SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ કસ્તવ વિવેચનસહિત - (ચૌદ પિંડ પ્રકૃતિઓની પાંસઠ અવન્તર પ્રકૃતિએ, આઠ પ્રત્યેક પ્રકૃતિએ, ત્રશદશક અને સ્થાવર દશક), ગોત્રકર્મ બે અને અન્તરાયકમ પાંચ-સર્વ મળીને એકસે અડતાલીશ પ્રકૃતિએ મિથ્યાષ્ટિ ગુણસ્થાનકથી આરંભી ઉપશાહ ગુણસ્થાનક સુધી હેય છે, માત્ર બીજે સાસ્વાદનગુણસ્થાનકે અને ત્રીજે મિશ્રગુણસ્થાનકે જિનનામકર્મની સત્તા હતી નથી,એટલે ત્યાં એક સુડતાલીશ પ્રકૃતિઓ સત્તામાં હોય છે. કોઈ જીવ પૂર્વે નરકાયુષને બાંધીને પછી ક્ષાપશમિક સમ્યક્ત્વ પામી તીર્થકરનામનો બંધ કરે અને પછી નરકમાં ઉત્પન્ન થતાં સંકલેશવડે અવશ્ય સમ્યક્ત્વ વમી મિથ્યાદિ ગુણસ્થાનકે જાય ત્યારે મિથ્યાષ્ટિને પણ તીર્થંકરનામની અન્તમુહૂર્તાકાળ પર્યત સત્તા હેય. જિનનામકર્મની સત્તાવાળે સ્વભાવથી સાસ્વાદન અને મિશ્રગુણસ્થાનકે જ નથી, માટે તેને સત્તામાં એક સુડતાલીશ પ્રકૃતિએ હોય છે. તેવી જ રીતે કોઈ અપ્રમત્તગુણસ્થાનકે આહારકટ્રિકને બંધ કરી ત્યાંથી પડી મિથ્યાત્વગુણસ્થાનકે જાય ત્યારે ત્યાં આહારદ્ધિકની પણ સત્તા હોય, તેવી રીતે ઉપશમસમ્યગ્દષ્ટિ ઉપશમસમ્યક્ત્વ વમી મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે જાય ત્યારે તેને પણ સમ્યકત્વમેહનીય અને મિશમોહનીય સત્તામાં હોય.અનાદિ મિથ્યાષ્ટિને આહારકચતુષ્ક, સમ્યક્ત્વમેહનીય, મિશ્રમેહનીય અને જિનનામકર્મ સત્તામાં ન હોય. જેણે દર્શનમેહનીય અને અનન્તાનુબધી ચતુષ્કને ક્ષય કર્યો નથી તેને અવિરતિસમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનકે એકસે અડતાલીશ પ્રકૃતિઓની સંત્તા હેય છે. અહિં ઉપશાન્તહગુણસ્થાનક પર્યન્ત એકસે અડતા
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy