________________
કમવિપાક-વિવેચનસહિ
૩૩ અપાય:- વિશેષ ધર્મને નિર્ણય તે અપાય. જે વિશેષ ધર્મની ઈહિ-સંભાવના કરેલી છે તેને નિર્ણય કરે તેને અપાય કહે છે. જેમકે, “આ શબ્દ છે.” “આ પુરુષ છે.” અપાય થયા પછી પણ અન્ય અન્ય વિશેષ ધર્મની જિજ્ઞાસાથી ઈહા થાય છે અને તેને પુનઃ અપાય પણ થાય છે, માટે પૂર્વ-પૂર્વના અપાયને વ્યાવહારિક અર્થાવગ્રહ કહેવામાં આવે છે. જે અપાયના પછી ઈહા પ્રવર્તે તે અપાયને વ્યાવહારિક અર્થાવગ્રહ કહેવામાં આવે છે. નૈૠયિક અર્થાવગ્રહ માત્ર સામાન્યગ્રાહી છે. અને વ્યાવહારિક અર્થાવગ્રડ સામાન્ય વિશેષગ્રાહી છે, જ્યાં સુધી અન્ય અન્ય વિશેષ ધર્મને જિજ્ઞાસા થાય ત્યાં સુધી ઈહા અને અપાયની ધારા ચાલુ રહે છે. તેના પણ પૂર્વની પેઠે પાંચ ઈન્દ્રિય અને મન વડે છે પ્રકાર થાય છે.
ધારણું – નિર્ણત અથનું અવિસ્મૃતિ, વાસના અને સ્મૃતિરૂપ ધારણ કરવું તે ધારણું. તેના ત્રણ ભેદ છે-૧. અવિશ્રુતિઃ ૨. વાસના; અને ૩. સ્મૃતિ.
૧. અવિશ્રુતિ - નિર્ણત વસ્તુનું અન્તર્મુહૂર્ત કાળ સુધી વધારવાહી જ્ઞાન થવું તે અવિશ્રુતિ ધારણા. અ--નહિ, વિસ્મૃતિ-નાશ, ઉપગને-બુદ્ધિવ્યાપારને નાશ નહિ થવે તે.
- ૨. વાસના:- અવિસ્મૃતિ વડે સ્મરણના કારણભૂત જે દઢ સંસ્કાર થાય તે વાસના ધારણ.
૧. એક વસ્તુવિષયક જ્ઞાનની પરમ્પરાને ધારાવાહી જ્ઞાન કહે છે. જેમ ઘટ ઘટ એવું જ્ઞાન થયા કરે છે.
કમ. ૩