________________
૪૩
કર્મવિપાક–વિવેચનસહિત આદિ થાય છે, અને અન્ત પણ થાય છે, માટે સમ્યકત ક્ષેત્રની અપેક્ષાએ સાદિ સાંત છે. ૩. કાલથી ઉત્સર્પિણી અને અવસર્પિણના અમુક આરામાં સમ્યક્ શ્રતની આદિ થાય છે અને અમુક આરામાં સમ્યક કૃતને અન્ત થાય છે, માટે કાલની અપેક્ષાએ સમ્યક કૃત સાદિ સાત્ત છે. ૪ ભાવથી જિનપ્રણીત ભાવે જ્યારે કહેવાય છે ત્યારે શ્રુતપયોગની આદિ અને પછી તેને અન્ત થાય છે. માટે ભાવની અપેક્ષાએ શ્રુતજ્ઞાન સાદિ અને સાન્ત છે.
અનાદિ-અપર્યવસિત – તેવી રીતે દ્રવ્યાદિકની અપેક્ષાએ શ્રુતજ્ઞાન અનાદિ અપર્યાવસિત-અનંત છે. ૧. દ્રવ્યથી અનેક જીવદ્રવ્યની અપેક્ષાએ, ૨ ક્ષેત્રથી મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષાએ, ૩. કાલથી ઉત્સપિ ને અવસર્પિણ કાલની અપેક્ષાએ, અને ૪, ભાવથી ક્ષાપશમિક ભાવની અપેક્ષાએ સમ્યફથત જ્ઞાન અનાદિ અપર્યવસિત છે. (મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્સર્પિણી અવસર્પિણી કાલની મર્યાદા નથી.)
ગમિક-જે શાસ્ત્રમાં સરખા પાઠ હોય તે ગમિક શ્રુત. તેમાં કાંઈક વિશેષતાથી પુનઃ પુનઃ તે સૂત્રના ઉચ્ચારણવડે પાઠની સમાનતા હોય છે. તે પ્રાયઃ દષ્ટિવાદમાં કહેવાય છે.
અગમિક-જેમાં ગાથાદિની રચના હોવાથી પરસ્પર સર: પાઠ ન હોય તે અગમિક. તે આચારાંગ, સૂત્રકૃતાંગ વગેરે જાણવા.
૧. જે કાળમાં આયુ, શરીર, બુદ્ધિ, બલ વગેરે ભાવોને ઉત્તરોત્તર વિકાસ થાય તે ઉત્સર્પિણી, અને ઉત્તરોત્તર હ્રાસ થાય તે અવસર્પિણી કાલ જાણે.