________________
૫૪. . . . . . . . . . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા . . . . . . . . . . . . ગાથા -૯૬-૯૭ ભાવાર્થ-થથી પૂર્વપક્ષીએ શંકા કરી તેનું તાત્પર્ય એ છે કે, યદ્યપિ કર્મના ઉદયકૃત જો બલ પેદા થતું હોય તો કર્મના ઉદયના અભાવને કારણે બલનો અભાવ છે તેમ કહી શકાય. પરંતુ કર્મના ઉદયથી જીવને દુઃખ પેદા થાય છે તો કર્મના ક્ષયથી ક્ષાયિક દુઃખ થવું જોઇએ એમ પ્રશ્ન કરી શકાય નહિ, તેમ શરીરનામકર્મના ક્ષયથી ક્ષાયિક બલ થવું જોઈએ એ પ્રશ્ન જ થઇ શકે નહિ. તો પણ જેમ કર્મના ઉદયથી જીવમાં શાતારૂપ સુખ પેદા થાય છે અને વેદનીયકર્મના ક્ષયથી અવ્યાબાધ સુખરૂપ જીવનો ગુણ પેદા થાય છે, તેમ પુણ્યપ્રકૃતિસ્વરૂપ શરીરનામકર્મની પરિણતિવિશેષરૂપ જે બળ પેદા થાય છે, જે શરીરધારી આત્માના પરિણામરૂપ છે, તે શરીરનામકર્મના ક્ષયથી સાયિકરૂપે થવું જોઈએ; એ પ્રકારના આશયથી પૂર્વપક્ષી કહે છે, તેનો સ્વીકાર કરતાં ગ્રંથકાર કહે છે કે, થાય જ; પરંતુ યોગનિરોધથી થતા પરમનિશ્ચલતારૂપ ચારિત્રથી અપૃથભૂત જતે બલ છે, એમ એક આચાર્ય કહે છે. તેનું તાત્પર્ય એ છે કે, શરીરનામકર્મથી થનારું જે બલ છે તે પ્રયત્ન સ્વરૂપ છે, અને ક્ષાયિકબલ છે તે યોગનિરોધથી થનારું છે, અને તે પરમનિશ્ચલતારૂપ ચારિત્રસ્વરૂપ જ છે. જ્યારે સિદ્ધાંતકાર તો સિદ્ધમાં ક્ષાયિકચારિત્રની જેમ સાયિકવીર્યને પણ સ્વીકારતા નથી, તેથી ક્ષાયિકવીર્યને સાદિસાંત અને બહિ:પરિણામરૂપ કહે છે. તેનું તાત્પર્ય એ છે કે, શરીરનામકર્મના ક્ષયથી પેદા થનારું બળ સિદ્ધાંતકાર માનતા નથી. તેનું કારણ તેમના મતે ચારિત્ર પણ મોક્ષને પ્રાપ્ત કરવામાં અનુકૂળ યત્ન સ્વરૂપ છે, તે જ કેવલી અવસ્થામાં ઉચિત પ્રવૃત્તિ (આચાર) સ્વરૂપ છે; અને ચૌદમે ગુણસ્થાનકે સર્વસંવરરૂપ ચારિત્ર છે તે મોક્ષના કારણસ્વરૂપ છે. મોક્ષમાં ક્ષાયિકચારિત્ર હોતું નથી, કેમ કે ઉચિત આચરણારૂપ કે કૃત્ન કર્મક્ષયને અનુકૂળ યત્નરૂપ સર્વસંવરસ્વરૂપ ચારિત્રની મોક્ષમાં આવશ્યકતા નથી. સિદ્ધના જીવોને કર્મક્ષય કરવાનો બાકી નથી, તેથી તેના કારણભૂત ઉચિતઆચરણાસ્વરૂપ ચારિત્ર સિદ્ધના જીવોમાં નથી. તે જ રીતે ક્ષાયિકવીર્ય પણ સિદ્ધોમાં નથી, પરંતુ જ્ઞાનપરિણામસ્વરૂપ આત્મા સિદ્ધાવસ્થામાં છે. આ પ્રમાણે સિદ્ધાંતકારનો અભિપ્રાય છે. II૯૬l અવતરણિકા - અ યોજાનચારિક્રિયા માવતર મવતિતિ શોઅવતરણિકા - થી યોગજન્ય પણ ક્રિયા ભગવાનને હોતી નથી, એ પ્રકારે પૂર્વપક્ષી શંકા કરે છે
વોરાનન્યા/જ અહીં ગથિી એ સમુચ્ચય કરવો છે કે મોહજન્ય ક્રિયા તો ભગવાનને હોતી નથી, પરંતુ યોગજન્ય ક્રિયા પણ ભગવાનને હોતી નથી. ભાવાર્થ-તાત્પર્ય એ છે કે યોગજન્ય ક્રિયા નહિ હોવાને કારણે ભગવાનને આહાર ગ્રહણ કરવાની ક્રિયા સંભવે નહિ. માટે કેવલીને ભક્તિ નથી આ પ્રકારની શંકા પ્રસ્તુત ગાથામાં પૂર્વપક્ષીએ કરેલ છે. ગાથા - बंधो परपरिणामा सो पुण नाणा न वीयमोहाणं ।
जोगकयावि हु किरिया तो तेसि होइ णिब्बीया ॥१७॥ (बन्धो परपरिणामात् स पुनर्ज्ञानान वीतमोहानां । योगकृतापि क्रिया तत्तेषां भवति निर्बीजा ॥९७||) ગાથાર્થ - પરપરિણામથી બંધ થાય છે. વળી તે =બંધ, વીતમોહવાળા કેવલીઓને જ્ઞાન હોવાથી થતો નથી.
'તે કારણથી, તેઓને=વી મોહવાળા કેવલીઓને, યોગકૃત પણ ક્રિયા નિર્બેજ હોય છે..