________________
૩૩૪ બસ્વામિત્વ વિવેચનસહિત સંયમ અને જ્ઞાન
સંયમમાગણમાં એક અવિરતિમાગણએ પ્રથમના ચાર ગુણસ્થાનક હોય, તેમાં ચોથે ગુણસ્થાનકે સમ્યકત્વ નિમિત્તક જિનનામ કર્મના બંધને સંભવ છે, પરંતુ ચારિત્રના અભાવે આહારદ્ધિકને બંધ થતું નથી તે માટે અવિરતિ માગણમાં એથે આહારદ્ધિક સિવાય ૧૧૮ પ્રકૃતિઓ, મિથ્યાત્વે ૧૧૭ પ્રકૃતિઓ, સાસ્વાદને ૧૦૧, મિશ્ર ૭૪ અને અવિરતિગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિએ બંધાય છે.
અજ્ઞાનત્રિકમાંગંણાએ બે યા ત્રણ ગુણસ્થાનક હોય છે. પ્રથમગુણસ્થાનકે મિથ્યાત્વમેહનીયને ઉદય હોય છે, તેથી ત્યાં અજ્ઞાન હોય છે, બીજા ગુણસ્થાનકે મિથ્યાત્વને ઉદય નથી, પણ અનન્તાનુબંધી કષાયને ઉદય છે, અને તે મિથ્યાત્વને આક્ષેપક હોવાથી ત્યાં પણ અજ્ઞાન હોય છે. ત્રીજા ગુણસ્થાનકમાં વર્તમાન જીવની દષ્ટિ સર્વથા શુદ્ધ યા સર્વથા અશુદ્ધ હોતી નથી, પરંતુ અંશતઃ શુદ્ધ અને અંશતઃ અશુદ્ધ એવી મિશ્ર દષ્ટિ હોય છે, તેથી મિશ્રદષ્ટિમાં જ્ઞાન અને અજ્ઞાન મિશ્ર હોય છે. જ્યારે તેમાં અધિક શુદ્ધતા "હોય છે અને અશુદ્ધતા ઓછી હોય છે ત્યારે જ્ઞાનાંશ
અધિક હોય છે અને અજ્ઞાન ઓછું હોય છે. તે વખતે મિશ્રદષ્ટિની જ્ઞાની છમાં ગણના કરી શકાય છે. માટે પ્રથમ અને બીજા ગુણસ્થાનવતી જી અજ્ઞાની માનવા જોઈએ. એ રીતે અજ્ઞાનત્રિકે બે ગુણસ્થાનક હોય. પરંતુ જ્યારે મિશ્રદષ્ટિમાં અધિક અશુદ્ધતાના કારણથી અજ્ઞાનાંશ અધિક હોય અને શુદ્ધતા ઓછી હોવાથી - જ્ઞાનાંશ અલ્પ હોય ત્યારે મિશ્રદષ્ટિની ગણના - અજ્ઞાનીમાં કરી શકાય છે. તેથી મિશ્રગુણસ્થાનવત છેને અજ્ઞાનીમાં