________________
ગાથા - ૯૬
અધ્યાત્મમતપરીક્ષા
ભાવાર્થ :- તાત્પર્ય એ છે કે, કેવલી જે વખતે યોગનિરોધ કરે છે તે વખતે શારીરિક બળનો નિરોધ થાય છે. તેથી તે બળ શરીરનામકર્મની પરિણતિવિશેષરૂપ છે. કેમ કે યોગનિરોધકાળમાં જીવનું વીર્ય પોતાના ભાવોમાં વર્તે છે, પરંતુ યોગને અવલંબીને થનારા બળમાં યત્ન હોતો નથી, તેથી શરીરને અવલંબીને જે બળ પૂર્વમાં દેખાતું હતું તે યોગનિરોધ કર્યા પછી હોતું નથી. કેવલીને વીર્ય પ્રવર્તાવવામાં શરીરાદિ પુદ્ગલો સાથે હવે કોઇ સંબંધ નથી, તેથી શરીરને અવલંબીને થનારો જે પરિણામ તે શરીરનામકર્મની પરિણતિવિશેષરૂપ જ હોઇ શકે.
‘લેશ્યાવત્' કહ્યું એ દૃષ્ટાંતનું તાત્પર્ય એ છે કે, જેમ યોગનિરોધ દ્વારા લેશ્યાનો નિરોધ થાય છે તેથી ચૌદમા ગુણસ્થાનકે લેશ્યા હોતી નથી, અને તે લેશ્યા જીવના સ્વાભાવિક પરિણામરૂપ નથી, પરંતુ જીવના ઔપાધિક પરિણામરૂપ છે; તેમ યોગનિરોધ દ્વારા બળનો પણ નિરોધ થાય છે, માટે તે બળ પણ કર્મરૂપ ઉપાધિકૃત જીવનો પરિણામ છે. માટે બળને શરીરનામકર્મની પરિણતિવિશેષરૂપ કહેલ છે.
૪૫૩
‘થોળો’ યોગ, વીર્ય, શક્તિ, ઉત્સાહ, પરાક્રમ એ પ્રમાણે પર્યાયવચન છે એમ કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, શરીરધારી જીવોને મન-વચન-કાયાને અવલંબીને જે આત્મપ્રદેશોમાં સ્પંદનાત્મક યોગ પ્રવર્તે છે તે નામકર્મની પરિણતિવિશેષ છે, તેમ આત્મપ્રદેશોમાં સ્પંદનાત્મક વીર્યનું પ્રવર્તન પણ નામકર્મની પરિણતિવિશેષરૂપ છે. આથી જ યોગનિરોધને કારણે વીર્યની પ્રવૃત્તિનો પણ નિરોધ થાય છે. આમ છતાં, વીર્યંતરાયકર્મના ક્ષયથી થયેલું અંતરંગશક્તિવિશેષરૂપ વીર્ય સંસારીજીવોને વર્તતા પ્રવૃત્યાત્મક વીર્ય કરતાં જુદું છે. તેથી જ યોગનિરોધ પછી પણ ભગવાનને અનંતવીર્ય હોય છે, અને પ્રવૃત્યાત્મક=મન-વચન-કાયાની ચેષ્ટારૂપ, વીર્ય સંસારીજીવોમાં હોય છે તે ૧૩મા ગુણસ્થાનક સુધી હોય છે.
જીવમાં જે ક્ષાયિકવીર્ય પ્રાદુર્ભાવ થાય છે તે આ=પ્રવૃત્યાત્મક વીર્ય કરતાં જુદું છે. ક્ષાયિકવીર્ય જીવની શક્તિરૂપ છે, તેથી ક્ષાયિકવીર્યમાં વીર્ય શબ્દ યોગનો પર્યાયવાચી ન સમજવો; પરંતુ ક્ષુધાને કારણે યોગની જે હાનિ દેખાય છે તેને વીર્યની હાનિ કે પરાક્રમની હાનિ એમ કહેવાય છે. તેથી કેવલીને પણ આહારના અભાવમાં યોગની હાનિરૂપ વીર્યની હાનિ હોઇ શકે છે, પરંતુ કેવલીમાં વર્તતા ક્ષાયિકવીર્યની હાનિ-વૃદ્ધિ થતી નથી. કેમ કે કેવલીને વીર્યંતરાયકર્મનો સંપૂર્ણ ક્ષય થયેલ છે.
ટીકા :- અથવ શરીરનામર્મક્ષયાત્ સાચિત્ર વતં સ્વાવિતિ ચૈત્ર સ્વાદેવ, પ્રયભનિરોધાત્ પરમનિશ્ચતતાरूपचारित्राऽपृथग्भूतमेव तदित्येके । क्षायिकचारित्रस्येव क्षायिकवीर्यस्यापि सादिसान्तत्वं बहिः परिणामित्वं चेति सिद्धान्तः ॥९६॥
ટીકાર્ય :- ‘અથ’થી પૂર્વપક્ષી શંકા કરે છે કે, આ રીતેતમે કહ્યું કે બલ શરીરનામકર્મની પરિણતિવિશેષરૂપ હોવાથી અક્ષાયિક છે એ રીતે, શરીરનામકર્મના ક્ષયથી ક્ષાયિક બલ પણ થાય. તેનો સ્વીકાર કરતાં ગ્રંથકાર કહે છે કે થાય જ, પ્રયત્નના નિરોધથી પરમનિશ્ચલતારૂપ ચારિત્રથી અપૃથભૂત જ તે–બળ, છે, એ પ્રમાણે એક આચાર્ય કહે છે. ક્ષાયિકચારિત્રની જેમ ક્ષાયિકવીર્યનું પણ સાદિસાંતપણું અને બહિ:પરિણામિપણું (છે), એ પ્રમાણે સિદ્ધાંત છે. II૬॥