________________
અધ્યાત્મમતપરીક્ષા
णय केवलनाणाई छुहाइपडिबंधगं जिणिदस्स ।
दाहस्सिव मंताई इय जुत्तं तंतजुत्तीए ॥९५॥
( न च केवलज्ञानादि क्षुधादिप्रतिबन्धकं जिनेन्द्रस्य । दाहस्येव मन्त्रादीति युक्तं तन्त्रयुक्त्या ॥९५॥ )
ગાથા - ૯૫
ગાથા :
૪૪૭
ગાથાર્થ :- મંત્રાદિ જેમ દાહાદિના પ્રતિબંધક છે તેમ જિનેન્દ્રના કેવલજ્ઞાનાદિ ક્ષુધાદિના પ્રતિબંધક છે એ પ્રમાણે (કહેવું) તન્ત્રયુક્તિથી=આગમવચનથી યુક્ત નથી.
टी51 :- न खलु करतलानलसंयोगादिसत्त्वेऽपि मन्त्रादिना दाहप्रतिबन्ध इव वेदनीयोदयादिसत्त्वेऽपि केवलज्ञानादिना क्षुदादिप्रतिबन्धो दृष्टोऽस्ति येन मन्त्रादेर्दाहप्रतिबन्धकत्वमिव तस्य तत्प्रतिबन्धकत्वं सिद्धिसौधमध्यासीत । न चादृष्टार्थस्यागमादिपरिग्रहं विना सिद्धिर्नाम ।
-
-
ટીકાર્ય :- ‘ન હતુ’ – કરતલ અગ્નિનો સંયોગાદિ હોવા છતાં પણ મંત્રાદિ વડે દાહનો પ્રતિબંધ થાય છે તેમ વેદનીયકર્મના ઉદયાદિ હોવા છતાં પણ કેવલજ્ઞાનાદિ વડે ક્ષુધાદિનો પ્રતિબંધ જોવાયેલો નથી, જેથી મંત્રાદિ દાહપ્રતિબંધક થાય છે તેમ તેનું=કેવલજ્ઞાનનું, તત્પ્રતિબન્યકત્વ=ક્ષુધાદિપ્રતિબંધકત્વ, સિદ્ધિમહેલ સિદ્ધિને પામે. અર્થાત્ કેવલજ્ઞાન ક્ષુધાદિનું પ્રતિબંધક છે એમ સિદ્ધ થાય.
ઉત્થાન :- અહીં પ્રશ્ન થાય કે મંત્રથી અગ્નિના દાહનો જેમ પ્રતિબંધ થાય છે તેમ કેવલજ્ઞાનાદિથી ક્ષુધાનો પ્રતિબંધ માનીએ તો શું વાંધો? તેથી કહે છે –
ટીકાર્થ :- ‘૬ ચ’ - આગમાદિ પરિગ્રહ વિના અદૃષ્ટાર્થની સિદ્ધિ થતી નથી.
ભાવાર્થ:- કેવલજ્ઞાનાદિથી ક્ષુધાનો પ્રતિબંધ થાય છે તેમ દેખાતું નથી, તેથી આગમમાં તેમ કહેલું હોય તો જ તેમ માની શકાય; પરંતુ મંત્રાદિના દૃષ્ટાંતથી કેવલજ્ઞાનાદિને પ્રતિબંધક માની શકાય નહીં. અને આગમમાં ક્યાંય કેવલજ્ઞાનાદિને ક્ષુધાના પ્રતિબંધક માન્યા નથી. આથી જ શ્લોકમાં કહેલ છે કે ક્ષુધાના પ્રતિબંધક કેવલજ્ઞાનાદિને કહેવા તંત્રયુક્તિથી યુક્ત નથી.
asi :- अथौषधिविशेषस्यापि क्षुत्प्रतिबन्धकत्वं दृश्यत इति केवलज्ञानस्य कथं न तथात्वं? इति चेत् ? अवधिज्ञानादेरिव गृहाण । कथमेतदेवं ? इति चेत् ? औषधपुद्गलादीनामौदर्यज्वलनाभिभावकबलकान्त्याद्यनुकूल परिणामविशेषनियामकशक्तिमत्त्वात्, ज्ञानादेश्चाऽतथाभावात्, अप्रामाणिकप्रतिबन्धकत्वकल्पने चानन्तेषु तत्कल्पने गौरवं, मोहक्षयत्वादिना प्रतिबन्धकत्वे च तदभावत्वेन तत्र कारणत्वप्रसङ्गः। एतेन ‘अनन्तप्रतिबन्धकानामन्यतमत्वेनैक एवाभावः कारणमित्यपि निरस्तं' अनभ्युपगमात्, उदासीनप्रवेशाऽप्रवेशाभ्यां विनिगमनाविरहप्रसङ्गाच्च ।