________________
૪૫૨
અધ્યાત્મમત પરીક્ષા..........
ગાથા -૯૬
ટીકાર્ય - “ન'- આના દ્વારા=કેવલીને શારીરિકબળનો ચય-અપચય થાય છે એમ કહ્યું આના દ્વારા, વક્ષ્ય માણ કથન પરાસ્ત છે. અને વક્ષ્યમાણ કથન આ પ્રમાણે છે- “જ્ઞાનાચેવ'- ક્ષાયિકજ્ઞાનની જેમ વીર્યનું અવિકારીપણું હોવાથી તેની=વીર્યની, હાનિ-વૃદ્ધિ કેવી રીતે થાય? અર્થાત ન થાય. આ કથન પરાસ્ત જાણવું. તેમાં હેતુ કહે છે- યોગપરિણામરૂપ બળનું શરીરનામકર્મપરિણતિવિશેષરૂપપણું હોવાના કારણે અક્ષાયિકપણું છે. તે બલ શરીરનામકર્મની પરિણતિવિશેષરૂપ છે. તેમાં સાક્ષી કહે છે - “3 રા'- અને પ્રજ્ઞાપનાવૃત્તિમાં કહ્યું છે - તે યોગ, શરીરનામકર્મની પરિણતિવિશેષરૂપ છે. “રૂતિ' ઉદ્ધરણના કથનની સમાપ્તિસૂચક છે
ભાવાર્થ - પૂર્વપક્ષીને એ કહેવું છે કે જેમ ક્ષાયિક એવું કેવળજ્ઞાન જીવના સ્વભાવરૂપ હોવાથી અવિકારી છે, અને મતિ આદિ જ્ઞાનો કર્મનો ઉદય અને જીવના પરિણામ ઉભયથી જન્ય હોવાથી વિકારી છે, તેમ ક્ષયોપશમભાવવાળું વીર્ય, કર્મનો ઉદય અને જીવના પરિણામરૂપ હોવાથી વિકારી છે; જ્યારે ક્ષાયિક એવા કેવલજ્ઞાનની જેમ ક્ષાયિક વીર્ય અવિકારી છે, તેથી તેમાં હાનિવૃદ્ધિ થઈ શકે નહિ. તેને કારણે કેવલીને આહારની આવશ્યકતા રહેતી નથી. કેમ કે જેમ સંસારીજીવોને આહારના અભાવમાં વીર્યની હાનિ થાય છે અને આહાર કરવાથી વીર્યની વૃદ્ધિ થાય છે, તેમ કેવલીને ક્ષાયિક વીર્ય હોવાથી હાનિ-વૃદ્ધિ સંભવિત નથી. તેથી તેમને સુધા લાગતી નથી. આ રીતે પૂર્વપક્ષીનું કથન છે, તે કેવલીને શારીરિક બળનો ચય-અપચય થાય છે એમ કહ્યું તેનાથી પરાસ્ત જાણવું. અને તેમાં જે હેતુ કહ્યો કે યોગપરિણામરૂપ બળનું શરીરનામકર્મપરિણતિવિશેષરૂપપણું હોવાને કારણે અક્ષાયિકપણું છે; તેનું તાત્પર્ય એ છે કે, પૂર્વમાં કહ્યું કે બલ અને વીર્ય એ બે જુદાં છે એ પ્રમાણે પ્રસિદ્ધ છે. અને બલ એ શરીરસંબંધી છે અને તે મન-વચન-કાયાના યોગપરિણામરૂપ શરીરનામકર્મની પરિણતિવિશેષરૂપ છે.=શરીરનામકર્મને કારણે શરીરની પ્રાપ્તિ થાય છે અને શરીરના અંગભૂત મન-વચન-કાયાના યોગો છે, તે યોગોને પ્રવર્તાવવાનું શરીરમાં સામર્થ્ય છે, તે સામર્થ્ય તથાવિધ શરીરનામકર્મની પરિણતિને કારણે પેદા થાય છે, તેથી યોગપરિણામરૂપ બળને શરીરનામકર્મની પરિણતિવિશેષરૂપ કહેલ છે. અને તે જીવનો કર્મના ઉદયકૃત થનારો ભાવ છે, તેથી તેને ક્ષાયિકભાવ ન કહેવાય. માટે અક્ષાયિક એવું શારીરિક બળ કર્મના ઉદયનીતરતમતાકૃત તરતમતાવાળું કેવલીમાં હોઈ શકે છે. અને તે બળના અપચયને કારણે કેવલીને પણ આહારની આવશ્યકતા રહે છે. આ પ્રકારનો સિદ્ધાંતકારનો આશય છે.
ટીકાર્ય - “થપેત્યિ '- અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે આ=યોગપરિણામરૂપ બળ, આ પ્રકારે= શરીરનામકર્મની પરિણતિવિશેષરૂપ, કેમ છે? તેને ગ્રંથકાર કહે છે-“યોનિરોધેન'- યોગનિરોધ દ્વારા લેગ્યાની જેમ તેનો–બળનો, નિરોધ થતો હોવાથી (યોગપરિણામરૂપ બળ શરીરનામકર્મની પરિણતિવિશેષરૂપ છે.)
ઉત્થાન - અહીં શંકા થાય કે, યોગના નિરોધથી જેમ બલનો વિરોધ થાય છે, તેમ વીર્યની પ્રવૃત્તિનો પણ નિરોધ દેખાય છે, તેથી કહે છે
ટીકાર્ય - વો'- યોગ, વિર્ય, શક્તિ, ઉત્સાહ અને પરાક્રમ એ પ્રકારે પર્યાયવચન છે. '