________________
કર્મવિપાક-વિવેચન સહિત મિતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્ય વિજ્ઞાન અને કેવલ જ્ઞાન એ પાંચ જ્ઞાનનું સ્વરૂપ ક્ષાપશમિક અને ક્ષાવિકનું સ્વરૂપ; પ્રથમના ચાર જ્ઞાન આવરણના સર્વથા ક્ષયથી ક્ષાયિક કેમ ન થાય ? આ શંકાનું સમાધાન, પાંચ જ્ઞાનના ક્રમનું પ્રજન, શ્રતનિશ્રિત અને અતનિશ્રિત એ મતિજ્ઞાનના બે ભેદનું સ્વરૂપ: અછતનિશ્રિતની ઔત્પત્તિકી વગેરે ચાર પ્રકારનું સ્વરૂપ, કૃતનિશ્રિતના અવંગ્રહાદિ ચાર પ્રકાર, વ્યંજનાવગ્રહ, વ્યંજનાવગ્રહ ક્ષયોપશમરૂપ કે અવ્યકતજ્ઞાનરૂપ શી રીતે ?—આ શંકાનું સમાધાન, ચહ્યું અને મનનું અપ્રાપ્તકારિત્વ.]
હવે જ્ઞાનાવરણ કર્મના પાંચ ભેદ કહેવા માટે પ્રથમ પાંચ જ્ઞાનનું સ્વરૂપ બતાવે છે. મરૂ--શોહી-અ-વાળ નાખirm તસ્થ મરૂના | वंजणवग्गह चउहा, मण-नयण विणिदियचउक्का ॥४॥ મત-પ્રતા-વધિ-મન-વનિ જ્ઞાનાનિ તત્ર મતિજ્ઞાનમ્ | व्यञ्जनावग्रहश्चतुर्धा मनो-नयन विनेन्द्रियचतुष्कात् ॥
અર્થ :-મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન–એ પાંચ જ્ઞાન છે. તેમાં મતિજ્ઞાન [અઠ્ઠાવીશ પ્રકારે છે.] વ્યંજનાવગ્રહ મન અને ચક્ષુ સિવાય બાકીની ચાર ઇન્દ્રિયની અપેક્ષાએ ચાર પ્રકારે છે.
મતિજ્ઞાન - શબ્દાર્થ પર્યાલચન સિવાય ઇન્દ્રિય અને મનથી જે બંધ થાય તે મતિજ્ઞાન, યદ્યપિ શ્રુતજ્ઞાન પણ ઇન્દ્રિય અને મન દ્વારા થાય છે, તે પણ તે શબ્દાર્થ પર્યા. લેચનથી-વાચ્યવાચકભાવ સંબધના સ્મરણવડે થતું હોવાથી તેમાં ઈન્દ્રિય અને મન ઉપરાંત શબ્દાર્થ પર્યાલચન