________________
ગાથા -૯૯ [માવ. નિ. ૭૮]
અધ્યાત્મમત પરીક્ષા................
૪૭૧
१ केवलनाणेणत्थे णाउं जे तत्थ पनवणजोग्गे ।
ते भासइ तित्थयरो वयजोग सुअं हवइ सेसं ॥ ति
ટીકાર્ય - “શ્રોતi' - શ્રોતાઓને ભાવકૃતનું કારણ હોવાથી દ્રવ્યશ્રતપણાને આસ્કંદન કરતી=પામતી, વાગ્યોગથી જન્મ જ ભગવાનની ભાષા અનારમયી કેવી રીતે હોઈ શકે? અર્થાત્ અનક્ષરમયી ન હોય. ('હિ
વીકારાર્થક છે.) અહીં પૂર્વપક્ષી કહે છે કે ભાષા પ્રતિ વાગ્યોગરૂપ હેતુનો અભાવ છે–વાગ્યોગ ભગવાનને નથી, તેનું કારણ ભગવાનને મોહ નહિ હોવાથી ઇચ્છા નથી. તેથી ગ્રંથકાર કહે છે
'- અહીં હેતુનો અભાવ બાધક નથી જ, તેમાં હેતુ કહે છે- (ભગવાનને) ભાષાપર્યાતિથી આહિત વાગ્યાગાદિનું જાગરૂકપણું છે. ભાવાર્થ:- તાત્પર્ય એ છે કે અક્ષરમયી ભાષા પ્રત્યે કાયયોગ દ્વારા ભાષાવર્ગણાને ગ્રહણ કરીને, ભાષાપર્યામિના અવલંબનથી ભાષારૂપે પરિણમન કરવાનો યત્ન જીવ કરે છે. તદુત્તરમાં ભાષારૂપે પરિણમન પામેલા તે પુદ્ગલોનું અવલંબન લઈને, જે વીર્ય પ્રવર્તે છે તે વચનયોગ છે. ભગવાનને પણ ભાષાપર્યાતિ છે, તેથી તેનાથી આહિત એવો વચનયોગ ભગવાનને પણ હોઈ શકે છે. તેમાં કેવલજ્ઞાન પ્રતિબંધક બનતું નથી, તેથી ભગવાન અક્ષરમયી ભાષા બોલે છે. દૂર અહીં ‘વાગ્યાગાદિમાં “આદિપદથી જિનનામકર્મનો ઉદય ગ્રહણ કરવો, કેમ કે જિનનામકર્મ પણ દેશનાદિ દ્વારા જ ક્ષયને પામે છે. તેથી વાગ્યોગ અને તીર્થંકર નામકર્મનું જાગરૂકપણું હોવાથી હેતુનો અભાવ ભગવાનને નથી. ઉત્થાન :- અહીં પૂર્વપક્ષી કહે છે કે, અભિલાપજનક શ્રુતજ્ઞાનનો ભગવાનને અભાવ હોવાથી તે બાધક બને છે. તેથી કહે છે
ટીકાર્ય -“ઘ' અને અભિલાપજનક શ્રુતજ્ઞાનનો અભાવ બાધક નથી. તેમાં હેતુ કહે છે- અભિલાપ સમાનાકાર જ્ઞાનમાત્રનું જ અભિલાપનું પ્રયોજકપણું છે. ભાવાર્થ તાત્પર્ય એ છે કે દિગંબર શ્રુતજ્ઞાનને અભિલાપમાં કારણ કહે છે, અને તેમનું એ કહેવું છે કે ભગવાનને શ્રુતજ્ઞાન ન હોવાથી અભિલાપ કેવી રીતે હોઈ શકે? તેનો ઉત્તર ગ્રંથકાર આપે છે કે અભિલાપની સમાન આકારવાળું કોઈપણ જ્ઞાન અભિલાપનું પ્રયોજક બની શકે છે. ભગવાનને શ્રુતજ્ઞાન નથી પરંતુ કેવલજ્ઞાન છે, તેથી અભિલાષની સમાન આકારવાળા કેવલજ્ઞાનથી પણ તેવો અભિલાપ થઈ શકે છે. એ જ વાતને પુષ્ટ કરતાં ‘મત 'થી કહે છે
१. ' केवलज्ञानेनार्थान् ज्ञात्वा ये तत्र प्रज्ञापनयोग्याः । तान् भाषते तीर्थंकरो वाग्योगः श्रुतं भवति शेषम् ।।