________________
ગાથા ૯૯..... . અધ્યાત્મમત પરીક્ષા.
૪૬૯ ARSE:- यत्पुनरुक्तं- 'परपरिणामोऽवन्ध्यबन्धनिदानं' इति तन्न, तदुपहितमिथ्यात्वादिभिरेव बन्धसंभवे तदुपक्षयात्। अत एव 'श्रोतृणां घटादिज्ञानस्य स्वेष्टसाधनताज्ञानात्तत्र प्रयोक्तुरिच्छा, तत इष्टघटादिज्ञानसाधनतया घटादिपदे तत्साधनतया च कण्ठताल्वाद्यभिघातादाविच्छा, ततः प्रवृत्त्यादिक्रमेण घटादिपदप्रयोगः, इत्येतादृशपरिपाट्याः केवलिनामभावान्न ते शब्दप्रयोक्तारः किन्तु विस्त्रसात एव मूों निरित्वरा ध्वनयः श्रोतृणां स्वस्वभाषात्वेन परिणमय्यार्थविशेषं बोधयन्ती'ति प्रत्युक्तमित्याह
અવતરણિકાર્ય :- જે વળી ગાથા-૯૭માં પરપરિણામ અવંધ્ય બંધનું કારણ છે એ પ્રમાણે કહ્યું તે બરાબર નથી. તેમાં હેતુ કહે છે- તદુપહિત=પરપરિણામથી ઉપહિત, મિથ્યાત્વાદિથી જ બંધના સંભવમાં તેનો=પર પરિણામનો ઉપક્ષય છે.
દ પરદ્રવ્યના પરિણામથી આત્મામાં જે પરિણામ થાય તે પરપરિણામથી ઉપહિત કહેવાય. ભાવાર્થ-તાત્પર્ય એ છે કે પૂર્વપક્ષીનું એ કહેવું છે કે, કેવલીને પ્રયત્ન માનવામાં આવે તો તે પ્રયત્ન પુગલવિષયક હોવાથી પરપરિણામરૂપ છે, અને તે અવશ્ય બંધનું કારણ છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે, તે વાત બરાબર નથી, અને તેમાં હેતુ કહ્યો કે પરમાં પ્રવૃત્તિરૂપ પરપરિણામથી ઉપહિત એવા મિથ્યાત્વાદિથી બંધનો સંભવ છે. તેનો ભાવ એં છે કે જયારે વ્યક્તિ પરપદાર્થમાં પ્રયત્ન કરે છે ત્યારે, તેના કારણે મિથ્યાત્વાદિ કોઈ પરિણામ જીવમાં પેદા થાય તો તેનાથી કર્મબંધ થાય છે, પરંતુ મિથ્યાત્વાદિ કોઈ પરિણામ જીવમાં પેદા ન થાય તો કર્મબંધ ન થાય. તેથી પરપરિણામ મિથ્યાત્વાદિને પેદા કરીને ઉપક્ષય પામે છે .
અહીં વિશેષ એ છે કે જેમ જપાકુસુમથી સ્ફટિકમાં રક્તપણું આરોપિત થાય છે તેમ પરપદાર્થમાં પ્રવૃત્તિ કરવાથી જીવમાં મિથ્યાત્વાદિનો પ્રાદુર્ભાવ થાય છે, તે મિથ્યાત્વાદિથી જ કર્મબંધ છે. તેથી પરમાં પ્રવૃત્તિરૂપ પર પરિણામ મિથ્યાત્વાદિને પેદા કરીને ચરિતાર્થ થઈ જાય છે, માટે કર્મબંધનું કારણ પર પરિણામ નથી પણ મિથ્યાત્વાદિ છે. ફક્ત જે જીવન પર પરિણામ દ્વારા મિથ્યાત્વાદિ પેદા થતાં નથી તેને કર્મબંધથતો નથી. પરપરિણામ કોઇકને મિથ્યાત્વનું કારણ બને છે તો કોઈકને મિથ્યાત્વનું કારણ ન બનતાં અવિરતિનું કારણ બને છે, તો કોઈકને ફક્ત કષાયનું કારણ બને છે; પરંતુ કેવલીને તે પરપરિણામ મિથ્યાત્વાદિમાંથી કોઇનું કારણ બનતો નથી, તેથી પરપરિણામ કર્મબંધનું કારણ નથી. દ અહીં તલુપહિથ્યિાત્વામિ:' કહ્યું એમાં આદિથી અવિરતિ અને કષાયને લેવાના છે, યોગને ગ્રહણ કરવાનો નથી. જો કે યોગકૃત કર્મબંધ કેવલીને પણ છે અને તે પરપરિણામકૃત જ છે, પરંતુ સ્થિતિનિબંધન તે કર્મબંધ નથી, તેથી અહીં યોગકૃત બંધની વિવક્ષા કરેલ નથી.
અવતરણિકાર્ય ચાલુઃ ‘ગત ’ આથી કરીને જ પરપરિણામ અવંધ્ય બંધનું કારણ છે એ પ્રમાણે કહ્યું તે વાત બરાબર નથી આથી કરીને જ, વક્ષ્યમાણ પૂર્વપક્ષીની માન્યતા પ્રત્યુક્ત છે. તે વફ્ટમાણ માન્યતા આ પ્રમાણે છેશ્રોતાના ઘટાદિજ્ઞાનમાં સ્વ-ઈષ્ટસાધનતાનું જ્ઞાન થવાથી ત્યાં=શ્રોતાને ઘટાદિજ્ઞાન કરાવવામાં, પ્રયોક્તાની ઇચ્છા થાય છે. ત્યારપછી ઈષ્ટઘટાદિજ્ઞાનના સાધનપણાથી ઘટાદિપદમાં (ઇચ્છા થાય છે). અને તતુ