________________
અધ્યાત્મમતપરીક્ષા
ભાવાર્થ :- કહેવાનું તાત્પર્ય એ છે કે નિદ્રાદિ અવસ્થામાં જ્યારે તે તે પ્રયત્ન કરવાની કોઇ ઇચ્છા હોતી નથી ત્યારે પણ, શ્વાસોચ્છ્વાસાદિની પરંપરા ચાલુ રહે છે, એ જીવવાનું કારણ એવો જીવનયોનિ પ્રયત્ન છે.
ગાથા - ૯૮
૪૬૭
ટીકાર્ય :-‘આમોન’ - અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે (નિદ્રાદિ અવસ્થામાં આભોગ વગર શ્વાસોચ્છ્વાસનો પ્રયત્ન હોય છે, જ્યારે અમે તો) આભોગપૂર્વકના પ્રયત્ન પ્રતિ ઇચ્છાનું હેતુપણું છે તેમ કહીએ છીએ. ગ્રંથકાર તેનો ઉત્તર આપતાં કહે છે
–
‘આમોન' – આભોગપૂર્વકની ક્રિયા પ્રત્યે પણ પ્રયત્નનું હેતુપણું કેમ તને રુચતું નથી? (તેથી કેવલીની ક્રિયા આભોગપૂર્વકની હોવાથી પ્રયત્નપૂર્વક જ થાય છે.)
ઉત્થાન :- અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે છાન્નસ્થિક આભોગપૂર્વકની ક્રિયા પ્રત્યે જ પ્રયત્નનું હેતુપણું હોવાથી કેવલીને કેવલાભોગપૂર્વકની ક્રિયા પ્રયત્ન વિના પણ થાય છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે
ટીકાર્ય :- ‘છાધિ’ – છાદ્મસ્થિક આભોગપૂર્વકત્વને ગ્રહણ કરીને સમાધાન ઉભયસ્થાને · તુલ્ય છે.
ભાવાર્થ :- તાત્પર્ય એ છેકે પૂર્વપક્ષીનું એ કહેવું છે કે, છાદ્મસ્થિક આભોગપૂર્વકની ક્રિયા પ્રત્યે પ્રયત્ન હેતુ છે માટે કેવલીની ક્રિયા પ્રયત્ન વગર સંભવે છે. તેનો ઉત્તર ગ્રંથકાર આપે છે કે, છાદ્મસ્થિક આભોગપૂર્વકનો પ્રયત્ન ઇચ્છાપૂર્વકનો હોય છે, તેથી કેવલીને ઇચ્છા વગર પણ પ્રયત્ન સંભવે છે, આ રીતે સમાધાન બંને સ્થાને તુલ્ય છે.
‘નાવિદ્વિતીયપક્ષ: મુદ્દો.... સમાધાનમપ્યુમયત્ર તુલ્યમા’સુધીના કથનથી એ ફલિત થયું કે પૂર્વપક્ષીને અદૃષ્ટ એવા કર્મના કારણે ભગવાનમાં પ્રયત્ન વગર સ્થાન-નિષદ્યાદિ પ્રવૃત્તિ અભિમત છે, કેમ કે દિગંબરના મત પ્રમાણે પ્રયત્ન મોહથી થાય છે. તેને ગ્રંથકાર કહે છે કે જેમ સ્થાન-નિષદ્યાદિની ક્રિયા પ્રયત્ન વગર થઇ શકે છે એમ તું માને છે, તેમ ઇચ્છા વગર પ્રયત્ન સ્વીકારી લેવામાં કોઇ ફરક પડતો નથી, પરંતુ અનુભવને અનુરૂપ પ્રવૃત્તિ પ્રત્યે પ્રયત્નની સંગતિ થાય છે. એ જ વાતની પુષ્ટિ કરતાં ‘વ્રત વ્’થી ગ્રંથકાર કહે છે
ટીકાર્ય :- ‘ગત વ’ - આથી કરીને જ=ઇચ્છા વગર પણ કેવલીને પ્રયત્ન સંભવે છે, આથી કરીને જ, ઇચ્છા વિના જ કેવલજ્ઞાનના આભોગથી (કેવલીની) કેવલીસમુદ્ધાતાદિમાં પ્રવૃત્તિ છે. જે કારણથી આગમ છે. ‘નાઝા' – વેદનીયકર્મને દીર્ઘસ્થિતિક અને આયુષ્યકર્મને અલ્પસ્થિતિક જાણીને કર્મની પ્રતિલેખના કરવા માટે=સમાન કરવા માટે, જિનો=કેવલી મહાત્માઓ, સમુદ્દાત કરે છે.
'તથા’- ‘ન વિર્’ - અને સમુદ્દાતમાં રહેલ કેવલી મન-વચનયોગને પ્રવર્તાવતા નથી. વળી પહેલા અને આઠમા સમયે ઔદારિક કાયયોગને પ્રવર્તાવે છે. બીજા, છઠ્ઠા અને સાતમા સમયે ઉભય વ્યાપારથી=ઔદારિક અને કાર્યણ બંનેનો વ્યાપાર હોવાથી, તત્મિશ્ર=ઔદારિકમિશ્નકાયયોગને (પ્રવર્તાવે છે). વળી ત્રીજા, ચોથા અને પાંચમા સમયે તન્માત્ર ચેષ્ટા હોવાથી=માત્ર કાર્યણશરીરની ચેષ્ટા હોવાથી, કાર્મણકાયયોગને પ્રયુંજે છે=પ્રવર્તાવે છે.