________________
કર્મવિપાક-વિવેચનસહિત જ્ઞાન થયા પછી પ્રજનની અપેક્ષા રહે છે. આ ગ્રંથને વિષય કર્મને વિપાક છે, તે જાણ્યા પછી તેનું જ્ઞાન મેળવવાનું પ્રયોજન હોય તે તેના વાચનાદિકમાં પ્રવૃત્તિ થાય છે. તે પ્રયજનના અનંતર અને પરંપર એ બે ભેદ છે. વળી તે બન્ને પ્રકારના પ્રજનના ગ્રંથકર્તા સંબંધી તથા શ્રોતા સંબંધી એવા બબ્બે ભેદ થઈ શકે છે. અહીં ગ્રંથકર્તાનું અનંતર (તરતનુ) પ્રજન સાંભળનાર કે ભણનારને કર્મના વિપાકને બંધ કરે, અને શ્રોતાનું અનન્તર પ્રયોજન કર્મના વિપાકનું જ્ઞાન મેળવવું તે બન્નેનું પરંપર (છેવટનું) પ્રયજન કર્મના વિપાકને જાણ કર્મથી મુક્ત થવું.
સંબધ – ગ્રંથ અને વિષયને વાવાચકભાવ સંબન્ધ, ગ્રંથકર્તા અને ગ્રંથનો કાર્યકારણુભાવ સંબંધ, ગ્રંથ અને તે વિષયના મૂળગ્રંથ કર્તાને ગુરુપર્વકમ લક્ષણ સંબંધ છે. ૧ આ ગ્રંથને પ્રતિપાદ્ય વિષય કર્મને વિપાક છે, અને તેને વાચક આ કર્મ વિપાક નામે ગ્રંથ છે, તેથી બન્નેને વાચવાચકભાવ સંબધ છે. ૨. આ ગ્રંથના કર્તા દેવેન્દ્રસૂરિ કારણ છે, અને ગ્રંથ તેનું કાર્ય છે, માટે તે બન્નેને કાર્યકારણભાવ સંબન્ધ છે. ૩. કર્મવિપાકના વિષયને પ્રથમ સૂત્રરૂપે રચનાર ભગવાન સુધર્માસ્વામી હતા. માટે તેમની સાથે આ ગ્રંથને ગુરુપર્વક્રમલક્ષણ સંબન્ધ છે. તે સિવાય બીજા સંબંધેની પણ વાચકે યથાયોગ્ય કલ્પના કરી લેવી. તેમાં પ્રથમ વાચ્યવાચકભાવ સંબન્ધની યોજના
૧ બૌદ્ધો શબ્દ અને અથને ખાસ સંબંધ માનતા નથી, પણ કલ્પિત સંબંધ માને છે, માટે તકને અનુસરીને કથંચિત તાદામ્યમૂલક વાચ્યવાચકભાવ સંબંધ બતાવ્યો છે.