________________
૩૬
તેમને “હિરલાની પદવી મળી હતી. તેમની કઠીન તપસ્યા, પ્રૌઢ વિદ્વત્તા અને અને શુદ્ધ ચારિત્રને માટે આ પ્રમાણ બસ છે.
દ્રિસૂરિને પરિવાર કેટલે હવે તે સંબંધમાં સ્પષ્ટ ઉલલેખ ક્યાંય પણ મળતું નથી. પરંતુ એટલું તે નિશ્ચિત છે કે અનેક સંવિગ્ન મુનિએ તેમને આશ્રિત રહેતા હતા. ગુર્નાવલીમાં તેમના બે શિષ્ય વિદ્યાનંદ અને ધમકીતિને તે ઉલ્લેખ મળે છે. તે બંને ભાઈઓ હતા. “વિદ્યાનંદ” નામ સૂરીપદ આપ્યા પછીનું છે. તેમણે વિદ્યાનંદ નામે વ્યાકરણ બનાવ્યું છે. ધર્મકીતિ ઉપાધ્યાય આચાર્યપદ અપાયા બાદ ધર્મઘોષ' નામથી પ્રસિદ્ધ થયા. તે બંને શિષ્યો અન્યશાસ્ત્ર તથા જૈનશાસ્ત્રોમાં નિપુણ હતા. શ્રીદેવેંદ્ર સૂરિવિરચિત કર્મગ્રંથની ટકાને તે બંને વિદ્વાનોએ શેાધી છે.
દેવેંદ્રસૂરિએ (૧) શ્રાદ્ધદિનકૃત્યસૂત્રવૃત્તિ, (૨) સટીક પાંચ નવીન કર્મગ્રંથ, (૩) સિદ્ધપંચાશિકાસૂત્રવૃત્તિ, (૪) ધર્મરત્નવૃત્તિ, (૫) સુદર્શનચરિત્ર, (૬) ચૈત્યવંદનાદિભાગ્યત્રય (૭) સિદ્ધદંડિકા, (૮) વંદાવૃત્તિ, (૯) શ્રી ઋષભવર્ધમાનપ્રમુખ સ્તવન, (૧૦) સારવૃત્તિદશા. આમાંના ઘણાખરા ગ્રંથ મુદ્રિત થયેલા છે.
જૈન વિદ્યાર્થિમંદિર. 9 કોચરબરોડ-અમદાવાદ. .
ભગવાનદાસ હરખચદ દેસી. વૈશાખ પૂર્ણિમા.
સં ૧૯૮૫.