________________
૩૦૬ બન્યસ્વામિ વિવેચનસહિત મનુષ્યગતિ સડસઠ પ્રકૃતિઓને બન્ધ થાય છે, અર્થાત્ મનુષ્યને ચોથે અને પાંચમે ગુણસ્થાનકે તિર્યંચપ્રાગ્ય જે બન્ધ થાય છે તેમાં જિનનામસહિત કરતાં જેટલી પ્રકૃતિએ થાય તેટલી પ્રકૃતિઓનો બન્ધ જાણ, અને પ્રમત્તાદિગુણસ્થાને કર્મસ્તવોક્ત બન્ધ કહે, કારણ કે મનુષ્ય સિવાય બીજા જીવોને તે ગુણસ્થાનકે ન સંભવે, એટલે પ્રમત્તગુણસ્થાનકે ત્રીજા પ્રત્યાખ્યાનાવરણચતુષ્ક હીન કરતાં ત્રેસઠ પ્રકૃતિએને બન્ય, તેમાંથી શોક, અરતિ, અસ્થિરદ્ધિક, અયશ અને અશાતાવેદનીય– એ છ પ્રકૃતિઓ હીન કરતાં અને આહારકશ્ચિક મેળવતાં અપ્રમત્તગુણસ્થાનકે ઓગણસાઠ પ્રકૃતિનો બન્ય, તેમાંથી દેવાયુષ બાદ કરતાં આઠમા ગુણસ્થાનકના પ્રથમ ભાગે અઠ્ઠાવન પ્રકૃતિઓને બન્ધ, તેમાંથી નિદ્રાદ્ધિક જૂન કરતાં આઠમાં ગુણસ્થાનકના બીજા ભાગથી આરંભી છઠ્ઠા ભાગ સુધી છપ્પન પ્રકૃતિઓને બન્ય, સાતમા ભાગે ત્રસ નવક, ઔદારિકદ્ધિક વિના બાકીના શરીર અને અંગોપાંગ મળીને છ પ્રકૃતિએ, દેવદ્રિક, અગુરુલઘુચતુષ્ક, વર્ણચતુષ્ક, પંચેન્દ્રિય જાતિ, શુભવિહાગતિ, પ્રથમ સંસ્થાન, નિર્માણ નામ અને જિનનામ-એ ત્રીશ પ્રકૃતિઓ હીન કરતાં છવીશને બન્ય, તેમાંથી હાસ્યચતુષ્ક ન્યૂન કરતાં નવમા ગુણસ્થાનકના પ્રથમ ભાગે બાવીશને બન્ધપુરુષ રહિત કરતાં નવમાના બીજા ભાગે એકવીશને બન્ય, સંજવલન ક્રોધ હીન કરતાં ત્રીજા ભાગે વીશને બન્ધ, સંવલન માન રહિત ચોથે ભાગે ઓગણીશને બન્ય, સંજ્વલન માયા રહિત પાંચમે ભાગે અ. દ્વારની બપ, દશમા ગુણસ્થાનકે સંજવલન લેભ રહિત