________________
.
.
.
.
.
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
૪૫૮ .. અધ્યાત્મમત પરીક્ષા
ગાથા - ૯૭ પ્રવચનસારગાથા ૧-૪૪નો ટીકાર્થ બતાવતાં કહે છે. જે પ્રમાણે મહિલાઓને પ્રયત્ન વગર પણ તથાવિધ યોગ્યતાના સદ્ભાવથી સ્વભાવભૂત જ માયાના ઉપગુંઠનથી અવગુંઠિત=માયાચારથી યુક્ત, વ્યવહાર પ્રવર્તે છે, તે પ્રમાણે કેવલીઓને પ્રયત્ન વગર પણ તથાવિધ યોગ્યતાના સદૂભાવથી સ્થાન, આસન, વિતરણ અને ધમશિના સ્વભાવભૂત જ પ્રવર્તે છે. એ પ્રકારે અમરચંદ્ર કરેલું વ્યાખ્યાન છે.
ભાવાર્થ - ગ્રંથકારે કહ્યું કે સ્થાન, નિષઘા, વિહાર, ધર્મોપદેશ આદિ તિષ્ઠાસાદિ વગર સંભવે નહિ. તેનો ભાવ એ છે કે સ્થાન=ઊભા રહેવું, ચાલવાની પ્રવૃત્તિ કર્યા પછી ઊભા રહેવાની પ્રવૃત્તિરૂપ સ્થાન, ઈચ્છા વગર સંભવે નહિ, નિષદ્યા=બેસવું, ઊભા થયા પછી બેસવાની ક્રિયા, ઇચ્છા વગર સંભવે નહિ અને ઊભા હોય ત્યારપછી ચાલવાની ક્રિયારૂપ વિહાર પણ ઈચ્છા વગર સંભવે નહિ; તે રીતે ધર્મોપદેશ પણ ઇચ્છા વગર સંભવે નહિ. તેથી તિષ્ઠાસાદિ=ઊભા રહેવાની ઇચ્છા વગેરેનો, અભાવ હોવાથી કેવલીઓને સ્થાન-નિષદ્યા-વિહાર-ધર્મોપદેશાદિનો ઉચ્છેદ થઇ જશે. તેનો ઉત્તર દિગંબર આપે છે કે, તમારી વાત સાચી છે પરંતુ કેવલીઓને ઇચ્છાનો અભાવ હોવાથી સ્થાનાદિમાં પ્રયત્ન હોતો નથી. તેથી પ્રયત્ન વગર સ્વભાવથી જ કેવલીઓને સ્થાન, નિષદ્યાદિ પ્રવૃત્તિ હોય છે, એવું શાસ્ત્રમાં કહ્યું છે.
ઉત્થાન :- અહીં શ્વેતાંબર કહે કે પ્રયત્નની અપેક્ષા ન હોય તો કાલનિયમાદિની અનુપત્તિ થશે. (અહીં કાલનિયમાદિમાં આદિથી દેશનિયમ ગ્રહણ કરવો.) અર્થાત્ એ સ્થાનાદિ અમુકકાળે અને અમુકદેશમાં થવારૂપ કાળનિયમ અને દેશનિયમ અનુપપન્ન થઈ જશે. તેથી દિગંબર કહે છે
ટીકાર્ય - ૨- પ્રયત્નની અનપેક્ષામાં કાલનિયમાદિની અનુપપત્તિ થશે એમ ન કહેવું. તેમાં હેતુ કહે છેઅંભોધરના= વાદળાંના ગમન, અવસ્થાન, ગર્જન, વર્ષણના નિયમની જેમ (કાલનિયમાદિની) ઉપપત્તિ થઇ શકશે.
ભાવાર્થ ચોક્કસ કાળે ઊભા રહેવું, ચોક્કસ કાળે ચાલવું વગેરે કેવલીના પ્રયત્નથી જ થઈ શકે, ને તેમ દિગંબર સ્વીકારે તો ચોક્કસ પ્રયત્ન ચોક્કસ ઇચ્છાથી થાય છે તેમ માનવું પડે, અને તેમ સ્વીકારે તો કેવલીની ક્રિયા નિર્બીજ છે તેમ કહી શકે નહીં. તેથી દિગંબર કહે છે કે જેમ વાદળાં વગેરેને પોતાનો કોઈ પ્રયત્ન ન હોવા છતાં અમુક જ કાળે ગમન, અવસ્થાન, ગર્જન, વૃષ્ટિ આદિ થવા રૂપ નિયમ હોય છે, તેમ કેવલીમાં પણ સ્થાનાદિનો દેશનિયમ અને કાલનિયમ ઘટી શકશે.
ટીકા - નડ્યેવં તેષાં પુષવિપાવરોવિઝ: યતિતિ વે? વીયિવસ્થા મા તરિયાવાડ कार्याकार्यभूतयोर्बन्धमोक्षयोरकारणकारणत्वाभ्यां क्षायिकीत्वेन परिभाषणात्। तदुक्तं
'पुण्णफला अरहंता, तेसि किरिया पुणो हि ओदयिगी।।
मोहादीहिं विरहिदा, तम्हा सा खाइगित्ति मदा ॥ [प्रवचनसार १-४५] ॥१७॥ १. पुण्यफला अर्हन्तस्तेषां क्रिया पुनहि औदयिकी । मोहादिभिः विरहिता तस्मात्सा क्षायिकीति मता ॥