________________
૧૫
કમવિપાક-વિવેચનસહિત અહીં જ્ઞાન અને દર્શન બેધસ્વરૂપે બિન નથી, પરંતુ સામાન્ય વિષયક બેધ તે દર્શન, અને વિશેષવિષયક બેધ તે જ્ઞાન–આ જ્ઞાન-દર્શનને પારિભાષિક ભેદ હેવાથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મ જુદા ગણ્યા છે.
વેદનીય – સુખ અને દુઃખ રૂપે અનુભવાય તે વેદનીય કર્મ. યદ્યપિ સઘળા કર્મ સુખ-દુઃખ રૂપે અનુભવાય છે, તે પણ એટલી વિશેષતા છે કે બીજા કર્મો સુખદુઃખની અંતરંગ સામગ્રી સંપાદન કરે છે, ત્યારે વેદનીય કર્મ સુખ અને દુઃખની બાહ્ય સામગ્રી મેળવી આપે છે, તેથી આત્મા સુખદુઃખને અનુભવ કરે છે. તેને બે ઉત્તર ભેદ છે.
મેહનીય - પારમાર્થિક હિતાહિતના વિવેકથી ભ્રષ્ટ કરે તે મોહનીય. સર્વ જીવને સુખ પ્રિય છે, અને દુઃખ અપ્રિય છે, તેથી તેઓ સુખના સાધનમાં પ્રવૃત્તિ કરે છે, અને દુઃખના સાધનથી નિવૃત્ત થાય છે–એ રીતે તેઓ પિતાના હિતાહિતને વિચાર કરી શકે છે, તે પણ મોહનીય કર્મના ઉદયથી મૂઢ માત્મા પારમાર્થિક હિતાહિતને વિવેક કરવામાં અસમર્થ થાય છે. તે મેહનીય કર્મના ઉત્તર ભેદ અઠયાવીશ છે. - આયુષ્ય – દેવાદિક ભવમાં સ્થિતિનું કારણ તે આયુષ્ય કમ. તેના ચાર ઉત્તર ભેદ છે.
નામ:- જેથી ગતિ-જાતિ વગેરે વિવિધ અવસ્થાઓને અનુભવ થાય તે નામ કર્મ. તેના ઉત્તર ભેદ એકસો ત્રણ છે, | ગાડ્યા- જે કર્મથી આત્મા ઉચ્ચ કે નીચ કુલમાં જન્મ ધારણ કરે તે ગાત્ર કર્મ. તેના બે ભેદ છે.