________________
૩૫
ચંદ્રસૂરિએ પ્રબળ પુરુષાર્થ અને અત્યંત ત્યાગવડે કિદ્ધાર કર્યો હતો અને તેને નિર્વાહ દેવેંદ્રસૂરિએ કર્યો હતો.
યદ્યપિ શ્રીજચંદ્રસૂરિએ દેવેંદ્રસૂરિ અને વિજ્યચંદ્રસૂરિ બંનેને આચાર્યપદ પર સ્થાપિત કર્યા હતા, પણ ગુરુએ આરભેલા કિયદ્વારના કાર્યને દેવેંદ્રસૂરિએ જ સંભાળ્યું અને તેથી ઉલટું વિજયચંદ્રસૂરિ વિદ્વાન હેવા છતાં પણ પ્રમદાસક્ત થઈ શિથિલાચારી થયા, પોતાના ગુરુભાઈ વિજય ચંદ્રસૂરિને શિથિલ જોઈને સમજાવવા છતાં પણ ન સમજવાથી છેવટે દેવેંદ્રસૂરિએ ક્રિયારુચિના કારણથી તેમનાથી અલગ થવું પસંદ કર્યું. તેથી એટલું સ્પષ્ટ જણાય છે કે તેઓ ચારિત્રમાં અત્યંત દઢ અને ગુરુભક્ત હતા.
શ્રીદેવેન્દ્રસૂરિ શુદ્ધ ક્રિયાના પક્ષપાતી હોવાથી અનેક આત્મકલ્યાણના અથ સંવિગ્ન પાક્ષિક મુમુક્ષુઓ આવીને તેમને મળ્યા.
દેવેન્દ્રસૂરિના ગુરુ જગચંદ્રસૂરિ કે જેઓએ શ્રીદેવભદ્ર ઉપાધ્યાયની મદદથી ક્રિયા દ્વારના કાર્યને આરંભ કર્યો હતે, તેમણે જીવન પર્યત આયંબિલ વ્રતને સ્વીકાર કરી પિતાની અસાધારણ ત્યાગવૃત્તિ પ્રદર્શિત કરી હતી. તે કારણથી બૃહદુ (વડ) ગ૭નું “તપાગચ્છ એવું નામ પડયું. શ્રી જગચંદ્રસૂરિ કેવળ તપસ્વી ન હતા, પ્રૌઢ વિદ્વાન પણ હતા, કારણ કે ગુર્નાવલીમાં આવું વર્ણન મળે છે કે તેમણે ચિત્તોડની રાજધાની આઘાટ નગરમાં બત્રીશ દિગબરે સાથે વાદ કર્યો હતે”. તેમાં તેઓ હીરાની માફક વિજયી તેજસ્વી) નીકળ્યા હતા, તે માટે ચિતેડ રેશની તરફથી