SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ કમરવિપાક-વિવેચનસહિત ૨પ (૩) અવધિજ્ઞાન આવરણના ક્ષપશમથી થાય છે માટે સાપશમિક ભાવે છે, તેમ મન:પર્યવ જ્ઞાન પણ ક્ષાપથમિક ભાવે છે, માટે ભાવનું સાધર્યા છે. (૪) અવધિજ્ઞાન ઇન્દ્રિયાદિકની અપેક્ષા સિવાય થતું હેવાથી પ્રત્યક્ષ છે, તેમ મનઃ પર્યાવજ્ઞાન પણ પ્રત્યક્ષ છે, માટે પ્રત્યક્ષનું સાધમ્ય છે. યતિસાધમ્ય, સર્વોત્તમ અને છેવટે પ્રાપ્ત થવાથી મનપર્યાવજ્ઞાન પછી કેવલજ્ઞાન કહ્યું છે. (૧) મન:પર્યવ જ્ઞાન અપ્રમત્ત યતિને થાય છે તેમ કેવળજ્ઞાન પણ અપ્રમત્ત યતિને થાય છે, માટે બનેનું યતિસાધર્યા છે. (૨) કેવળજ્ઞાન સઘળાં જ્ઞાનમાં ઉત્તમ હોવાથી પછી કહ્યું છે. (૩) બીજા બધાં જ્ઞાને પ્રાપ્ત થયા પછી છેવટે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. માટે મન:પર્યવજ્ઞાન પછી કેવળજ્ઞાન કહ્યું છે. મતિજ્ઞાનના સામાન્ય રીતે બે ભેદ છે-તનિશ્ચિત અને અશ્રતનિશ્રિત. અશ્રતનિશ્રિત :– સંકેતજ્ઞાન કે શાસ્ત્રના અભ્યાસ સિવાય મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષેપશમથી સ્વાભાવિક જે બુદ્ધિ ઉત્પન્ન થાય તે અતનિશ્ચિત તેના ચાર પ્રકાર છે૧. ઔત્પત્તિકી, ૨ વૈનાયિકી, ૩ કાર્મિકી, ૪ પરિણામિકી. . * ૧. ભાવ એટલે આત્મપરિણામ તેના ઔપશમિકાદિ પાંચ ભેદ છે. તેનું વર્ણન પડશીતિ ગા૦ ૬૭ માં આપેલું છે.
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy