________________
ગાથા - ૯૮
અધ્યાત્મમત પરીક્ષા...... Ast:- यस्तु ब्रुते पुद्गलस्कन्धविशेषस्येव भगवतोऽपि लोकव्याप्तिः स्वभावत एवेति स एवं प्रतिबोधनीयो यत्तत्कार्यानुकूलपरिणाम एव जीवस्य प्रयत्न इति।अत एव कर्मबन्धः प्रायोगिकोऽभ्रादिबन्धस्तु वैश्रसिक इति व्यवस्था॥१८॥
ટીકાર્ય -“' - જે વળી કહે છે કે પુગલસ્કંધવિશેષની જેમ અચિત્ત મહાત્કંધની જેમ, ભગવાનની પણ લોકવ્યામિ સ્વભાવથી જ છે. તે આ પ્રકારે=પૂર્વમાં કહ્યું કે કેવલાભોગ દ્વારા-કેવલજ્ઞાનના ઉપયોગ દ્વારા, ઇચ્છા વગર પણ કેવલીને સમુદ્યાતાદિમાં પ્રવૃત્તિ છે એ પ્રકારે, પ્રતિબોધ કરવા યોગ્ય છે. જે કારણથી જીવનો તત્કાર્યઅનુકૂળ પરિણામ જs(પ્રસ્તુતમાં) લોકવ્યાપ્તિરૂપ કાર્યાનુકૂળ પરિણામ જ, પ્રયત્ન પદાર્થ છે.
ભાવાર્થ - તાત્પર્ય એ છે કે પૂર્વપક્ષીને એ કહેવું છે કે, પ્રવૃત્તિ મોહથી જ થાય છે તેથી પ્રવૃત્તિથી અવશ્ય કર્મબંધ થાય છે. માટે કેવલીને સમુઘાતમાં પણ પ્રયત્ન નથી પરંતુ સ્વભાવથી જ તેઓ સમુઘાત કરે છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે જીવનો તે કાર્યને અનુકૂળ પરિણામ જ પ્રયત્ન પદાર્થ છે, તેથી કેવળીને પણ સમુદ્ધાતને અનુકૂળ એવો જે પરિણામ છે, તે યત્નસ્વરૂપ છે માટે પ્રયત્નથી જ કેવલી સમુદ્ધાત કરે છે.
ટીકાર્ય - સતાવ'- આથી કરીને જ=આ કાર્ય હું કરું એવી ઇચ્છાપૂર્વકનો કાર્યને અનુકૂળ પરિણામ એટલો જ માત્ર પ્રયત્ન પદાર્થ નથી, પરંતુ “આ કાર્ય હું કરું' એવી ઇચ્છા વગર પણ તે કાર્યને અનુકૂળ એવો પરિણામ પણ પ્રયત્ન પદાર્થ છે. આથી કરીને જ, કર્મબંધ પ્રાયોગિક છે અને અબ્રાદિબંધ વૈઋસિક છે એ પ્રમાણે વ્યવસ્થા છે. I૯૮II
ભાવાર્થ: તાત્પર્ય એ છે કે “હું કર્મ બાંધું” એવી ઇચ્છાપૂર્વક કર્મબંધને અનુકૂળ પરિણામ જીવ કરતો નથી. આમ, છતાં, કર્મબંધને અનુકૂળ પરિણામ જીવમાં વર્તે છે અને તે પ્રયત્ન પદાર્થ છે. આથી કરીને જ કર્મબંધને પ્રાયોગિક કહેવાય છે, જ્યારે અબ્રાદિમાં તે કાર્યને અનુકૂળ એવો કોઈ પરિણામ નથી=અબ્રાદિ જીવોના શરીરરૂપ પુદ્ગલોમાં તે કાર્યને અનુકૂળ પરિણામ છે, પરંતુ અભ્રાદિના જીવોમાં તે કાર્યને અનુકૂળ પરિણામ નથી; તેથી અભ્રાદિબંધ વૈઋસિક છે. જેમ અચિત્ત મહાત્કંધમાં તે કાર્યને અનુકૂળ તેવો પરિણામ છે તે વૈઋસિક છે, તેમ અબ્રાદિબંધ જાણવો.
અહીં વિશેષ એ છે કે કર્મબંધ કરવાની ઇચ્છા નહીં હોવા છતાં કર્મબંધને અનુકૂળ એવો જીવમાં યત્ન છે તેથી કર્મબંધને પ્રાયોગિક કહેલ છે, તેમ કેવલીને મોક્ષમાં જવાની ઇચ્છા નહીં હોવાને કારણે યોગનિરોધ કરવાની ઇચ્છા ન હોવા છતાં યોગનિરોધને અનુકૂળ યત્ન કરે છે તેથી જ યોગનિરોધ થાય છે તેમ માનવું ઉચિત છે.
કોઈ પણ કાર્યને અનુકૂળ જીવમાં જે પરિણામ છે તે પ્રયત્નરૂપ છે, તેથી ઘરરૂપ કાર્યને અનુકૂળ કુંભારમાં પરિણામ છે માટે ઘટરૂપ કાર્ય પ્રયત્નજન્ય કહેવાય છે. જ્યારે વાદળાં બંધાવાને અનુકૂળ વાતાવરણમાં પુદ્ગલનો પરિણામ છે તે જીવનો પરિણામ નહિ હોવાથી વૈશ્રસિક કહેવાય છે. આથી જ બે પરમાણુમાં અંધ બનવાને અનુકૂળ પરિણામ થાય ત્યારે જ ક્યણુક બનતો હોવા છતાં યણુકન્કંધને વૈઋસિક પરિણામ કહેવાય છે. l૯૮ાા.