________________
૪૦
કમવિપાક-વિવેચનસહિત દ્રવ્યાદિવિષય – શ્રુતજ્ઞાની સર્વજ્ઞકથનાનુસારે સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને જાણે છે. દ્રવ્યથી ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યને, ક્ષેત્રથી કાલેકરૂપ સર્વક્ષેત્રને, કાલથી અતીતાદિ સર્વકાલને, અને ભાવથી આદયિકાદિ સર્વ ભાવને જાણે છે.' (અહીં ભાવશબ્દનો અર્થ ઔદવિકાદિ પાંચ ભાવે લેવા, જે દ્રવ્યના પર્યાયવાચક ભાવશબ્દ ગ્રહણ કરીએ તે તે સર્વે ભાવને જાણતા નથી.) પરંતુ સામાન્યગ્રાહી દર્શનવડે તે નથી. જેમ મન:પર્યવ જ્ઞાન સ્વભાવથી સ્પષ્ટ અર્થને ગ્રહણ કરતું હોવાથી તેને સામાન્યશાહી દર્શન નથી, તેમ શ્રુતજ્ઞાન પણ શબ્દાર્થ પર્યાલચનજન્ય હોવાથી સ્પષ્ટાર્થગ્રાહી છે. તેથી તેને દર્શન નથી.
[અવધિજ્ઞાનના અનુગામી આદિ છ ભેદનું સ્વરૂપ, અવધિજ્ઞાનને દ્રવ્યાદિ વિષય, મન:પર્યવજ્ઞાનના “ઋજુમતિ અને વિપુલમતિ એ બે ભેદનું સ્વરૂપ, મન:પર્યવજ્ઞાનને દ્રવ્યાદિ વિષય, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનને પરસ્પર ભેદ, ઋજુમતિથી વિપુલમતિને ભેદ, એક જીવને આશ્રયી યુગપ્રત જ્ઞાનને સભાવ, ઉપયોગ, કેવલીને આશ્રયી જ્ઞાને પગ અને દર્શને પોગમાં મતભેદ.]
પક્ષ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું, હવે પ્રત્યક્ષ અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાનનું વર્ણન કરે છે– ૧ જુઓ વિશેષ વશ્યક ભાષ્ય ગા. ૫૫૩ २. मतिश्रुतयोनिबन्धः सर्व द्रव्येध्वसर्व पर्यायेषु (तत्त्वार्थ • ' અ. ૧ ૨૭)