________________
ગાથા - ૯૮
અધ્યાત્મમતપરીક્ષા
૪૬૧
ટીકાર્ય :- ‘વાય’ – કાયપ્રયત્નાદિક વિના જ સ્થાનનિષદ્યાદિક ભગવાનને સ્વભાવથી જ હોય છે, એ પ્રમાણે (કહ્યું). એમાં સ્વભાવથી એ પ્રમાણે (કહ્યું) એનો અર્થ શું? (૧) કારણ વિના જ? કે (૨) દૃષ્ટજાતીય કારણ વિના?
'નાઇ: ' સ્વભાવનો અર્થ કારણ વિના જ, એ પ્રમાણે પ્રથમ વિકલ્પ બરાબર નથી, કેમ કે (એ પ્રમાણે માનવામાં) બૌદ્ધમતમાં પ્રવેશ થશે.
ભાવાર્થ :- તાત્પર્ય એ છે કે કેવલ સ્વભાવથી જ ભગવાનને સ્થાન-નિષદ્યાદિ થાય છે પરંતુ પ્રયત્નાદિ અન્ય કોઇ કારણ નથી, એ પ્રમાણે માનવામાં સ્વભાવવાદી બૌદ્ધમતમાં પ્રવેશ થશે. કેમ કે બૌદ્ધના મત પ્રમાણે કુર્વદ્નપત્વવાળું ઉપાદાન જ કાર્ય પેદા કરે છે, અન્ય કારણો અવર્ત્યસંનિધિરૂપે હોય છે.
અહીં પૂર્વપક્ષીને એકાંતસ્વભાવવાદરૂપ બૌદ્ધમત માન્ય નહિ હોવાથી સમાધાન કરે છે- બૌદ્ધમતની જેમ અમે સ્વભાવને વિશેષરૂપે કારણ માનતા નથી, પરંતુ સામાન્યથી કારણ માનીએ છીએ. માટે બૌદ્ધમતમાં પ્રવેશ થવાનો પ્રસંગ અમને નહિ આવે.
તાત્પર્ય એ છે કે, બૌદ્ધમત પ્રમાણે સ્થાનાદિરૂપ જે કાર્ય થાય છે તેની પૂર્વક્ષણમાં જ તે તે કાર્યને અનુરૂપ કુર્વદ્નપત્વ હોય છે. અન્ય કાર્યોનું કુર્વદ્નપત્વ તે ક્ષણમાં નથી તે રૂપ વિશેષ યોગ્યતા બૌદ્ધ માને છે. જ્યારે દિગંબર કહે છે કે અમે તો પદાર્થને ક્ષણસ્થાયી માનતા નથી, પરંતુ અવસ્થિત એવા પરમાત્મારૂપ જીવમાં સ્થાન-નિષદ્યાદિના કારણભૂત સામાન્યથી યોગ્યતા સ્વીકારીએ છીએ, માટે અમારે બૌદ્ધમતમાં પ્રવેશ નહિ થાય. તે આ રીતેબૌદ્ધમતમાં પદાર્થ ક્ષણિક છે. તેથી જે ક્ષણમાં સ્થાનાદિ કાર્ય થાય છે તેની પૂર્વક્ષણમાં તે કાર્યનું કુર્વદ્નપત્વ છે, નિષદ્યારૂપ અન્ય કાર્ય થાય છે તેની પૂર્વક્ષણમાં તે કાર્યનું કુર્વવ્રૂષત્વ છે. આ રીતે એક અવસ્થિત કોઇ પદાર્થ નથી કે જેમાં સ્થાન-નિષદ્યાદિ સામાન્ય બધા સ્વભાવ હોય. બૌદ્ધમતે સ્થાનના કારણભૂત સ્વભાવવાળી વ્યક્તિ જુદી છે, અને નિષદ્યાના કારણભૂત સ્વભાવવાળી વ્યક્તિ જુદી છે, કેવલ તે એક સંતાની હોઇ શકે.
સામાન્યથી સ્થાન-નિષદ્યાદિની યોગ્યતા સ્વીકારીએ ત્યારે અનેકક્ષણ અવસ્થિત એવા પરમાત્મારૂપ જીવમાં સ્થાન-નિષદ્યાદિની યોગ્યતા પ્રાપ્ત થાય છે, તેથી દિગંબર કહે છે કે અમારે ક્ષણિકવાદમાં પ્રવેશ નહિ થાય. સ્યાદ્વાદ પ્રમાણે કથંચિત્ અવસ્થિત સ્થાનાદિનિબંધનયોગ્યતાવાળી વ્યક્તિ તે તે ક્ષણમાં તે તે ભાવોને પામે છે. તેથી સ્યાદ્વાદ અવસ્થિત રહેશે.
તેના નિરાકરણરૂપે ગ્રંથકાર કહે છે
ટીકાર્થ :- ‘ન ચ’- અને સામાન્યથી તન્નિબંધન=સ્થાનાદિનિબંધન, યોગ્યતાનો સ્વીકાર કરાયે છતે પણ, તિષ્ઠાસાદિનો અભાવ હોવાથી, દેશ-કાલવિશેષનો નિયમ સ્વભાવથી જ છે એ પ્રમાણે કહેવું યુક્ત નથી. તેમાં હેતુ કહે છે- કારણક્રમ વગર દેશ-કાલ-ક્રમઅનુવિધાયક એવા કાર્યના આકસ્મિકપણાનો પ્રસંગ આવશે.
ભાવાર્થ :- ૬ સ્ત્ર'થી કહ્યું તેનું તાત્પર્ય એ છે કે સામાન્યથી સ્થાનાદિની યોગ્યતા માનવામાં અમુક દેશમાં અને અમુક કાલમાં સ્થાન—ઊભા રહેવાની ક્રિયા, થાય છે તે સ્વભાવથી જ છે, એમ કહી શકાય નહિ. કેમ કે કેવલીને તિષાસા=ઊભા રહેવાની ઇચ્છા, નથી. જો તિષ્ઠાસા હોય તો, સામાન્યથી સ્વભાવ હોય તો પણ, જે ક્ષણમાં