________________
૪૪૬ ... અધ્યાત્મમતપરીક્ષા
ગાથા - ૯૪-૯૫ પરાસ્ત જાણવું. તેમાં હેતુ કહે છે. ખરેખર દેવોને વેદનીયકર્મ અભિભૂત છે એથી કરીને જ વિચિત્ર-સ્વકાર્ય અક્ષમ છે એવું નથી, પરંતુ તદ્ભવઔપગ્રહિક=તે ભવને ઉપગ્રહ=ઉપકાર કરનાર એવા, વિચિત્ર અદષ્ટના વશથી દર્યજવલનવિશેષાદિ અનુપરંભહેતુક વેદનીયકર્મ દેવોને છે. કે ‘અનુપણામહેતા તિ’ ‘ત્તિ' શબ્દ હેતુઅર્થક છે. દપુષfપૂત' એ હેતુઅર્થક વિશેષણ છે.
વંજ- અને પૂર્વમાં કહ્યું એ રીતે–દેવોને વેદનીય અભિભૂત છે એથી કરીને વિચિત્રસ્વકાર્યમાં અક્ષમ છે એવું નથી, પરંતુ તેમને તે ભવને ઉપકાર કરનાર વિચિત્ર અદષ્ટના વશથી ઔદર્યજ્વલન વિશેષ ન થાય તેવું વેદનીયકર્મ છે એ રીતે, તથાવિધ આહારપર્યાપ્તિ અને વેદનીયકર્મ સુધાતૃષાજનક છે, પરંતુ અનભિભૂત વિશેષણનો ત્યાં પ્રવેશ કરાવવો નહિ. અર્થાત્ તથાવિધ આહારપર્યાપ્તિ અને અનભિભૂત વેદનીયકર્મ ક્ષુધાતૃષાજનક છે એમ વેદનીયના વિશેષણ તરીકે પ્રવેશ કરાવવો નહિ, કેમ કે ગૌરવ છે એ પ્રમાણે પણ આચાર્યો કહે છે...૯૪
ભાવાર્થ તાત્પર્ય એ છે કે સુધાતૃષાજનક આહારપર્યાપ્તિ અને વેદનીયકર્મ છે. અને જો વેદનીયકર્મ અભિભૂત અને અનભિભૂત બે પ્રકારનું હોય અને અભિભૂત એવા વેદનીયકર્મને કારણે દેવોને સુધા પ્રાપ્ત ન થતી હોય, તો ગૌરવ હોવા છતાં અનભિભૂત વિશેષણનો વેદનીયકર્મમાં પ્રવેશ કરાવવો પડે, પરંતુ તેવા પ્રકારના અદૃષ્ટના વશથી કવાલાહાર કરવો પડે તેવું દર્યજવલેન દેવોને થતું નથી, આમ છતાં કેવલીને સુધા લાગતી નથી તે સ્વીકારવા અનભિભૂત વિશેષણ મૂકવાથી ગૌરવની પ્રાપ્તિ થાય છે, માટે તેમ સ્વીકારવું ઉચિત નથી. એ પ્રમાણે પણ આચાર્યો કહે છે.
પૂર્વપક્ષી કહે કે કેવલીને વેદનીયકર્મનો ઉદય છે પણ તે અભિભૂત છે તેથી તેમને વેદનીયનો ઉદય હોવા છતાં પણ સુધા ન લાગે ને છઘસ્થને અનભિભૂત વેદનીય છે તેથી ક્ષુધા લાગે છે. તેથી એ પ્રાપ્ત થાય છે તથાવિધ આહારપર્યાતિ અને અનભિભૂત વેદનીય સુધાનું જનક છે તેથી સુધાના જનક એવા વેદનીયકર્મમાં વિશેષણરૂપે અભિભૂત સ્વીકારવું પડે. અનભિભૂત વિશેષણથી વિશિષ્ટ વેદનીયને કારણ માનવામાં ગૌરવ દોષ છે એમ પણ આચાર્યો કહે છે.
અભિભૂત = કાર્ય કરવાની શક્તિ જેની હણાયેલી હોય તે. અનભિભૂત = જેની કાર્ય કરવાની શક્તિ હણાયેલી ન હોય તે. II૯૪માં
અવતરણિકા -નવાતામત, વનસાનવીર્યનનો તાપ તિવમસ્વિત્યારથી માદ
અવતરણિકાઈ - “નથી પૂર્વપક્ષી કહે છે કે અન્ય (વાત) દૂર રહો, કેવલજ્ઞાન જ ઔદર્યજવલનઉપપાતનું પ્રતિબંધક હો, એ પ્રમાણેની આશંકામાં (ગ્રંથકાર કહે છે.)