________________
સમ્યકુમાર્ગણ બન્ધસ્વામિત્વ વિવેચનસહિત ૩૪૧ જીવ આહારી હોય છે. તેને ઉદય તેરમાં ગુણસ્થાનક સુધી છે, આહારક માર્ગણામાં કર્મસ્તવમાં કહેલે બંધાધિકાર જાણ. परमुवसमि वता, आउं न बंधति तेण अजयगुणे । देव-मणुआउहीणा, देसाइसु पुण सुराउ विणा ॥२०॥ (परमुपशमे वर्तमाना आयुन बध्नन्ति तेनायतगुणे । देवमनुजायुहीना देशादिषु पुनः सुरायुर्विना ॥ )
અર્થ : (ઘરમુવર વક્રુતા ) પરંતુ ઉપશમ સમ્યફત્વમાં વર્તમાન જી (કે ન વંધ રિ) આયુષ બાંધતાં નથી, ( તેના કરાણે ) તેથી અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે તેવ-મraહીળો) દેવાયુષ અને મનુષ્પાયુષના બંધ રહિત અન્ય પ્રકૃતિએને બંધ જાણે. (રેતારૂપુખ ) દેશવિરત્યાદિ ગુણસ્થાનકે ( સુરાલ વિ) દેવાયુષ વિના બંધ જાણ.
વિવેચન–૧ઔપથમિક સમ્યગ્દષ્ટિ જીવ પરભવાયુ
૧ ઉપશમસમ્યકત્વ બે પ્રકારે છે-૧ ગ્રન્થિભેદ જન્ય અને ૨ ઉપશમશ્રેણિગત. તેમાં ગ્રંથિભેદજન્ય ઉપશમસમ્યક્ત્વ પ્રથમ અનાદિ મિથ્યાદષ્ટિને થાય છે, અને ઉપસમશ્રેણિગત આઠમા ગુણસ્થાનકથી માંડી અગીયારમા સુધીમાં હોય છે. ઉપશમણિગત ઉપશમસમ્યગ્દષ્ટિને આયુષને બધે સર્વથા વજિત છે. અને ગ્રન્થિભેદ જન્ય ઉપશમસમ્યક્ત્વ ચોથા ગુણસ્થાનકથી સાતમાં ગુણસ્થાનક સુધી હોય છે. ત્યાં પણ ઉપશમસમ્યગ્દષ્ટિ આયુષને બબ્ધ કરતા નથી. કારણ કેअणबंधोदय-आउगबन्ध कालं च सासणी कुणइ । उवसमसम्मट्ठिी, चउण्हमिक्क पि नो कुणइ ॥
તેથી ઉપશમસમ્યગ્દષ્ટિ કઈ પણ અવસ્થામાં તેને યોગ્ય અધ્યવસાયના અભાવથી આયુષબબ્ધ કરતું નથી.