________________
૪૭૨.
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા - ૯૯
ટીકાર્ય :- ‘અત વ’ આથી કરીને જ=અભિલાપ સમાનાકાર જ્ઞાનમાત્રનું જ અભિલાપનું પ્રયોજકપણું છે, આથી કરીને જ, કહેલું છે –
‘વનનાળેળ' કેવલજ્ઞાન વડે અર્થોને જાણીને જે અર્થો ત્યાં=ઉપદેશમાં, પ્રજ્ઞાપનને યોગ્ય છે=પ્રજ્ઞાપનીય છે=શ્રોતાને લાભ ક૨વા માટે યોગ્ય છે, તેને તીર્થંકર બોલે છે, તે ભગવાનનો વચનયોગ છે; અને તે શેષ–અપ્રધાન =દ્રવ્યશ્રુત છે (=પ્રધાન દ્રવ્યશ્રુત છે.)
ભાવાર્થ :- અહીં પ્રજ્ઞાપનને યોગ્ય ભગવાન કહે છે એમ કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, પ્રજ્ઞાપન કરવું તે પ્રજ્ઞાપના અને તેને યોગ્ય તે પ્રજ્ઞાપનાયોગ્ય અને ભગવાન તેને જ કહે છે, અપ્રજ્ઞાપનીય કહેતા નથી. પ્રજ્ઞાપનીય પણ સર્વ નથી કહેતા, પરંતુ ગ્રહણ કરનારની શક્તિની અપેક્ષાએ જે યોગ્ય હોય તે કહે છે. અને તે ભગવાનનો વચનયોગ જ છે અને તે શેષ શ્રુત થાય છે. તેનું તાત્પર્ય એ છે કે ભાવશ્રુતજ્ઞાનનું કારણ હોવાથી શેષ=અપ્રધાન, કહેલ છે. અપ્રધાન=દ્રવ્યશ્રુત છે એમ જાણવું. દ્રવ્યશ્રુત ભાવશ્રુતનું કારણ છે તેથી ભાવશ્રુત પ્રધાન છે. શેષ અપ્રધાન છેદ્રવ્યશ્રુત છે. અપ્રધાનનો અર્થ ‘દ્રવ્યશ્રુત' કરેલ છે, બાકી તે પ્રધાન દ્રવ્યશ્રુત છે.
ટીકા :- અથ પ્રજ્ઞાપનીયાનાં પ્રીતુÉળયો યાનામેવ ચાર્થીનાં માષળે નિ નિયામ? કૃત્તિ ચેત્રે અમૂહलक्षस्य भगवतस्तथास्वाभाव्यमेवेति गृहाण । एतेन रागद्वेषरूपहेत्वभावोऽपि निरस्तः, एतयोरनृतभाषायामेव हेतुत्वात्।
ટીકાર્થ :- ‘અથ’થી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે ભગવાનને પ્રજ્ઞાપનીય અને ગ્રહણ કરનાર જીવના ગ્રહણ યોગ્ય જ અર્થના ભાષણમાં નિયામક શું છે?
ગ્રંથકાર તેનો ઉત્તર આપે છે
‘અમૂઢ’ અમૂઢલક્ષવાળા ભગવાનનું તથાસ્વાભાવ્ય જ (છે) એ પ્રમાણે જાણ.
‘તેન’- આનાથી=અમૂઢલક્ષવાળા ભગવાન તથાસ્વભાવથી જ પ્રજ્ઞાપનીય અને ગ્રહીતુને ગ્રહણયોગ્ય એવા અર્થોનું ભાષણ કરે છે આનાથી, કેવલીમાં રાગદ્વેષરૂપ હેતુનો અભાવ છે એથી કેવલી બોલવાનો પ્રયત્ન કરતાં નથી એ પણ નિરસ્ત જાણવું, કેમ કે આ બેનું=રાગ-દ્વેષનું, અમૃતભાષામાં હેતુપણું છે.
ભાવાર્થ :- ‘થ’થી પૂર્વપક્ષીને એ કહેવું છે કે, તમારા ભગવાન શ્રોતાને પ્રજ્ઞાપનીય અને ગ્રહણયોગ્ય જ ચોક્કસ બોલે છે, માટે ભગવાનને રાગ છે. વીતરાગ એવા ભગવાનને પક્ષપાત ન હોવાથી ચોક્કસ બોલવું ન સંભવે, અને તમારા ભગવાન ચોક્કસ બોલે છે, તેમાં નિયામક કોણ છે? તેનો ઉત્તર ગ્રંથકાર આપે છે કે અમૂઢલક્ષવાળા ભગવાનનો તેવો સ્વભાવ જ છે. તેનું તાત્પર્ય એ છે કે પ્રજ્ઞાપનીય અને ગ્રહણ કરનારને ગ્રહણયોગ્ય જ અર્થોને બોલે તેવો ભગવાનનો સ્વભાવ જ છે. ભગવાનનો તેવો સ્વભાવ કેમ છે? એ બતાવવા માટે અમૂઢલક્ષવાળા એવું વિશેષણ ભગવાનનું કહ્યું છે. તેનો ભાવ એ છે કે સામી વ્યક્તિને ઉપકાર કરવાનું જે લક્ષ છે તે ક્યારેય નિષ્ફલ ન જાય તેવા અમૂઢલક્ષવાળા ભગવાન છે ભગવાન લક્ષમાં મોહ પામેલા નથી માટે