________________
અધ્યાત્મમતપરીક્ષા
ગાથાર્થ :- યોગ વિના પણ જો ક્રિયા સ્વભાવથી હોય તો તે જ પ્રકારે તે પણ=પ્રયત્નરૂપ યોગપણ, કેમ સ્વભાવથી નથી? અર્થાત્ સ્વભાવથી છે. તેને પુષ્ટ કરતાં હેતુ કહે છે કે, ખરેખર ક્રિયામાં અને પ્રયત્નમાં તુલ્ય વૈચિત્ર્ય છે તથા તુલ્ય અબુદ્ધિપૂર્વત્વ છે.
૪૬૦
ગાથા - ૯૮
ભાવાર્થ :- તાત્પર્ય એ છે કે સ્થાન-નિષદ્યાદિક્રિયામાં જેવું વૈચિત્ર્ય દિગંબર માને છે તેવું જ તેને અનુરૂપ યોગનું વૈચિત્ર્ય છે. તથા જેવું સ્થાન-નિષદ્યાદિક્રિયાનું અબુદ્ધિપૂર્વત્વ દિગંબર સ્વીકારે છે, તેવું જ સ્વભાવથી યોગને માનવાને કા૨ણે યોગમાં અબુદ્ધિપૂર્વત્વ છે.
અહીં વિશેષ એ છે કે, સામાન્યથી સર્વત્ર યોગથી ક્રિયા દેખાય છે. જો કેવલીમાં યોગથી ક્રિયા ન માનવામાં આવે તો (૧) સ્વભાવકૃત ક્રિયા, (૨) યોગકૃત ક્રિયા. આ રીતે બે જાતની ક્રિયા માનવાનો પ્રસંગ આવે. તેથી ક્રિયાને જો સ્વભાવથી દિગંબર કહે છે, તો તુલ્ય વૈચિત્ર્ય અને તુલ્ય અબુદ્ધિપૂર્વત્વ હોવાના કારણે યોગને પણ તે સ્વભાવથી કહી શકે છે. તેથી સર્વત્ર યોગપૂર્વક ક્રિયા હોય છે એ પ્રકારની વ્યાપ્તિ અવસ્થિત રહે છે.
અહીં યોગ અને ક્રિયા એ બેમાં ભેદ એ છે કે, સામાન્ય રીતે પહેલાં સ્વ-ઈષ્ટસાધનતાનું જ્ઞાન થાય પછી ઈચ્છા થાય છે, ત્યારપછી અંતરંગ યત્ન પેદા થાય છે જે યોગસ્વરૂપ છે, અને તે પ્રયત્નથી સ્થાન-નિષદ્યારૂપ ક્રિયા થાય છે.
દિગંબર, કેવલીની સ્થાનનિષદ્યાદિ ક્રિયાઓ અબુદ્ધિપૂર્વક માને છે, કેમ કે સ્થાનાદિમાં પ્રયત્ન કરવાથી ઇચ્છા થાય તો રાગ સ્વીકારવો પડે. તેને ગ્રંથકાર કહે છે કે જેમ અબુદ્ધિપૂર્વક તું કેવલીની ક્રિયા સ્વીકારે છે, તેમ કેવલીનો અબુદ્ધિપૂર્વક પ્રયત્ન સ્વીકારી લે, તો રાગાત્મક ઇચ્છા નહીં હોવા છતાં કેવલીને ઉચિત પ્રવૃત્તિનું જ્ઞાન છે તેનાથી જ ઉચિત પ્રયત્ન કરે છે, અને તેનાથી જ સ્થાનાદિની ઉચિત ક્રિયાઓ થાય છે તેમ માની શકાશે. તેથી સ્વભાવથી જ કેવલીની ક્રિયામાં વૈચિત્ર્ય જેમ તું સ્વીકારે છે તેમ સ્વભાવથી જ પ્રયત્નનું વૈચિત્ર્ય પણ સ્વીકારી
શકાય.
અહીં તુલ્ય-અબુદ્ધિપૂર્વત્વ એમ કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, સામાન્ય રીતે જીવો ઈષ્ટસાધનતાનું જ્ઞાન થાય પછી “હું આ કરું” એ પ્રકારની રાગાત્મક બુદ્ધિ કરે છે, અને તપૂર્વક પ્રયત્ન હોય છે. માટે ‘હું કરું’ એવું બુદ્ધિપૂર્વત્વ તેમના પ્રયત્નમાં દેખાય છે. પરંતુ કેવલીને રાગાદિ નહિ હોવાને કારણે તેવી ઇચ્છા થતી નથી. તેથી દિગંબર કેવલીને સ્વભાવથી ક્રિયા માને છે. તેના નિરાકરણરૂપે ગ્રંથકાર કહે છે કે સ્વભાવથી ક્રિયા માનવામાં જેમ તે ક્રિયા અબુદ્ધિપૂર્વક છે, તેમ સ્વભાવથી પ્રયત્ન માનવામાં તે પ્રયત્ન પણ અબુદ્ધિપૂર્વક કહી શકાશે.
ટીકા :- ‘વ્હાયપ્રયભાવિ વિનૈવ સ્થાનનિષદ્યાર્જિ માવતાં સ્વમાવત વ મવેત્' કૃત્યત્ર ‘સ્વમાવત:’ इत्यस्य कोऽर्थः ? किं कारणमन्तरैव वा, दृष्टजातीयकारणमन्तरा वा? नाद्यः, बौद्धमतप्रवेशात् । न च सामान्यतस्तन्निबन्धनयोग्यताभ्युपगमेऽपि तिष्ठासाद्यभावाद्देशकालविशेषनियमः स्वभावादेवेति वक्तुं युक्तं, विना कारणक्रमं देशकालक्रमानुविधायककार्यस्याकस्मिकत्वप्रसङ्गात्।