________________
કર્મગ્રન્થ બંધસ્વામિત્વના અંતે તેને નામને સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. બંધ,ઉદય,ઉદીરણા અને સત્તામાં પ્રાપ્ત થયેલા કર્મને ગુણસ્થાન દ્વારા ક્ષય કરવાવડે સ્તુતિ કરવી એ કર્મ સ્તવને અર્થ છે. ગામદેસારમાં પણ કર્મ સ્તવ એવું નામ છે, પણ તેને અર્થ જુદો છે. “કેઈપણ વિષયના સર્વ અંગેનું સંક્ષેપથી યા વિસ્તારથી વર્ણન કરનાર શાસ્ત્રને સ્તવ કહે છે? ભગવાન મહાવીરની સ્તુતિના મિષથી ગુણસ્થાનકોમાં બન્ય, ઉદય, ઉદીરણા અને સત્તાને આશ્રયી કેટલી પ્રકૃતિએ હોય છે અને કેટલી પ્રકૃતિઓ વિચ્છિન્ન થયેલી હોય છે તે અહી' અભિધેય-વિષય છે. ત્રીજા કર્મગ્રન્થનું નામ બંધસ્વામિત્વ છે માણાસ્થાનમાં ગુણસ્થાનેને આશ્રયી કેટલી પ્રકૃતિઓ બન્યમાં હોય છે અને કેટલી પ્રકૃતિઓને વિચ્છેદ થાય છે તે અહીં પ્રતિપાદ્ય વિષય છે. સ્વાભાવિક અને વૈભાવિક પર્યાદ્વારા જીવનું અનેક પ્રકારે પૃથક્કરણ કરવું તે માર્ગણસ્થાનક અને મેહનીય આદિ કર્મના ઉદય, ક્ષપશમ, ઉપશમ અને ક્ષયદ્વારા જીવવિકાસની તારતમ્યસૂચક ભૂમિકાઓને ગુણસ્થાન કહે છે. આ તૃતીય કર્મગ્રન્થમાં પ્રત્યેક માર્ગણામાં ગુણસ્થાનકને આશ્રયી બન્યસ્વામિત્વનું કથન છે.
ગ્રન્થકર્તાનું જીવન પ્રસ્તુત ગ્રન્થના કર્તા દેવેન્દ્રસૂરિ વિક્રમની તેરમી શતાબ્દીના અંતમાં અને ચૌદમી શતાબ્દીના પ્રારંભમાં વિદ્યમાન હતા. તેમને સ્વર્ગવાસ વિ.સં. ૧૩૩૭ માં થયે હતું. તેમને જન્મ. દીક્ષા, સૂરિપદ આદિના સમયનો ઉલ્લેખ ક્યાંય મળતું નથી. વિ. સં. ૧૨૮૫ માં તેમના ગુરુ શ્રી જગચંદ્રસૂરિએ તપાગચ્છની સ્થાપના કરી ત્યારે તેમણે દીક્ષા લીધી હશે એમ