________________
ગાથા - ૯૫
અધ્યાત્મમત૫રીક્ષા
૪૪૯
માનવું પડે. તેથી પૂર્વમાં આપેલ ગૌરવદોષ દૂર થવા છતાં ક્ષાયિક ભાવના ગુણો અભાવરૂપે ક્ષુધાના કારણ છે તેમ દિગંબરને માનવું પડે, અને તેમ માનવું ઉચિત નથી. કેમ કે ક્ષુધા પ્રત્યે ક્ષુધાવેદનીયકર્મ જ કારણ છે, પરંતુ ક્ષાયિક ગુણોનો અભાવ કારણ માનવું તે કલ્પનામાત્ર છે, તે પ્રકારનો ગ્રંથકારનો આશય છે.
ટીકાર્ય :- ‘તેન’- પૂર્વમાં કહ્યું કે મોહક્ષયત્વાદિરૂપે કેવલીમાં વર્તતા અનંતગુણોને ક્ષુધા પ્રત્યે પ્રતિબંધક માનશો તો, મોહક્ષયત્વાદિના અભાવરૂપે સંસારી જીવોમાં વર્તતા તે અનંતગુણોના અભાવને ક્ષુધા પ્રત્યે કારણ માનવાનો પ્રસંગ આવશે, એનાથી વક્ષ્યમાણ કથન પણ નિરસ્ત જાણવું. અને વક્ષ્યમાણ કથન આ પ્રમાણે છે‘અનન્ત’ – અનંતપ્રતિબંધકોનો અન્યતમત્વેન એક જ અભાવ (ક્ષુધા પ્રત્યે) કારણ છે, એ પણ નિરસ્ત જાણવું. અર્થાત્ કેવલીમાં વર્તતા અનંતગુણો જે ક્ષુધાના પ્રતિબંધક છે, તે અનંતપ્રતિબંધકોનો અન્યતમત્વેન સંગ્રહ કરીને એક જ અભાવ ક્ષુધા પ્રત્યે કારણ માનીશું એમ જે કોઇ કહે છે, તે પણ નિરસ્ત જાણવું; કેમ કે અનબ્લ્યુપગમ છે.
ભાવાર્થ :- તાત્પર્ય એ છે કે દિગંબર મતને અનુસરનાર કોઇક કહે છે કે, કેવલીમાં વર્તતા અનંતગુણો ક્ષુધાના પ્રતિબંધક છે તેથી કેવલીને ક્ષુધા લાગતી નથી. અને કેવલીમાં વર્તતા ક્ષુધાના પ્રતિબંધક એવા અનંત ગુણોનો અન્યતમરૂપે સંગ્રહ કરીને તે બધા ગુણોનો જે અભાવ છે તે ક્ષુધા પ્રત્યે કારણ છે, અને સંસારીજીવોમાં તે સર્વગુણોનો અભાવ વર્તે છે તેથી, ક્ષુધા પ્રત્યે જેમ અસાતાવેદનીયનો ઉદય કારણ છે તેમ, અનંતગુણોનો અભાવ પણ પ્રતિબંધકાભાવરૂપે ક્ષુધા પ્રત્યે કારણ છે અને ક્ષુધાવેદનીયકર્મનો ઉદય પણ ક્ષુધા પ્રત્યે કારણ છે. આ પ્રકારની કાર્ય-કારણભાવની વ્યવસ્થા દિગંબરમતના અનુયાયી કરે છે, તે પૂર્વના કથનથી નિરસ્ત છે. કેમ કે તે પ્રકારનો કાર્ય-કારણભાવ સ્વીકારાયેલ નથી.
ગ્રંથકા૨ને એ કહેવું છે કે જેમ મોહક્ષયત્વાદિના અભાવરૂપે સંસારીજીવામાં વર્તતા અનંતગુણોનો અભાવ ક્ષુધા પ્રત્યે કારણ સ્વીકૃત નથી, તેમ આત્માના અનંતગુણોનો અન્યતમત્વન અભાવ સ્વીકારીને સુધાપ્રત્યે કારણ તરીકે સ્વીકારવો, એ પ્રકારનો કાર્ય-કારણભાવ, શાસ્રોને સ્વીકાર્ય નથી. માટે ક્ષુધા પ્રત્યે ક્ષુધાવેદનીયકર્મનો ઉદય કારણ તરીકે સ્વીકારવો ઉચિત છે, પરંતુ અનંતગુણોનો અભાવ કારણ છે એમ માનવું ઉચિત નથી.
ઉત્થાન :- અહીં પૂર્વપક્ષી કહે કે તમારાં (શ્વેતાંબરનાં) શાસ્ત્રો કેવલીમાં ક્ષુધા સ્વીકારે છે, તેથી તમે પૂર્વમાં કહ્યો તેવો કાર્ય-કારણભાવ માનતા નથી. પરંતુ અમારાં (દિગંબરનાં) શાસ્ત્રો તો કેવલીમાં ક્ષુધા સ્વીકારતાં નથી, તેથી કેવલીમાં વર્તતા અનંતગુણોને ક્ષુધા પ્રત્યે પ્રતિબંધક માનીએ, અને તેનો અભાવ ક્ષુધા પ્રત્યે કારણ માનીએ, તો કોઇ દોષ નથી. તેથી ગ્રંથકાર બીજો હેતુ કહે છે
ટીકાર્ય :- ‘વાસીન’- ઉદાસીનના પ્રવેશ-અપ્રવેશ દ્વારા વિનિગમનાના વિરહનો પ્રસંગ છે.
ભાવાર્થ :- તાત્પર્ય એ છે કે જેમ કેવલજ્ઞાન પ્રત્યે કેવલજ્ઞાનાવરણીયનો ક્ષય ‘આવરણઅપગમવિધયા’ કારણ છે, અને મોહનીયનો ક્ષય ‘ઉદાસીનવિધયા' કારણ છે; કેમ કે મોહ કેવલજ્ઞાનનું સાક્ષાત્ આવારક નથી, પરંતુ કેવલજ્ઞાનાવરણ જ આવા૨ક છે; તો પણ મોહક્ષય થયા પછી જ કેવલજ્ઞાનાવરણનો ક્ષય થાય છે, તેથી કેવલજ્ઞાન પ્રત્યે મોહનો ક્ષય ‘ઉદાસીનવિધયા' કારણ છે, અને કેવલજ્ઞાનાવરણીયનો ક્ષય ‘આવરણઅપગમવિધયા’ કારણ
A-૭