोहाभावादप्रवृत्तिमतां भगवतां सुखमपि काययोगाद्यनपेक्षं क्षायिकमेवाभ्युपेम इति चेत् ? हन्त तर्हि तीर्थकरनामकर्माद्युदीरणमपि तेषां न स्यात् । ' उदयावलिकातो बहिर्वर्त्तिनीनां स्थितीनां दलिकं कषायसहितेनासहितेन वा योगसंज्ञकेन वीर्यविशेषेणाकृष्योदयावलिकायां प्रक्षेपणमुदीरणा' इति हि तल्लक्षणमामनन्ति, न चैतद्विना प्रयत्नं संभवीति ॥ १०० ॥
ટીકાર્ય :- ‘વાવયભનન્ય: ' - વાપ્રયત્નજન્ય ખેદલેશ છે, એથી કરીને જો તે=ખેદલેશ, ભગવાનને ઉદીરિત જ છે તો સુખ પણ તેઓને=ભગવાનને, કાયયોગાદિથી ઉદીરણીય જ=ઉદીરણા કરવા યોગ્ય જ, પ્રાપ્ત થશે. ‘અથ’સુખના ઉદીરણના પ્રસંગનું નિવારણ કરતાં‘અથ’થી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે મોહનો અભાવ હોવાથી અપ્રવૃત્તિવાળા ભગવાનને સુખ પણ કાયયોગાદિનિરપેક્ષ ક્ષાયિક જ અમે સ્વીકારીએ છીએ. તેનો ઉત્તર આપતાં