________________
૪૫૦
..... અધ્યાત્મમત પરીક્ષા... . ગાથા -૯૫-૯૬ છે. તે જ રીતે પ્રસ્તુતમાં સુધાદિ લગાડવામાં સુધાવેદનીયકર્મ જનકવિધયા' કારણ છે, અને સંસારીજીવોમાં કેવલીમાં વર્તતા અનંતગુણોનો અભાવ સાક્ષાત્કૃધાને પેદા કરતો નથી, પરંતુ સુધાવેદનીયકર્મના ઉદયથી સુધા પેદા થાય છે તે વખતે તે ગુણોનો અભાવ અવશ્ય હોય છે, તેથી (સુધા પ્રત્યે તે અનંતગુણોનો અભાવ અવશ્ય હોય છે તેથી) સુધા પ્રત્યે તે અનંતગુણો “ઉદાસીનવિધયા' કારણ માનવા પડે, અને સુધાવેદનીયને સાક્ષાત્ જનકરૂપે કારણ તરીકે સ્વીકારવું પડે. તેથી સુધા પ્રત્યે ઉદાસીનને પ્રવેશ કરાવીને કાર્ય-કારણભાવ સ્વીકારવો કે ઉદાસીનને પ્રવેશ કરાવ્યા વગર કાર્યકારણભાવ સ્વીકારવો, આ રીતે ઉદાસીનના પ્રવેશવાળો કાર્યકારણભાવ અને ઉદાસીનના પ્રવેશ વગરનો કાર્ય-કારણભાવ, આમ બે પ્રકારના કાર્ય-કારણભાવ થાય. એમાં કયો કાર્યકારણભાવ સ્વીકારવો તેમાં કોઈ વિનિગમક નથી. તેથી અનુભવને અનુરૂપ સુધા પ્રત્યે સુધાવેદનીયનો ઉદય જ કારણરૂપે સ્વીકારવો ઉચિત છે.
અહીં વિશેષ એ છે કે ઉદાસીન કારણને પ્રવેશ કરાવીને કાર્ય-કારણભાવ સ્વીકારીએ તો દિગંબરની માન્યતા સંગત થાય અને ઉદાસીન કારણનો અપ્રવેશ કરાવીને કાર્ય-કારણભાવ સ્વીકારીએ તો શ્વેતાંબરની માન્યતા સંગત થાય. જ્યારે તે બેમાં કોઈ વિનિગમક ન મળે ત્યારે અનુભવને અનુરૂપ કાર્ય-કારણભાવ માનવો જોઈએ, અને અનુભવ એ જ છે કે સુધાવેદનીયકર્મના ઉદયથી સુધા પેદા થાય છે પરંતુ કેવલજ્ઞાનાદિ ગુણોનો અભાવ છે તેથી સુધા પ્રગટે છે તેવો અનુભવ નથી.
ટીકા - સર્વત્નસિંપન્નાનાં ભાવત મુવાલિતિવચનો વિતવ્યમતિ ચેર, પતિની श्रद्धामात्रशरणत्वात्, वस्तुतो वेदनीयकर्मक्षयजन्यलब्धेरेव तादृशत्वादिति दिग्॥१५॥
ટીકાર્ય - ૩થથી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે સર્વલબ્ધિસંપન્ન ભગવાનને સુધાદિપ્રતિબંધક લબ્ધિ પણ થાઓ. તેને ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે આનું સર્વલબ્ધિસંપન્ન ભગવાનને સુધાદિપ્રતિબંધક લબ્ધિ પણ થાય એનું, શ્રદ્ધામાત્રશરણપણું છે. વસ્તુતઃ વેદનીયકર્મક્ષયજન્ય લબ્ધિનું જ તાદશપણું=સુધાદિપ્રતિબંધકપણું છે, એ પ્રમાણે દિશાસૂચન છે. Imલ્પા
ભાવાર્થ - ભવસ્થ કેવલીને વેદનીયકર્મનો ઉદય હોવાને કારણે વેદનીયકર્મક્ષયજન્ય લબ્ધિ હોતી નથી, માટે સુધાદિ તેમને લાગે છે. સિદ્ધોને વેદનીયકર્મનો ક્ષય થવાને કારણે સુધાદિન લાગે તેવી લબ્ધિ હોય છે. Imલ્પા
અવતરણિકા - ગણ મુલાર્વત્તાપાત્વાન્ મનાવી તત્સમવા? ત્યારીર્વાદ
અવતરણિકાર્ય - અથથી પૂર્વપક્ષી કહે કે સુધાદિનું બલ-અપચાયકપણું હોવાને કારણે અનંતવીર્યવાળા કેવલીઓને તત્સંભવ=સુધાદિનો સંભવ, કેવી રીતે હોય? એ પ્રમાણે આશંકા કરીને કહે છે
ગાથા -
खिज्जइ बलं छुहाए ण य तं जुज्जइ अणंतविरियाणं ।
इय वुत्तंपि ण सुत्तं बलविरियाणं जओ भेओ ॥१६॥ (क्षीयते बलं क्षुधया न च तद्युज्यतेऽनन्तवीर्याणाम् । इदमुक्तमपि न सूक्तं बलवीर्ययोर्यतो भेदः ॥९६॥ )