________________
૪૫૬.
ગાથા -૯૭
અધ્યાત્મમત પરીક્ષા મતિ ઇવ' - આથી કરીને જ=જ્ઞાનને કારણે જ કેવલીને પરિણમનસ્વરૂપ ક્રિયા હોતી નથી આથી કરીને જ, પ્રવચનસારમાં કહેલું છે - જેરિ' - કેવલી એવા ભગવાન ગ્રહણ કરતા નથી જ, મૂકતા નથી અને પરરૂપે પરિણમન પામતા નથી. તો પ્રશ્ન થાય કે કેવલી ભગવાન શું કરે છે? તેથી કહે છે કે તે કેવલી, ચારેબાજુથી જુએ છે (અને) નિરવશેષ સર્વને જાણે છે, નિરવશેષ=પરિપૂર્ણ, સર્વપર્યાયોને જાણે છે.
ભાવાર્થ - ''થી પૂર્વપક્ષીએ કહ્યું કે પરિણમનસ્વરૂપ ક્રિયા બંધનું બીજ છે, અને તે ક્રિયા જ્ઞાન હોવાથી જ કેવલીને હોતી નથી. અને તેમાં હેતુ કહ્યો કે, તે ક્રિયાનું મોહજન્યપણું છે. તેનું તાત્પર્ય એ છે કે, ગ્રહણ-મોચનાદિ ક્રિયામાં જીવ નવા નવા ભાવમાં પરિણમન પામે છે, અને તે પરિણમનસ્વરૂપ ક્રિયા બંધનું કારણ બને છે. કેમ કે વાસ્તવિક રીતે શુદ્ધ એવો આત્મા, એક જ જ્ઞાનસ્વભાવવાળો છે, તે નવા નવા પરિણામોને પામતો નથી.
યદ્યપિ દરેક પદાર્થ ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્યરૂપ છે, તેથી સિદ્ધના જીવો પણ ઉત્પાદ-વ્યયરૂપે હોવાથી નવા નવા પરિણમનને પામે છે; પરંતુ સિદ્ધના જીવોમાં તે પરિણમન શેયના પરિણામને આશ્રયીને થતા જ્ઞાનના પરિણામ સ્વરૂપ છે શેયની પરિણતિ પ્રતિક્ષણ પરાવર્તન પામે છે, તેથી જ્ઞાન પરિણામાંતર પામ્યું તેમ કહેવાય છે, પરંતુ જ્ઞાનસ્વભાવરૂપે જીવ સદા એક જ પરિણામવાળો છે. જયારે ગ્રહણ-મોચન ક્રિયામાં જીવ ક્ષણભર ગ્રહણ પરિણામવાળો થાય છે, અન્યક્ષણમાં મોચન પરિણામવાળો થાય છે. આ રીતે ગ્રહણ-મોચનાદિ ક્રિયામાં જીવ એક પરિણામ સ્વરૂપ નથી, અને તે પરિણમનસ્વરૂપ ક્રિયા બંધનું કારણ બને છે. કેવલીને એકસ્વભાવવાળું જ્ઞાન હોવાથી પરિણમનસ્વરૂપ ક્રિયા હોતી નથી. કેમ કે આવી ગ્રહણ-મોચનની ક્રિયારૂપ પરિણતિ મોહથી જન્ય છે. અને પદાર્થ પ્રત્યે રાગ કે દ્વેષ કે મોહ વર્તતો હોય તો જ ગ્રહણનો પરિણામ અને મોચનનો પરિણામ થાય છે. કેવલીને રાગ-દ્વેષ-મોહ હોતા નથી, માટે પરિણમનલક્ષણ ક્રિયા પણ હોતી નથી. ,
અહીં પરિણમનલક્ષણ ક્રિયા બંધનું બીજ છે તેમાં પ્રવચનસાર ૧૪૩ની સાક્ષી આપી છે, તેનું તાત્પર્ય એ છે કે, સંસારીજીવોને ઉદયગત કર્માશો નિયતથી હોય છે, અને ઉદયગત કર્માશો જ પદાર્થમાં પરિણમનલક્ષણ ક્રિયા જીવને કરાવે છે. તે ક્રિયામાં જીવ કાં તો મોહથી પ્રવર્તે છે કાં તો રાગથી પ્રવર્તે છે કાં તો ષથી પ્રવર્તે છે. આ રીતે રાગ-દ્વેષ અને મોહથી જીવ ક્રિયામાં પ્રવર્તે છે અને તેનાથી અવશ્ય બંધને પામે છે. આનાથી એ પ્રાપ્ત થયું કે રાગ, દ્વેષ કે મોહ વગર પરિણમનલક્ષણ ક્રિયા થતી નથી. તેથી પરિણમનલક્ષણ ક્રિયાને બંધનું બીજ કહ્યું છે.
ટીકાર્ય - "તમાત્'- તે કારણથી=પૂર્વમાં કહ્યું કે કેવલીને જ્ઞાનને કારણે ક્રિયા નથી તે કારણથી, કાયયોગ આદિથી પણ ગ્રહણ-મોચનાદિ ક્રિયા તેઓને=ભગવાનને, નિર્બેજ હોય છે. કેમ કે સ્વ-ઇષ્ટસાધનતાજ્ઞાન વિના ચિકીર્ષા હોતી નથી, અને તેના વિના=ચિકર્યા વિના, પ્રવૃત્તિ હોતી નથી, અને ઇચ્છા હોતે છતે વીતમોહપણું સંભવતું નથી. 6 ર દિ - “દિ યસ્માદર્થક છે.
ભાવાર્થ -પૂર્વમાં કહ્યું કે, કેવલીને જ્ઞાનને કારણે ક્રિયા હોતી નથી. અને પ્રવચનસારના સાક્ષીપાઠમાં પણ કહ્યું કે, કેવલી ગ્રહણ-મોચનાદિ ક્રિયા કરતા નથી. જ્યારે તમથી નિગમન કરતાં કહ્યું કે, કાયયોગાદિથી પણ