________________
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
,
,
૪૬ર... . અધ્યાત્મમત પરીક્ષા .
ગાથા -૯૮ તિષ્ઠાસા પ્રાદુર્ભાવ પામે છે તે ક્ષણમાં કેવલી ઊભા રહેવા માટે યત્ન કરે, તો દેશ-કાલનું નિયમન તિષ્ઠાસાથી થઈ શકે, પરંતુ તિષ્ઠાસા નહિ હોવાના કારણે દેશ-કાલનિયમ માટે સ્વભાવ નિયામક બની શકે નહિ, કેમ કે તિષ્ઠાસાદિરૂપ કારણક્રમ વગરદેશ અને કાલક્રમના અનુવિધાયક=અનુસરનાર, એવા કાર્યને આકસ્મિક માનવાનો પ્રસંગ આવશે. એ પ્રમાણે કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, જીવમાં સ્વભાવ સર્વદા છે, છતાં આ દેશ અને આ કાળમાં સ્થાનરૂપ કાર્ય થયું, ભિન્ન દેશ અને ભિન્ન કાળમાં નિષદ્યારૂપ કાર્ય થયું, તે રૂપ કાર્યને નિયમન કરનાર કોઈક કારણક્રમ જોઇએ, જેથી જે ક્રમથી કારણની ઉપસ્થિતિ થાય તે જ ક્રમથી કાર્યનો ક્રમ પ્રાપ્ત થાય. પરંતુ કેવલ સ્વભાવ કારણ હોવાથી અને તે સ્વભાવસ્થાનાદિ બધાનો સર્વદા હોવાથી, સર્વકાલે સર્વકાર્યો પેદા થવાં જોઈએ. પરંતુ અમુક ક્રમથી કાર્ય પેદા થાય છે, તેથી તે કાર્ય આકસ્મિક પેદા થાય છે એમ માનવાનો પ્રસંગ આવશે.
ટીકા - અશ વનિના યથા છંતર્થવતસ્તવતીતિ સ્વમાવાઈ રતિ ? નવેવં તદુપાવચ્છિન્નविशेष्यतया तत्तदुत्पत्त्यवच्छिन्नविशेष्यतया च केवलज्ञानेनैव कार्यमात्रस्य देशकालनियमोपपत्तौ तदतिरिक्तकारणमात्रोच्छेदप्रसङ्गः, एवं च घटार्थितया दण्डादावपि प्रवृत्तिदुर्घटा स्यात्। '
ટીકાર્ય - “મા- માથી દિગંબર આ પ્રમાણે કહે કે કેવલી વડે જે પ્રમાણે જોવાયું છે તે પ્રમાણે જ તે થાય છે, એ પ્રકારે સ્વભાવનો અર્થ છે.
ભાવાર્થ - અથથી દિગંબર આ પ્રમાણે કહે કે કેવલી વડે જે પ્રમાણે જોવાયું છે તે પ્રમાણે જ તે થાય છે, એ પ્રકારે સ્વભાવનો અર્થ થાય. તેથી દેશ-કાલક્રમના અનુવિધાયક એવા કાર્યને આકસ્મિક માનવાનો પ્રસંગ નહિ આવે. તે આ રીતે - સ્થાનનિષદ્યા જે ક્રમથી થાય છે તે જ ક્રમથી કેવલીએ કેવલજ્ઞાનમાં જોયા છે, અને તેવો જ તેનો સ્વભાવ છે તે કાલના ક્રમથી સ્થાન-નિષદ્યાદિ કાર્ય કરવાનો તેનો સ્વભાવ છે. એ જ રીતે દેશના ક્રમથી પણ સમજી લેવું. માટે કેવલ સ્વભાવથી કાર્ય માનીએ તો પણ કાર્યને આકસ્મિક થવાનો પ્રસંગ નહિ આવે. ટીકાર્ય બનવૅવં-નવુથી ગ્રંથકાર કહે છે કે આ પ્રમાણે કેવલીના કેવલજ્ઞાનને અનુરૂપ પદાર્થમાં કાર્ય કરવાનો સ્વભાવ છે એવો સ્વભાવનો અર્થ કરીએ તો, તત્ તત્ ઉપાદેય અવચ્છિન્ન વિશેષ્યતા અને તત્ તત્ ઉત્પત્તિ અવચ્છિન્ન વિશેષ્યતા હોવાને કારણે, કેવલજ્ઞાનથી જ કાર્યમાત્રના દેશ-કાલનિયમની ઉપપત્તિ થયે છતે, તદ્દ અતિરિક્ત=સ્વભાવથી અતિરિક્ત, કારણ માત્રના ઉચ્છેદનો પ્રસંગ પ્રાપ્ત થશે, અને એ જ રીતે ઘટના અર્થીપણાથી દંડાદિમાં પણ પ્રવૃત્તિ દુર્ઘટ થશે. ભાવાર્થ - વ્યવહારનય એમ માને છે કે, અમુક દેશમાં અને અમુક કાલમાં જ માટીમાંથી ઘટ થાય છે તેનું નિયમન ઘટની કારણસામગ્રી કરે છે. માટીમાં ઘટને અનુકૂળ સ્વભાવ હોવા છતાં જ્યાં સુધી અન્ય સામગ્રી પ્રાપ્ત થતી નથી, ત્યાં સુધી કાર્ય પેદા થતું નથી. અને પૂર્વપક્ષીએ સ્વભાવનો અર્થ એ કર્યો કે કેવલજ્ઞાનમાં જેવું દેખાયું છે તેવો જ વસ્તુનો સ્વભાવ છે અને તે સ્વભાવથી જ કાર્ય થાય છે. માટે તે સ્વભાવથી અતિરિક્ત કારણમાત્રના ઉચ્છેદનો પ્રસંગ પ્રાપ્ત થશે. તે આ રીતે -