________________
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
ગાથા -૯૯. . . . . . . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા ........૪૮૧ ભાવાર્થ :- તાત્પર્ય એ છે કે અપ્રમત્ત મુનિની પ્રવૃત્તિ ઉચિત પ્રવૃત્તિરૂપ છે. તેનાથી એ નક્કી થાય છે કે પ્રમાદઅપૂર્વત્વ એ પણ ઉચિત પ્રવૃત્તિરૂપ છે, અને પ્રમત્તસંયત સુધીની ઉચિત પ્રવૃત્તિમાં અપ્રશસ્ત રાગદ્વેષ અપૂર્વકત્વ છે, તેથી ઉભય અપૂર્વકત્વલક્ષણ ઔચિત્યદ્વય સિદ્ધ જ છે. તેથી તેના અંતર્ભાવ દ્વારા અર્થાત્ બે પ્રકારના ઔચિત્યને ગ્રહણ કરીને બે પ્રકારના કારણોની કલ્પના પ્રામાણિક જ છે. તેવી કલ્પના ન કરવામાં આવે તો અપ્રમત્ત મુનિઓને પણ રાગથી જ પ્રવૃત્તિ માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. રાગથી તેમને પ્રવૃત્તિ છે તેમ સ્વીકારીએ તો અપ્રમત્તભાવનો વ્યાઘાત થાય. તેથી ઉક્ત કારણતાદ્વયની કલ્પનાનું પ્રામાણિકપણું છે. ઉત્થાન -પૂર્વમાં યુક્તિથી બતાવ્યું કે કારણતાદ્વયની કલ્પનામાં ગૌરવ હોવા છતાં વસ્તુની સંગતિ કારણતાદ્વયથી થઈ શકે છે, તેથી તે ગૌરવ ફલમુખ ગૌરવ છે; જયારે એક જ પ્રશસ્ત રાગને કારણ માનવાથી લાઘવ હોવા છતાં વસ્તુની સંગતિ થતી નથી. હવે સ્વપક્ષમાં પણ ગૌરવના પરિવાર માટે એક કાર્ય-કારણભાવથી વ્યવસ્થા સંગત થાય છે, તે બતાવતાં કહે છેટીકાર્ય - ‘સતુ વા'- અથવા ઉચિત પ્રવૃત્તિત્વ-અવદેન અપ્રશસ્તરાગાદિના અભાવનું જ હેતુપણું હો. “રા' - અહીં પૂર્વપક્ષી કહે કે આ રીતે તો અનુચિત પ્રવૃત્તિત્વાવચ્છિન્ન પ્રતિ પ્રશસ્ત રાગાદિના અભાવની હેતુતામાં વિનિગમનાવિરહ છે. તેનો ઉત્તર ગ્રંથકાર આપે છે કે એમ ન કહેવું, કેમ કે અપ્રમત્તની પ્રવૃત્તિમાં વ્યભિચાર આવે છે.. ભાવાર્થઃ- કોઈ પણ ઉચિત પ્રવૃત્તિ પ્રત્યે એક જ કારણ માનવું હોય તો અપ્રશસ્ત રાગાદિના અભાવને જ માની લેવામાં કોઈ દોષ નથી. પ્રમત્ત-અપ્રમત્ત દરેકની ઉચિત પ્રવૃત્તિ પ્રત્યે અપ્રશસ્ત રાગાદિનો અભાવ હોય જ છે. અહીં પૂર્વપક્ષી કહે છે કે આ રીતે તો કોઈ પણ અનુચિત પ્રવૃત્તિ પ્રત્યે પ્રશસ્ત રાગાદિનો અભાવ હેતુ છે એવો કાર્ય-કારણભાવ માની લેવાથી, તેવા હેતુના અભાવમાં ઉચિત પ્રવૃત્તિ થાય એવું પણ અર્થથી પ્રાપ્ત થાય છે. તેથી બેમાંથી કયો કાર્ય-કારણભાવ માનવો એમાં કોઈ વિનિગમક ન હોવાના કારણે વિનિગમનાવિરહની આપત્તિ આવશે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકારે કહ્યું કે એવી આપત્તિ આવશે નહિ, કારણ કે અપ્રમત્ત યતિને પ્રશસ્ત રાગાદિનો અભાવ હોવા છતાં અનુચિત પ્રવૃત્તિ નહિ હોવાથી, તમે કહેલ કાર્ય-કારણભાવમાં આવતો વ્યભિચારદોષજ વિનિગમક હોવાથી અમે કહેલ કાર્ય-કારણભાવ સિદ્ધ થાય છે. ઉત્થાન :- અહીં પૂર્વપક્ષી કહે કે અપ્રમત્ત યતિઓને તો પ્રવૃત્તિ જ ન હોવાથી ઉચિત પ્રવૃત્તિ પણ હોતી નથી, તેથી તમે કહેલ કાર્ય-કારણભાવ સિદ્ધ થશે નહિ. તેથી કહે છેટીકાર્ય - ૪' અને અપ્રમત્ત મુનિઓને પ્રવૃત્તિ જ નથી એ પ્રમાણે સાંપ્રત નથી-યુક્ત નથી, કારણ કે યોગદુષ્પણિધાનરૂપ પ્રમાદના ત્યાગમાં પણ તેઓ વડે તસુપ્રણિધાનનો યોગના સુપ્રણિધાનનો અત્યાગ છે, સર્વથા યોગનિરોધનું શૈલેશીઅવસ્થાભાવિપણું છે અર્થાત્ સર્વથા યોગનિરોધ તો શૈલેશી અવસ્થામાં હોય છે, એથી કરીને વારંવાર કહેવા છતાં (આયુષ્યમાનની) કેમ વિસ્મરણશીલતા છે? અર્થાત્ વારંવાર કહેવા છતાં તમે કેમ ભૂલી જાઓ છો? (‘વિતિ' શબ્દ વાત્' અર્થમાં છે.) I૯૯II ભાવાર્થ-પૂર્વપક્ષીને એ કહેવું છે કે અપ્રમત્ત મુનિઓને પ્રવૃત્તિ હોતી નથી. તેમના મત પ્રમાણે પ્રવૃત્તિ પ્રમાદથી
A-C