________________
ગાથા -૯૭-૯૮. .......... અધ્યાત્મમત રીક્ષા.......................૨૫૯ ટીકાર્ય બનતુથી શ્વેતાંબર શંકા કરતાં કહે છે કે, આ રીતે=પૂર્વપક્ષીના જણાવ્યા મુજબ ભગવાનની ધર્મોપદેશનાદિ પ્રવૃત્તિ સ્વભાવથી થાય છે એ પ્રમાણે માની લઇએ તો, તેઓનો=ભગવાનનો, પુણ્યવિપાક અકિંચિત્કર થશે એમ કોઇ આપત્તિ આપે, તેના સમાધાનરૂપે પૂર્વપક્ષી કહે છે કે થાય જ. (એ આપત્તિ અમને ઈષ્ટ છે). તેમાં હેતુ કહે છે- ઔદયિકી પણ તેઓની ક્રિયાનું=અરિહંતાદિની સ્થાનાદિ ક્રિયાનું, કાર્યભૂત બંધનું અકારણપણું અને અકાર્યભૂત મોક્ષનું કારણપણું હોવાથી ક્ષાયિકીપણાથી પરિભાષા કરેલ છે. ‘તકુ'થી તેમાં પ્રવચનસારની સાક્ષી આપે છેપુઅાપના'- અરિહંતો પુણ્યફલવાળા હોય છે. વળી તેઓની=અરિહંતોની, ક્રિયા ઔદયિકી હોય છે, (પરંતુ) મોહાદિથી રહિત છે, તે કારણથી ક્ષાયિકી એ પ્રમાણે કહેવાયેલી છે. llહ્યા ભાવાર્થ- જોવાથી જે કથન કર્યું તેનું તાત્પર્ય એ છે કે, પૂર્વપક્ષીના કહેવા મુજબ ભગવાનને સ્વભાવથી ધર્મદેશનાદિની પ્રવૃત્તિ સ્વીકારીએ તો, તેઓનો પુણ્યવિપાક અકિંચિત્થર થાય, તે આ પ્રમાણે- જેમ ચક્રવર્તી એવા પણ તીર્થકરો તેવા પ્રકારના પુણ્યને કારણે પખંડને સાધવામાં યત્ન કરે છે, તેથી તેઓ ઉદાસીન હોવા છતાં પણ પુણ્યવિપાકનો અનુભવ કરે છે, કેમ કે ચક્રવર્તીને અનુકૂળ કર્મ પખંડ સાધવા માટેના પ્રયત્નરૂપ છે. તે પ્રમાણે ભગવાનને તીર્થકર નામકર્મ પણ તીર્થ સ્થાપવાને અનુકૂળ યત્ન સ્વરૂપ છે, તેથી પુણ્યવિપાકનો અનુભવ તેમને થાય. પરંતુ ભગવાનમાં તેવો કોઈ યત્ન નથી, ફક્ત સ્વભાવથી તેઓ ધર્મોપદેશાદિ ક્રિયા કરે છે એમ માનવામાં આવે તો, તે પુણ્યનો વિપાક તેને અનુકૂળ યત્ન ન કરવાથી અકિંચિત્કર થઇ જશે, એવી કોઇ આપત્તિ દિગંબરને આપે તો, તેને સ્વીકારતાં દિગંબરો કહે કે તે આપત્તિ અમને ઈષ્ટાપત્તિ છે. કેમ કે ઔદયિકી પણ કેવલીની ધર્મોપદેશાદિ ક્રિયાઓ પરિભાષાથી ક્ષાયિકી કહેવાયેલ છે. (આ પ્રમાણે દિગંબરો કહે છે) તેમાં હેતુ આપે છે કે, ક્રિયાના કાર્યભૂત જે બંધ અને અકાર્યભૂત જે મોક્ષ છે તેના પ્રત્યે ભગવાનની ક્રિયા વિપરીત રીતે હોય છે=બંધનું અકારણ છે અને મોક્ષનું કારણ છે. જેમ ક્ષાયિકભાવરૂપ ચારિત્ર બંધનું અકારણ છે અને મોક્ષનું કારણ છે, તેમ ભગવાન પણ ધર્મોપદેશાદિ તે ક્રિયામાં યત્ન કરતા ન હોવાથી તે ક્રિયાકૃત બંધ તેમને થતો નથી, અને તે ક્રિયાને કરાવનારું કર્મ ઉદય દ્વારા (ભોગવી લેવાથી) નાશ થાય છે. તેથી પોતાના યત્ન વગર કરાયેલી તે ક્રિયા મોક્ષ પ્રતિ કારણ બને છે. માટે ઔદયિકીતે ક્રિયા ક્ષાયિક જેવું કાર્ય કરનાર હોવાથી ક્ષાયિક તરીકે તેની પરિભાષા કરેલ છે. II @ા
અવતરણિકા: -પર્વ પ્રાઈમથી
અવતરણિકાર્ય - આ પ્રમાણે પ્રાપ્ત થયે છત=ગાથા-૯૭માં કહ્યું એ પ્રકારે પૂર્વપક્ષીનું કથન પ્રાપ્ત થયે છતે, કહેવાય છે -
ગામ :
__जोगं विणा वि किरिया सहावओ जइ कहण्ण तह सो वि ।
तुलं किर वेचित्तं तह तुल्लमबुद्धिपुव्वत्तं ॥९८॥ ( योगं विनापि क्रिया स्वभावतो यदि कथं न तथा सोऽपि । तुल्यं किल वैचित्र्यं तथा तुल्यमबुद्धिपूर्वत्वम् ॥९८॥)