________________
૨૯૬ નરકગાત. બનાસ્વામિત્વ વિવેચનસહિત. જિનનામકર્મ રહિત સે પ્રકૃતિએને બન્ધ હેય છે, તેમાંથી નપુંસકાદિચતુષ્ક વિના છનું પ્રકૃતિઓને બન્ધ સાસ્વાદન ગુણસ્થાનકે હોય છે, તેમાંથી અનન્તાનુબધ્યાદિ છવીશ. પ્રકૃતિઓ વિના સીત્તેર પ્રકૃતિએને બન્ધ મિશ્રગુણસ્થાનકે હોય છે. તેમાં જિનનામ અને મનુષ્યાયુસહિત કરતાં બહેતેર પ્રકૃતિઓને બંધ અવિરતિસમ્યગ્દષ્ટિગુણસ્થાનકે હોય છે.
પંકપ્રભા, ધૂમપ્રભા અને તમાકભા—એ ત્રણ નરક પૃથિવીના નારકને તીર્થંકરનામકર્મને બબ્ધ ન હોય, કારણ કે એ ત્રણ નરકથી નીકળેલા જીવ તીર્થકર ન થાય. શાસ્ત્રમાં કહ્યું છે કે-પ્રથમ નરકથી નીકળેલા જીવ ચક્રવર્તી થાય, પ્રથમની બે નરકથી નીકળેલ જીવ વાસુદેવ થાય, ત્રણ નરકથી નીકળેલ તીર્થંકર થાય, ચાર નરકથી નીકળેલ જીવ કેવલજ્ઞાની થાય, પાંચ નરકથી નીકળેલ સંયત થાય, છે નરકથી નીકળેલ દેશવિરતિપણું પામે, અને સાતે નરકથી નીકળેલ જીવ સમ્યગ્દષ્ટિ થાય. તે માટે પંકપ્રભાદિ આવેલે જીવ તીર્થંકર ન થાય, તેથી પંકપ્રભાદિ ત્રણ નરક પૃથિવીના નારકને આઘે સે પ્રકૃતિએને તથા અવિરતિસમ્યગ્દષ્ટિગુણસ્થાનકે એકોતેર પ્રકૃતિઓને બન્ધ હોય.
હવે સાતમી નરકપુથિવીના નારકને આશ્રયી બન્ધસ્વામિત્વ કહે છે – अजिणमणुआउ ओहे, सत्तमिए नरदुगुच्च विणु मिच्छे । इगनवई सासाणे, तिरिआउ नपुंसचउवज ॥६॥ [अजिनमनुजायुरोघे सप्तम्यां नद्विको विना . मिथ्यात्वे । एकनवतिस्सास्वादने तिर्यगायुनंपुसकचतुष्कवर्जम् ॥]