________________
ગાથા -૯૭. અધ્યાત્મમત પરીક્ષા
- ૪૫૭ ગ્રહણ-મોચનાદિક્રિયા તેઓને નિર્બેજ હોય છે. તેથી બન્ને વચનોનો પરસ્પર વિરોધભાસે. કેમ કે પરિણમનલક્ષણ ક્રિયા તેઓને નથી એમ કહીને તમા’થી નિગમન કરતાં કહ્યું કે, કાયયોગાદિથી ગ્રહણ-મોચનક્રિયા નિર્બીજા છે. આમ સ્થૂલદષ્ટિથી તે પરસ્પર વિરોધી દેખાય. વસ્તુતઃ તે બેનો એક જ અર્થ છે. કેમ કે દિગંબરમત પ્રમાણે પણ કેવલી વિહારાદિ કરે છે અને ઉપદેશાદિ પણ આપે છે. આમ છતાં, મારે વિહાર કરવો છે, આ દિશામાં જવું છે વગેરે પરિણામ તેઓને થતા નથી. મારે ઉપદેશ આપવો છે તેવો પણ પરિણામ કેવલીને હોતો નથી. પરંતુ ઉદયમાન કર્મને કારણે તેઓના મસ્તકમાંથી સહજ ધ્વનિ નીકળે છે તે ઉપદેશની ક્રિયા છે. અને જેમ વાદળાંની ગતિ સ્વપ્રયત્ન વિના છે, તેમ તેઓની વિહારાદિની પ્રવૃત્તિ છે, આ બંને પ્રવૃત્તિઓ કેવલીને ઇચ્છારૂપ બીજ વગરની છે, તેથી નિર્બીજ છે. પરંતુ તે સિવાય વસ્ત્રાદિગ્રહણની પ્રવૃત્તિ કે અન્ય કોઈ વસ્તુના ગ્રહણ-મોચનાદિની પ્રવૃત્તિ કેવલીને હોતી નથી. કેમ કે કેવલીને મોહ નહિ હોવાથી કોઈ પ્રવૃત્તિ કરવાની ઈચ્છા નથી. તેથી દિગંબર મત પ્રમાણે કેવલીને કાયયોગાદિના ગ્રહણ-મોચનની ક્રિયા ઇચ્છારૂપ બીજ વગરની છે તેમ કહેલ છે. અને તેની પુષ્ટિ માટે કહે છે કે, સ્વ-ઈષ્ટસાધનતાના જ્ઞાન વગર પ્રવૃત્તિ કરવાની ઇચ્છા થતી નથી અને ઇચ્છા વગર પ્રવૃત્તિ થાય નહિ, ઇચ્છા રાગાત્મક છે, અને તે પ્રવૃત્તિનું બીજ છે. વીતરાગને ઇચ્છા હોય નહિ માટે પ્રવૃત્તિના બીજભૂત ઇચ્છા નહિ હોવાથી વીતરાગની પ્રવૃત્તિ નિર્બીજ છે.
ટીકા - સન્ડેર્વ સ્થાનનિષદાવિહારધવેશોfજ તિકાસામાવાણામુચ્છિન્નતિ ઘે? સર્વે, प्रयत्नमन्तरेण स्वभावादेव तेषां संभवोपदेशात्, तदुक्तं
'ठाणणिसेज्जविहारा धम्मुवदेसो अ णियदिओ तेसि ।।
अरहंताणं काले मायाचारो व्व इत्थीणं । ति [प्रवचनसार १-४४] "यथा हि महिलानां प्रयत्नमन्तरेणापि तथाविधयोग्यतासद्भावात् स्वभावभूत एव मायोपगुण्ठनावगुण्ठितो व्यवहारः प्रवर्तते, तथा हि केवलिनां प्रयत्नमन्तरेणापि तथाविधयोग्यतासद्भावात् स्थानं आसनं विहरणं धर्मदेशना च स्वभावभूता एव प्रवर्तन्ते" इत्यमरचन्द्रीयं व्याख्यानम्। न च प्रयत्नानपेक्षायां कालनियमाद्यनुपपत्तिः, अम्भोधराणां गमनावस्थानगर्जनवर्षणनियमवदुपपत्तेः।
ટીકાર્ય -'થી શ્વેતાંબર કહે છે કે, આ પ્રમાણે=પૂર્વમાં પૂર્વપક્ષીએ કહ્યું કે ઈષ્ટસાધનતાના જ્ઞાનથી ઈચ્છા અને ઈચ્છાથી પ્રવૃત્તિ થાય છે અને વીતરાગને ઇચ્છા હોતી નથી માટે કેવલીની ક્રિયા નિર્બીજ છે આ પ્રમાણે, તિષ્ઠાસાદિના અભાવથી તેઓનાં-કેવલીઓનાં સ્થાન, નિષદ્યા, વિહાર, ધર્મોપદેશાદિ પણ ઉચ્છેદ થશે. તો પૂર્વપક્ષી કહે છે કે સત્ય'- તમારી વાત સાચી છે. કેમ કે કેવલીને ઇચ્છાના અભાવને કારણે સ્થાનાદિમાં પ્રયત્ન નથી, પરંતુ પ્રયત્ન વગર સ્વભાવથી જ તેઓને=કેવલીઓને, (સ્થાન, નિષદ્યા આદિ પ્રવૃત્તિના) સંભવનો ઉપદેશ છે સંભવનું કથન શાસ્ત્રમાં છે.
તે તદુt'થી બતાવે છે - જેમ સ્ત્રીઓને માયાચાર, (સ્વભાવભૂત હોય છે, તેમ કાલમાં=અહંદાદિ અવસ્થામાં, તે અરિહંતોને સ્થાન, નિષદ્યા, વિહાર અને ધર્મોપદેશ સ્વભાવથી હોય છે.
१. स्थाननिषद्याविहारा धर्मोपदेशश्च नियतितः तेषाम् । अर्हतां काले मायाचार इव स्त्रीणाम् ॥