________________
૪૪૮. .. અધ્યાત્મમત પરીક્ષા..
ગાથા - ૯૫ ટીકાર્ય - અથથી પૂર્વપક્ષી કહે કે ઔષધવિશેષનું પણ સુત્પતિબંધકપણું દેખાય છે. એથી કરીને કેવલજ્ઞાનનું કેમ તથાપણું નથી=—તિબંધકપણું નથી? તેને ગ્રંથકાર કહે છે કે, અવધિજ્ઞાનાદિની જેમ ગ્રહણ કર (જાણ), અર્થાત જેમ અવધિજ્ઞાનાદિ સુધાદિના પ્રતિબંધક નથી તેમ કેવલજ્ઞાન પણ સુધાદિનું પ્રતિબંધક નથી એ પ્રમાણે જાણ. અહીં પૂર્વપક્ષી કહે કે, અવધિજ્ઞાનાદિ સુધાદિના પ્રતિબંધક કેમ નથી? તો ગ્રંથકાર તેમાં હેતુ કહે છેઔષધપુદ્ગલાદિમાં ઔદર્યજવલનને અભિભાવક=અભિભવ કરનાર, અને બલ-કાંતિ આદિ અનુકૂળ પરિણામવિશેષનું નિયામક શક્તિમત્ત્વપણું છે, અને જ્ઞાનાદિનું અતથાત્વ છે, અર્થાત જ્ઞાનાદિમાં એવી કોઈ શક્તિ નથી કે ઔષધિની જેમ સુધાદિના પ્રતિબંધક તેને કહી શકાય. મામપિ' અને અપ્રામાણિક પ્રતિબંધકત્વની કલ્પના કરાય છતે કેવલીમાં વર્તતા અનંતગણોમાં સુધાના પ્રતિબંધકરૂપે કલ્પના કરવાની આપત્તિ આવશે, અને તે કલ્પના કરવામાં ગૌરવદોષ છે.
ભાવાર્થ - “BIમા ' - પૂર્વમાં કહ્યું કે જ્ઞાનાદિનો અતથાભાવ છે તેથી ઔષધિવિશેષની જેમ જ્ઞાનાદિ સુધાદિનાં પ્રતિબંધક થતાં નથી. આમ છતાં, જ્ઞાનાદિને સુધાદિનાં પ્રતિબંધક માનવામાં આવે તો અપ્રામાણિક પ્રતિબંધકની કલ્પના થાય, અને તે રીતે જીવમાં વર્તતા અનંતગુણોમાં પ્રતિબંધકત્વની કલ્પના કરવી પડે, કેમ કે જ્ઞાનાદિમાં સુધાદિનું પ્રતિબંધકત્વ દેખાતું નથી. આમ છતાં, જ્ઞાનાદિમાં સુધાદિના પ્રતિબંધકત્વની કલ્પના કરી શકાય તો કેવળીમાં તેવા જ બીજા અનંતગુણો છે તેમાં પણ પ્રતિબંધકત્વની કલ્પના થઈ શકે, અને તે કલ્પનામાં અનંત પ્રતિબંધક માનવાનું ગૌરવ પ્રાપ્ત થાય. ઉત્થાન - આ ગૌરવદોષને દૂર કરવા પૂર્વપક્ષી કહે કે, કેવલીમાં વર્તતા અનંતગુણોને તે તે ગુણરૂપે પ્રતિબંધક માનીએ તો અનંતગુણોને સુધા પ્રત્યે પ્રતિબંધક માનવામાં ગૌરવ દોષ આવે, પરંતુ કેવલીમાં વર્તતા અનંતગુણોને મોહક્ષયત્વાદિરૂપે પ્રતિબંધક માનીએ તો મોહક્ષયત્વાદિરૂપે તે અનંતગુણોનો સમુચ્ચય થવાથી ગૌરવ દોષ આવશે. નહિ. જેમ ઘટ પ્રત્યે રક્તદંડ, શ્વેતદંડ, દીર્ઘદંડ, હ્રસ્વદંડ આદિ અનેક દંડો કારણ હોવા છતાં દંડત્વેન બધા દંડોનો સમુચ્ચય કરવાથી અનંત દંડોને કારણે માનવાનો પ્રસંગ પ્રાપ્ત થતો નથી, તેમ મોહક્ષય અને કેવલજ્ઞાનાવરણીયના ક્ષયથી થતા બધા ગુણોને મોહક્ષયત્વાદિ રૂપે ગ્રહણ કરીને પ્રતિબંધક માનવાથી, ઉપસ્થિતકૃત ગૌરવદોષ આવશે નહિ, આ પ્રકારની પૂર્વપક્ષીની શંકાને સામે રાખીને ગ્રંથકાર કહે છે
ટીકાર્ય - મોદક્ષત્વિવિના'- અને મોહસયાદિરૂપે પ્રતિબંધકપણું હોતે છતે તદભાવપણા વડે કરીને મોહાયતાદિના અભાવપણા વડે કરીને ત્યાં સુધીમાં, કેવલીમાં વર્તતા અનંતગુણોના કારણત્વનો પ્રસંગ આવશે.
ભાવાર્થ - તાત્પર્ય એ છે કે કેવલીમાં વર્તતા અનંત ગુણો મોહક્ષય અને કેવલજ્ઞાનાવરણીય આદિનો ક્ષય થયો હોવાને કારણે પ્રગટ થયા છે, અને તે ગુણો કેવલીને સુધા પેદા કરવામાં પ્રતિબંધક છે એમ પૂર્વપક્ષી સ્વીકારે તો ગ્રંથકાર કહે છે કે, સંસારી જીવોને મોહનો ક્ષય અને કેવલજ્ઞાનાવરણીયનો ક્ષય થયેલો નથી તેથી સંસારી જીવોમાં તે અનંત ગુણોનો અભાવ છે, અને તે અનંત ગુણોનો અભાવ સુધા પ્રત્યે કારણ માનવાનો પ્રસંગ આવશે. કેમ કે જે ગુણો સુધાના પ્રતિબંધક હોય તે ગુણોનો અભાવ પ્રતિબંધકાભાવરૂપે સુધા પ્રત્યે કારણ છે તેમ